બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Bail application of Vipul Chaudhary's CA Shailesh Parikh approved

મની લોન્ડરિંગ કેસ / વિપુલ ચૌધરીની મુશ્કેલી થોડી ઘટી, CA શૈલેષ પરીખની જામીન અરજી હાઈકોર્ટે કરી મંજૂર, 800 કરોડની ગેરરીતિનો છે મામલો

Malay

Last Updated: 07:32 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપુલ ચૌધરીના CA શૈલેષ પરીખને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાલ જેલમાં બંધ શૈલેષ પરીખની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.

 

  • વિપુલ ચૌધરીના CA શૈલેષ પરીખની જામીન અરજી કરાઇ મંજૂર 
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા મજૂર કરાઈ જામીન અરજી
  • વિપુલ ચૌધરીની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ 7 દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં તેમને ગત 23 સપ્ટેમ્બરે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ACBએ મહેસાણા કોર્ટ પાસે વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પણ કોર્ટે તેને નામંજૂર કરી હતી. ત્યારે હવે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જેલમાં બંધ વિપુલ ચૌધરીના CA શૈલેષ પરીખની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. 

જેલમાં બંધ CA શૈલેષ પરીખની જામીન અરજી કરાઇ મંજૂર
CA શૈલેષ પરીખની અરજી પર આજે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સીએ શૈલેષ પરીખની જામીન અરજી મંજૂર કરી છે. તો વિપુલ ચૌધરીના જામીન માટે પણ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વિપુલ ચૌધરીની જામીન અરજી પર આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થશે. વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખ સામે પણ ગુનો નોંધાયો હતો.

જેલમુક્તિની માંગ સાથે હજારો સમર્થકો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા 
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હજુ જેલમાં છે અને આ તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેમ છે. ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિમાં રોજ કંઈક નવો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે. આજે પાટણમાં વિપુલ ચૌધરીની જેલમુક્તિની માંગ સાથે હજારો સમર્થકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા હતા. અર્બુદા સેનાના કાર્યકરોએ આજે વિપુલ ચૌધરી સામેના કેસો પરત ખેંચવા અને જેલમુક્તિની માગણી સાથે જેલભરો આંદોલન કૂચ યોજી હતી. અર્બુદા સેનાની રેલીમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચારો ગૂંજી ઉઠ્યા હતા. અર્બુદા સેનાના કાર્યકરોએ આક્રોશ રેલી સાથે સુજનીપુર સબજેલ તરફ કૂચ કરી હતી. જો કે, અર્બુદા સેનાના કાર્યકરો સુજનીપુર સબજેલ પહોંચે તે પહેલા તેમને પોલીસ દ્વારા રોકી દેવામાં આવ્યા હતા.

આંજણા ચૌધરી સમાજમાં રોષ 
અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવતા આંજણા ચૌધરી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે એ રોષની અભિવ્યક્તિ માટે સદભાવના યજ્ઞ સંમેલનના નામે તાજેતરમાં વિસનગરના બાસણા ગામે શક્તિપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરી હાજર નહોતા પરંતુ વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મૂકવામાં આવી હતી. આ ઘટના દર્શાવે છે કે ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીનું શું મહત્વ છે. આ સંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરી સામેના કેસોને બનાવટી અને ઊભા કરાયેલા ગણાવ્યા હતા અને સરકાર સામે વેધક સવાલો કરી આક્રોશ ઠાલવ્યો હતો. અર્બુદાસેનાના કાર્યકરોએ સરકારોએ અલ્ટિમેટમ આપીને આગામી ચૂંટણીમાં પોતાના રુખ વિશે ગર્ભિત ઈશારો કર્યો હતો.

વિપુલ ચૌધરી પર લગાવાયા છે ખોટા આરોપ: રાજન ચૌધરી
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને લઈ અર્બુદાસેનાના પ્રવક્તા રાજન ચૌધરીએ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, વિપુલ ચૌધરી પર ખોટા આરોપો લગાવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીએ વિદેશમાં કોઇ મકાન નથી લીધુ. રાજકીય કિન્નાખોરી રાખીને અમુક લોકો તેમણે ફસાવી રહ્યા છે. વિપુલભાઇને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ફરિયાદમાં 31 કંપનીનો ઉલ્લેખ પરંતુ 27 કંપનીના નામ નથી જણાવતા, ચાર કંપની સાથે કોઈ નાણાકીય વ્યવહાર નથી થયો.  હોર્ડિંગની ખરીદી વિપુલ ચૌધરીના કાર્યકાળની સમાપ્તિ પછી થઈ છે.

31 હજાર રોકડ અને દસ્તાવેજો કબજે લેવાયા
20 સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસ આદરી હતી. ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગર ACB ટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હતી. માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી આ તપાસમાં ACBની ટીમને 31 હજાર રોકડ રકમ હાથ લાગી હતી. તેમજ તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબ્જે કરાયા હતા. વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ જોવા મળ્યો હતો.

800 કરોડના કૌભાંડનો આરોપ
મહત્વનું છે કે, રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ  ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી  ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ