બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / Ayodhya A City By And For Every Indian": PM At Meet With Yogi Adityanath

બેઠક / અયોધ્યાના વિકાસ પર મંથન, ભગવાન રામનો ઉલ્લેખ કરીને PM મોદીએ કરી આ મોટી વાત

Hiralal

Last Updated: 04:31 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના વિકાસ પરની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અયોધ્યાનો વિકાસ એવી રીતે થવો જોઈએ કે ભાવી પેઢી એક વાર તો અહીંની મુલાકાતે આવેજ.

  • અયોધ્યાાના વિકાસની સમીક્ષા અંગે મોદીની વર્ચ્યુઅલ બેઠક
  • યુપીના સીએમ યોગી આદિત્યનાથને જણાવ્યું
  • ભાવી પેઢીને અયોધ્યા આવવાની ઈચ્છા થાય તેવું અયોધ્યા બનાવો

અયોધ્યાાના સમગ્ર વિકાસની સમીક્ષા અંગે થયેલી વર્ચ્યુઅલ બેઠક દરમિયાન પીએમ મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને જણાવ્યું કે અયોધ્યા દરેક ભારતીય સંસ્કૃતિની ચેતનાને જાગૃત કરનાર શહેર છે. આ ભારતીય પરંપરા તથા વિકાસની યાત્રાને પ્રદર્શિત કરનાર હોવું જોઈએ. 

Image

અયોધ્યા દરેક ભારતીયનું શહેર છે-પીએમ મોદી 

મોદીએ કહ્યું કે અયોધ્યા સાંસ્કૃતિક અને પ્રભાવશાળી બન્ને છે. અહીં દરેક ભારતીયની સાંસ્કૃતિક ચેતનાને જાગૃત કરનાર શહેર છે. આ ભારતીય પરંપરા તથા વિકાસની યાત્રાને પ્રદર્શિત કરનાર શહેર છે. અહીંની માનવીય પ્રકૃતિને ભવિષ્યની આધારભૂત સંરચના સાથે મેળ ખાવી જોઈએ. આનાથી પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓ બન્નેને ફાયદો થશે. 

Image

ભગવાન રામનું આપ્યું ઉદાહરણ
ભગવાન રામનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અયોધ્યાનો વિકાસ એવી રીતે થવો જોઈએ કે આગામી પેઢીઓ પણ જીવનમાં ઓછામાં ઓછી એક વાર અહીં આવવાની ઈચ્છા રાખે. આપણા બધાની સામૂહિક જવાબદારી છે કે અયોધ્યાની સંસ્કૃતિને નવીન રીતે જાળવી રાખવાની આપણી ફરજ છે. ભગવાન રામમાં પણ લાખો લોકોને એકસાથે જાળવી રાખવાની ક્ષમતા હતી. આ રીતે અયોધ્યાયના વિકાસ કામોમાં પણ લોકોની ભાગીદારી હોવી જોઈએ. ખાસ કરીને યુવાનોની પ્રતિભાનો ઉપયોગ કરવો જોઈએ. 

Image

અયોધ્યામાં વિકાસના કાર્યોના ડોક્યુમેન્ટને લઈને  વડાપ્રધાન મોદીની બેઠક યોજાઈ હતી. દોઢ કલાક સુધી આ બેઠકમાં ચર્ચા વિચારણા ચાલી. જેમા વડાપ્રધાન સામે વિકાસના કાર્યોના ડોક્યુમેન્ટ મુકાવામાં આવ્યા હતા. બેઠકમા ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યા તેમજ ઉપ મુખ્યમંત્રી દિેનેશ શર્માએ પણ હાજરી આપી હતી. 

આ બેઠકમાં બાકીના અન્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. લખનઉમાં આવેલ મુખ્યમંત્રીના આવાસ સ્થાનેથી બાકીના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. જેમા ડોક્યુમેન્ટ લઈને બધાએ ચર્ચા કરવામાં આવી હતી.

તમામ મંત્રીઓ બેઠકમાં હાજર 

વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ આ બેઠકમાં વિત્ત મંત્રી સુરેશ ખન્ના, નગર વિકાસ મંત્રી આશુતોષ ટંડન, પર્યટન મંત્રી નીલકંઠ તિવારી. સિંચાઈ મંત્રી મહેન્દ્ર સિંહ અને અયોધ્યા વિકાસ પ્રાધિકારણના ઉપાધ્યક્ષ વિશાલ સિંહ પણ જોડાયા હતા. આ ઉપરાંત ચીફ સેક્રેટરી, પર્યટન વિભાગના પ્રમુખ સચિવ, નગર વિકાસના મુખ્ય સચિવ સહિત બીજા અન્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. 

Image

30 વર્ષ સુધીની યોજનાઓ જોવામાં આવી 

ઉલ્લેખનીય છે કે અયોધ્યાના વિકાસને લઈને જે યોજનાઓ બનાવામાં આવી છે તે યોજનાઓ 100 વર્ષની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે. જોકે વડાપ્રધાન દ્વારા માત્ર 30 વર્ષ સુધીની યોજનાઓ જોવામાં આવી હતી. અયોધ્યાના વિકાાસ માટે 20 હજાર કરોડનાો પ્રોજેકટ બનાવામાં આવ્યો છે અને એજ પ્રોજેક્ટો પણ વડાપ્રધાને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ