બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Bad condition of roads in New vadaj of Ahmedabad

સ્માર્ટ વિરોધ / રોડની આરતી જોઈ ક્યારેય ? અમદાવાદમાં વાડજવાસીઓએ ઢોલ-નગારા સાથે બિસ્માર રોડ પર કાઢી રેલી, કરી પૂજા

Vishnu

Last Updated: 07:37 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વાડજના રહીશોએ ઢોલ-નગારા વગાડ્યા, રોડની આરતી ઉતારી, સ્વસ્તિક સ્કૂલ તરફના રસ્તાની બિસ્માર હાલતને લઈને વિરોધ

  • અમદાવાદમાં બિસ્માર રસ્તા મુદ્દે વિરોધ
  • કોર્પોરેટરનો જવાબ ઉદ્ધતાઈભર્યો હોવાનો આક્ષેપ
  • સ્થાનિકોનો આક્ષેપ ફૂટપાથ નવી બનાવે છે, રોડ રિપેર નથી થતા

અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસામાં સ્માર્ટ સિટીના રસ્તાઓની જે હાલત થઇ છે તે જોતા તો સ્માર્ટ સિટીની વ્યાખ્યામાં ફરી ચેન્જ કરવો પડે તેવી સ્થિતી સામે આવીને ઉભી થઇ છે. આમ, સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તાઓ ભલે સ્માર્ટ ન હોય પરંતુ અમદાવાદના નવા વાડજ વિસ્તારના લોકોએ જે નવતર પ્રકારે વિરોધપ્રદર્શ કર્યું છે તેને જોઇને તો તમે ચોક્કસ બોલી ઉઠશો કે, આતો વિરોધની સ્માર્ટ રીત છે..

હા અહીં રોડનું મરણ થઈ ગયું. પરંતુ સ્થાનિક કોર્પોરેટરો સ્વીકારવા તૈયાર નથી આથી નાગરિકોએ હવે રોડની અંતિમયાત્રા યોજવી પડી છે..ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો અમદાવાદના નવા વાડજ વિસ્તારના સ્વસ્તિક સ્કૂલ રોડ પરના છે. છેલ્લા ઘણા સમયથી આ રોડ બિસ્માર હાલતમાં છે. આથી સ્થાનિક નાગરિકોએ તંત્રની આંખ ઊઘાડવા અનોખો વિરોધ કર્યો હતો.  સ્થાનિકો દ્વારા હાથમાં બેનરો લઇ ઢોલ નગારા સાથે બિસ્માર રોડ પર  એક રેલી કાઢવામાં આવી હતી. ઢોલ નગારા વગાડી રોડની  આરતી કરી પૂજા કરી એક નવતર વિરોધ નોંધાવ્યો હતો. 

લોકોનું કહેવું હતું કે, કોર્પોરેટરો ચૂંટણી સમયે લોકોના પગ પકડતા  હોય છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ વિસ્તારના લોકો સાથે ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કરે છે...આથી કોર્પોરેટરો ઘોર નિંદ્રામાંથી  ઉઠીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે એ માટે લોકો દ્વારા આ પ્રકારનું નવતર વિરોધ પ્રદર્શન કરાયું હતું.. જો આ રોડ રિપેર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધની ચિમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી  હતી. આમ, સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તાઓ ભલે સ્માર્ટ ન હોય પરંતુ અમદાવાદના નવા વાડજ વિસ્તારના લોકોનો વિરોધ જોઇને તો તમે કહીં જ શકો છો કે નવા વાડજ વિસ્તારના લોકો જરૂર સ્માર્ટ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ