બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / Ayan Mukherjee made a big announcement regarding 'Brahmastra' 2 and 3, know when these films will be released

મનોરંજન / 'બ્રહ્માસ્ત્ર' 2 અને 3ને લઈને અયાન મુખર્જીએ કરી મોટી જાહેરાત, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મો

Megha

Last Updated: 04:39 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા'એ રેકોર્ડ તોડ કમાણી કરી હતી. હવે નિર્માતા અયાન મુખર્જીએ હવે 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ' અને 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 3'ની ટાઈમલાઇન જાહેર કરી છે.

  • અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્રના આવનાર પાર્ટ માટે ટાઈમલાઇન જાહેર કરી
  •  બંને સિક્વલ એકસાથે શૂટ કરશું
  • આવનારી ફિલ્મ પાર્ટ વન કરતાં મોટી અને વધુ મહત્વાકાંક્ષી બનશે.

બોક્સ ઓફિસ પર બૉલીવુડની દરેક ફિલ્મ ફ્લોપ જઈ રહી હતી એ સમયે રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા'એ રેકોર્ડ તોડ કમાણી કરી હતી. ફિલ્મની બોક્સ-ઓફિસ સફળતા બાદ નિર્માતા અયાન મુખર્જીએ હવે 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ' અને 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 3'ની ટાઈમલાઇન જાહેર કરી છે. 

 બંને સિક્વલ એકસાથે શૂટ કરશું
ઇન્સ્ટાગ્રામ પર આ વિશે જાહેરાત કરતાં અયાન મુખર્જીએ લખ્યું કે"'બ્રહ્માસ્ત્રઃ અસ્ત્રાવર્સ' વિશે વાત કરવાનો સમય આવી ગયો છે. મને પાર્ટ વન પર જે પ્રેમ મળ્યો છે તે પછી, હું પાર્ટ ટુ અને થ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું, જે મને ખબર છે કે પાર્ટ વન કરતાં મોટી અને વધુ મહત્વાકાંક્ષી બનશે. અમે નક્કી કર્યું છે કે બંને સિક્વલ એકસાથે શૂટ કરશું પણ અલગ-અલગ સમયે રિલીઝ કરીશું. આ પાર્ટ અનુક્રમે ડિસેમ્બર 2026 અને ડિસેમ્બર 2027 માં રિલીઝ કરવામાં આવશે.''

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

હું શીખીશ, પ્રેરિત થઈશ અને વિકાસ કરીશ
તેણે શેર કર્યું કે બીજો અને ત્રીજો પાર્ટ એક સાથે કરવામાં આવશે. તેણે કહ્યું કે  ' યુનિવર્સે તાજેતરમાં મને એક ખૂબ જ ખાસ ફિલ્મમાં પગ મૂકવાની અને નિર્દેશિત કરવાની ખૂબ જ ખાસ તક આપી છે! ફિલ્મ શું છે.. તે યોગ્ય સમય આવશે ત્યારે જણાવીશ. આ તક જે મને પડકાર આપે છે અને મને ખૂબ જ ઉત્સાહિત કરે છે..જ્યાં હું શીખીશ, પ્રેરિત થઈશ અને વિકાસ કરીશ. આ બ્રહ્માંડમાં તમામ સકારાત્મક ઉર્જાઓની રાહ જોઉં છું જેથી કરીને હું મારું સર્વશ્રેષ્ઠ આપી શકું અને મારા માટે સૌથી મહત્ત્વની વાતમાં હું યોગદાન આપી શકું - ભારતીય સિનેમા! 

 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા'એ સારી કમાણી કરી હતી અને હવે દર્શકો આવનાર પરત માટે રાહ જોઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ