બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Baba Ramdev came in support of wrestlers, Brijabhushan should be sent to jail

કુસ્તીબાજોને સમર્થન / રોજ રોજ બહેન-દીકરી વિશે જેવુ તેવું બોલે છે, અરેસ્ટ કરો...: કયા BJP નેતા પર બગડ્યા બાબા રામદેવ? આપ્યું મોટું નિવેદન

Priyakant

Last Updated: 11:11 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest In Baba Ramdev News: યોગ ગુરુ સ્વામી રામદેવે પણ નામ લીધા વિના યૌન શોષણના આરોપી બૃજભૂષણ સિંહ પર આકરા પ્રહારો કર્યા, આવી વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ

  • કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા બાબા રામદેવ 
  • બૃજભૂષણને જેલમાં મોકલવા જોઈએ: બાબા રામદેવ
  • દરરોજ મોં ઉંચુ કરીને તે માં-બહે, દીકરીઓ વિશે વાહિયાત વાતો કરે છે: રામદેવ 

દિલ્હી જંતરમંતર ખાતે છેલ્લા એક મહિનાથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માગણી સાથે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. આ દરમિયાન કુસ્તીબાજોના સમર્થનમાં વિવિધ રાજકીય પક્ષો, સંગઠનો અને ખેલાડીઓ સતત આગળ આવી રહ્યા છે. આ તરફ હવે યોગ ગુરુ સ્વામી રામદેવે પણ નામ લીધા વિના યૌન શોષણના આરોપી બૃજભૂષણ સિંહ પર આકરા પ્રહારો કર્યા છે. કુસ્તીબાજોની હડતાળને સમર્થન આપતાં તેમણે કહ્યું કે, કુસ્તી સંઘના પ્રમુખ પર ગેરવર્તણૂક અને વ્યભિચારનો આરોપ મૂકવો એ ખૂબ જ શરમજનક બાબત છે.

બૃજભૂષણને જેલમાં મોકલવા જોઈએ: બાબા રામદેવ
રાજસ્થાનના ભીલવાડા પહોંચેલા સ્વામી રામદેવે કહ્યું, દેશના કુસ્તીબાજો માટે જંતર-મંતર પર બેસીને કુસ્તી સંઘના પ્રમુખ પર ગેરવર્તણૂક અને વ્યભિચારનો આરોપ લગાવવો એ ખૂબ જ શરમજનક બાબત છે. આવી વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ. દરરોજ મોં ઉંચુ કરીને તે વારંવાર માં-બહેન અને દીકરીઓ વિશે વાહિયાત વાતો કરે છે, તે ખૂબ જ નિંદનીય છે, તે દુષ્કર્મ અને પાપ છે.

કુસ્તીબાજોના સમર્થનમાં RLP
આ તરફ હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) પણ કુસ્તીબાજોના સમર્થનમાં આવી છે. તેમણે કહ્યું કે, મારે અફસોસ સાથે કહેવું છે કે, આજે આપણા દેશના પ્રખ્યાત કુસ્તીબાજો જેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે અને સરકારો દ્વારા પદ્મ એવોર્ડ અને અર્જુન એવોર્ડ જેવા મહત્વના સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓને ન્યાયની માંગણી સાથે દેશની રાજધાનીમાં એક મહિના કરતા વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે. કારણ કે આખી કેન્દ્ર સરકાર બાહુબલી સાંસદ સામે ઝૂકી રહી છે.  

શું કહ્યું બેનિવાલે ? 
બેનીવાલે કહ્યું, વડાપ્રધાનને સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પહેલા કુસ્તીબાજોની હિલચાલ પર ધ્યાન આપીને બાહુબલી સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. પરંતુ કર્ણાટકની ચૂંટણીમાં શરમજનક હાર અને કુસ્તીબાજોની ચળવળથી દેશનું ધ્યાન હટાવવા માટે તેઓએ ઉતાવળે સંસદની નવી ઇમારતને સમર્પિત કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો.

કુસ્તીબાજો કરશે મહાપંચાયત 
આ તરફ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ પર અડગ રહેલા કુસ્તીબાજો હવે તેમના આંદોલનને ધાર આપવામાં વ્યસ્ત છે. 23 મેના રોજ દિલ્હીના ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢ્યા બાદ હવે મહિલા પંચાયતની તૈયારીઓ તેજ થઈ ગઈ છે.જે દિવસે નવી સંસદનું ઉદ્ઘાટન થશે તે દિવસે કુસ્તીબાજો સંસદની બહાર મહિલા મહાપંચાયતનું આયોજન કરશે. એટલે કે 28 મેના રોજ કુસ્તીબાજોના સમર્થનમાં દિલ્હીમાં એક મોટી સભાની તૈયારી છે. 

મહત્વનું છે કે, આ પહેલા 7 મેના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે ખાપ પંચાયત પણ યોજાઈ હતી. જેમાં સરકારને બૃજભૂષણની ધરપકડ કરવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ખાપ પંચાયતમાં કુસ્તીબાજોના મુદ્દે સરકારને 21મી મે સુધીમાં પગલાં લેવાનું અલ્ટીમેટમ આપતાં કહ્યું હતું કે, જો કોઈ કાર્યવાહી નહીં થાય તો પછી મોટું આંદોલન કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ