બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Avoid these behaviour for risk free pregnancy, take care of these things during pregnancy and conceive

તમારા કામનું / વાંઝિયાપણાથી ઝઝૂમી રહ્યા છો? આ 8 ખરાબ આદતોને છોડી દેજો નહીંતર નહીં બની શકો માં-બાપ, 'બેબીમેકર' પણ ફેઇલ

Vaidehi

Last Updated: 05:27 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરળતાથી ગર્ભધારણ કરવા અને મિસકેરેજ જેવા ખતરાને ટાળવા માટે મહિલાઓ આ 8 આદતોમાં સુધાર લાવવો જોઈએ.

  • ભારતમાં મોટાપાયે IVF પ્રક્રિયાથી ગર્ભધારણ થાય છે
  • 50% મહિલાઓમાં આ પ્રક્રિયા ફેઈલ જાય છે
  • સ્વસ્થ અને સરળ ગર્ભધારણ માટે આદતોમાં ફેરફાર કરવા જરૂરી

ઈન્ડિયન સોસાયટી ઓફ અસિસ્ટેડ રિપ્રોડક્શનની રિપોર્ટ અનુસાર ભારતમાં 2.75 કરોડ કપલ વંધ્યત્વનો સામનો કરી રહ્યાં છે. આ જ કારણોસર દેશમાં બેબીમેકર્સ એટલે કે IVFનો વેપાર વધી રહ્યો છે. દેશમાં અઢી હજારથી પણ વધારે ફર્ટિલિટી ક્લિનિક ખુલી ગયાં છે. અમેરિકા બાદ દુનિયામાં સૌથી વધુ IVF ટ્રીટમેંટ ભારતમાં થાય છે પરંતુ તેમ છતાં 40થી 50%  મહિલાઓને જ IVFની મદદથી ગર્ભ બને છે. બાકીમાં આ પ્રક્રિયા ફેલ જાય છે. IVF પ્રક્રિયા ફેઈલ જવાનાં શું કારણો હોય છે અને તેને સફળ કરવા માટેનાં શું ઉપાયો છે જાણો.

આ 8 આદતો બાળકને જન્મ આપવાની ક્ષમતા છીનવી લે છે તેથી ગર્ભધારણ કરવા ઈચ્છતી મહિલાઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

1.સ્મોકિંગ:
તમાકૂમાં રહેલા કેડમિયમ અને કોટિનિન જેવા તત્વો DNAને ડેમેજ કરે છે અને ફર્ટિલિટીને ઘટાડે છે. સ્મોકિંગ કરતી મહિલાઓમાં એગ પ્રોડક્શન ઘટી જાય છે. તેમનાં એગમાં જોના પેલૂસિડા નામક દીવાલ મોટી થઈ જતાં સ્પર્મ અંદર નથી જઈ શકતું. આ મહિલાઓનો મેનોપોઝ પિરિયડ પર 3-4 વર્ષ વહેલો શરૂ થઈ જાય છે.

2. આલ્કોહોલ
ડ્રિંક કરતી મહિલાઓનાં લિવર, દિલ અને નર્વસ સિસ્ટમની સાથે પ્રજનન ક્ષમતા પણ ઘટે છે. આ આદતને લીધે શરીરમાં વિટામિન બી, ઝિંક, આયરન, કેલ્શિયમ જેવા પોષકતત્વો ઘટી જાય છે જે પ્રેગનેંસી માટે જરૂરી હોય છે. મહિલાઓ માટે પ્રેગનેંટ થવું અઘરું થાય છે અને જો તે પ્રેગનેંટ થાય છે તો અબોર્શનનો રિસ્ક પણ વધી જાય છે.

3. રિસ્કી સેક્શુઅલ બિહેવિયર
નશાની આદતને લીધે સેક્શ્યુઅલ બિહેવિયર બગડી શકે છે. એકથી વધારે પાર્ટનરની સાથે અસુરક્ષિત સેક્સનાં લીધે ક્લેમાઈડિયા અને એઈડ્સ જેવી સમસ્યાઓ આવી શકે છે. અસુરક્ષિત સંબંધ બનાવવાને લીધે ફેલાયેલી આ બીમારીઓ ઈનફર્ટિલિટીને વધારી શકે.

4. ગર્ભનિરોધક
અસુરક્ષિત સંબંધ બનાવ્યાં બાદ ગર્ભધારણથી બચવા માટે ગર્ભનિરોધક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે લાંબાગાળે પ્રેગનેંસીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

5. ચા-કૉફીની આદત
2 કપથી વધારે ચા કે કોફી પીવું અથવા દરરોજ એનર્જી ડિંક્સ લેવું પ્રેગનેંસીમાં અવરોધક બને છે. બોડીમાં કેફીનની માત્રા વધી જવાને લીધે મિસકેરેજ અને સ્ટિલબર્થનો ખતરો વધે છે.

6. મેદસ્વિતા
બોડી વેઈટ વધવાને લીધે હોર્મોનલ ઈમ્બેલેન્સ થાય છે. IVF દરમિયાન વધુ દવાઓ  ખાવી પડે છે. વધુ બોડી વેઈટનાં લીધે મિસકેરેજનો ખતરો વધી જાય છે. તેથી માં બનવા માટે BMI એટલે કે બોડી માસ ઈંડકેસ્ 30થી વધુ ન હોવો જોઈએ.

7.ખાણી-પીણી
હેલ્ધી ડાયટથી મહિલાઓ સરળતાથી કંસીવ કરી શકે છે. ફળ, ગ્રીન વેજીટેબલ અને એંટી ઓક્સીડેંટથી ભરપૂર ખાવાનું તન-મનને સ્વસ્થ રાખે છે.

8.એક્સરસાઈઝ
લાઈફસ્ટાઈલ ખરાબ હોય અને કસરત પણ ખાસ ન હોય તો રિપ્રોડક્શન સિસ્ટમ જલ્દીથી બગડવા લાગે છે. ધ્યાન, યોગ અને કસરતમાં સુધારો કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને કંસીવ પણ સરળતાથી કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ