બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Avoiding vigorous exercise to avoid heart attack

ટિપ્સ / કોરોના થયો હતો? જહેમત ભર્યું કામ કરવાનું ટાળજો, હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો મંડરાયો, જાણો કેવી રીતે ઓછા રિસ્કમાં કરવું કામ

Kishor

Last Updated: 11:47 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એટેકના કિસ્સાઓએ પણ કોરોના જેવો જ હાઉ ઉભો કાર્યો છે ત્યારે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નિત્યાનંદ ત્રિપાઠીએ એટેકના કારણો અને ઉપાય જણાવ્યા છે.

  • હાર્ટ એટેકના કિસ્સાઓએ પણ કોરોના જેવો જ ડર
  • મનસુખ માંડવિયાએ પણ કહ્યું જે જે લોકોને કોવિડ થયો છે તે...
  • કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નિત્યાનંદ ત્રિપાઠીએ જણાવ્યા કારણો અને ઉપાય

ગુજરાતમાં કોરોનાના કહેર બાદ હવે હાર્ટ એટેકના કિસ્સાઓએ પણ કોરોના જેવો જ ડર પેદા કર્યો છે. યુવાનોમાં હાલતા-ચાલતા હાર્ટ એટેક આવી રહ્યા છે અને યુવાનોના મોત થઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મેડિકલ આલમ પણ ચિંતામાં છે જોકે હજુ હાર્ટ એટેકનું કારણ જાણી શકાયુ નથી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કહ્યું જે જે લોકોને કોવિડ થયો છે તેઓએ બે-ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરવાનું ટાળવું જોઈએ. કારણ કે કોવિડના દર્દીઓના હૃદયની ક્ષમતા પર અસર થઈ છે. જેથી સતર્ક રહેવું જોઈએ.

કોઈ લક્ષણ વગર પણ આવી શકે છે હાર્ટ ઍટેક? આ રીતે કરો ઓળખ, ગમે ત્યારે કામ  લાગશે silent heart attack is very dangerous know symptoms

કોવિડ વાયરસને લીધે ધમનીઓને ચેપ

આ મામલે હોસ્પિટલના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નિત્યાનંદ ત્રિપાઠીના જણાવાયા અનુસાર મોટાભાગના લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. હવે જો તમે અચાનક સખત મહેનત કરો છો અથવા ડાન્સ કરો તો પ્રતિકૂળ અસર થઈ શકે તેમ છે. બીજી બાજુ નેચર કાર્ડિયોલોજી જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિડ વાયરસને લીધે ધમનીઓને ચેપ લગાડે છે અને એથરોસ્ક્લેરોટિક પ્લેકમાં બળતરા વધારે છે. 

ગંદા કોલેસ્ટ્રોલ જે ધમનીઓમાં જમા થાય છે. પરીણામે એટેકની સમસ્યા વધે છે. ડૉ. નિત્યાનંદ ત્રિપાઠીએ કહ્યું કે દુનિયાની મોટાભાગની વસ્તી કોરોનાથી પ્રભાવિત થઈ છે. પરંતું માત્ર કોરોના જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોતાને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમથી બચવા સતર્ક રહેવું જોઈએ. સ્વસ્થ વ્યક્તિએ પણ મુશ્કેલથી કસરત ન કરવી જોઈએ. લાંબા સમય સુધી સખત ડાન્સ ન કરો. વધુમાં શરીરને કષ્ટ પડે તેવું કામ તાત્કાલિક ન કરવું જોઈએ.

હાર્ટ એટેક આવ્યા પહેલા શરીરમાં થાય છે આ ફેરફાર, જો ઈગ્નોર કરશો તો આવી શકે  ગંભીર પરિણામ | early heart attack signs you must not ignore health tips

એટેક અને સ્ટોક સહિતના રોગને ઉઘાડુ આમંત્રણ
યુબાઓમાં બિનઆરોગ્યપ્રદ આહારની આદતોને લીધે ધમનીઓમાં ગંદા કોલેસ્ટ્રોલથી બનેલો ચીકણો પદાર્થ જમા થતો હોય છે. જો ધમનીઓમાં 70 ટકા સુધી તકતી હોય તો જ તે શોધી શકાય છે. તેથી, હાર્ટ એટેક અથવા સ્ટ્રોક વિશે હંમેશા સાવચેત રહેવું વધુ સારું છે. અચાનક શરીરને કષ્ટ પડતા ધમનીમાંની તકતી તૂટી જાય છે જે લોહીના ગંઠાવાનું નિર્માણ તરફ દોરી જાય છે અને આ અચાનક લોહીના પ્રવાહને અસર કરે છે. જેને લઈને એટેક અને સ્ટોક સહિતના રોગને ઉઘાડુ આમંત્રણ મળે છે.

  • ધીમે ધીમેં કસરત કરવી
  • પ્રથમ ધીમે ધીમે શરીરને કસરત માટે વિકાસ કરો
  • કસરત માટે વધુ પડતા એનર્જી ડ્રિંકનો ઉપયોગ ન કરો.
  •  સ્વસ્થ આહાર લો. આ માટે મોસમી લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો, સૂકા ફળો, માછલી, બીજ વગેરેનું નિયમિત સેવન કરવું જોઈએ.
  • સિગારેટ અને દારૂ, જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, વધુ પડતા તળેલા ખોરાક વગેરેનું સેવન ન કરવું જોઈએ.

હાર્ટ ફેલિયરના સંકેત 
હાર્ટ બિટ વધવી 

જ્યારે હાર્ટ જોર જોરથી ધડકવાનું શરૂ કરી દે છે ત્યારે તેને હાર્ટ ફેલિયરનું એલર્ટ માનવું જોઈએ. તેને બિલકુલ ઈગ્નોર ન કરો. 

શ્વાસ લેવામાં મુશ્કેલી
શ્વાસ લેવા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ હાર્ટ ફેલિયરનું એક મોટુ લક્ષણ માનવામાં આવે છે. જ્યારે તમારૂ શરીર સારી રીતે એક્ટિવ નથી હોતું તો શ્વાસ લેવામાં મુશ્કેલી આવી શકે છે. તેને ગંભીરતાથી લેવું જોઈએ. નહીં તો સ્થિતિ બગડી શકે છે. 

ગળામાં ખીચ ખીચ 
શ્વાસ અને ગળામાં ખીચ ખીચની સમસ્યા લાંબા સમય સુધી થવા પર અથવા ક્યારેક ખાંસીની સાથે સફેદ કે હલ્કા લાલ ગળફા આવવા પર હાર્ટ ફેલિયરનો સંકેત હોઈ શકે છે. તરત ડોક્ટરનો સંપર્ક કરો. 

વજન વધવું 
જો અચાનર શરીરનું વજન વધવા લાગે અથવા શરીરના અમુક અંગોમાં સોજાની સમસ્યા જોવા મળે તો સાવધાન રહેવું જોઈએ. કારણ કે પગ, ઘુંટણ અથવા પેટમાં સોજાની સમસ્યા હાર્ટ ફેલિયરના સંકેત હોઈ શકે છે. 

ખૂબ થાક લાગવો 
જ્યારે હાર્ટ યોગ્ય રીતે બ્લડ પંપ નથી કરતું તે બ્રેઈન સુધી બ્લડનું સપ્લાય યોગ્ય રીતે નથી થતું. એવામાં હાથ પગ કમજોર પડી શકે છે. ગંભીર સ્થિતિમાં સીડિયો ચડવા ઉતરવામાં પણ થાક અનુભવાય છે. એવામાં એલર્ટ થઈ જાઓ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ