ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ કાઉન્ટી ક્રિકેટ રમીને ભારત સામેની મેચની તૈયારી કરી રહ્યા છે. એવામાં નંબર વન ટેસ્ટ બેટ્સમેન માર્નસ લાબુશેને રોહિત શર્મા અને તેની ટીમ માટે ખતરાની ઘંટડી વગાડી છે
માર્નસ લાબુશેને રોહિત શર્મા અને તેની ટીમ માટે ખતરાની ઘંટડી વગાડી
લાબુશે ડિવિઝન ટુમાં યોર્કશાયર સામે અણનમ 170 રન બનાવ્યા હતા
પહેલી વખત ફાઇનલમાં પંહોચ્યું ઓસ્ટ્રેલિયા
ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો 7 જૂનથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCની ફાઈનલમાં સામસામે ટકરાશે. જણાવી દઈએ કે સતત બીજી વખત આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવનાર ભારતીય ટીમના ખેલાડીઓ હાલમાં IPLમાં વ્યસ્ત છે. બીજી તરફ સ્ટીવ સ્મિથ સહિત ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ હાલમાં કાઉન્ટી ક્રિકેટ રમીને ભારત સામેની મેચની તૈયારી કરી રહ્યા છે. એવામાં વિશ્વના નંબર વન ટેસ્ટ બેટ્સમેન માર્નસ લાબુશેને રોહિત શર્મા અને તેની ટીમ માટે ખતરાની ઘંટડી વગાડી છે.
લાબુશે ફરી ફોર્મમાં પરત આવ્યો
જણાવી દઈએ કે માર્નસ લાબુશેન કાઉન્ટી ક્રિકેટમાં ગ્લેમોર્ગન તરફથી રમી રહ્યો છે. તેણે ડિવિઝન ટુમાં યોર્કશાયર સામે અણનમ 170 રન બનાવ્યા હતા. આ જમણા હાથના બેટ્સમેને પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા લાબુશેને આ જ ટૂર્નામેન્ટમાં 64 અને 65 રન બનાવ્યા હતા. એવામાં હવે જોતાં એવું લાગે છે કે લાબુશેને પોતે ફોર્મમાં હોવાના સંકેત આપ્યા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારા સસેક્સ તરફથી રમી રહ્યો છે જે ટીમમાં સ્ટીવ સ્મિથ છે.
લાબુશેનનું બેટ જોરદાર રન બનાવી રહ્યું છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાયેલી 4 મેચની ટેસ્ટ સીરિઝમાં માર્નસ લાબુશેનનું બેટ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યું નહતું. એ મસીએ તે માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો હતો. હવે જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ શરૂ થવાને એક મહિનો બાકી છે, ત્યારે લાબુશેનનું બેટ ઘણા રન બનાવી રહ્યો છે.
— Marnus Labuschagne (@marnus3cricket) March 8, 2023
પહેલી વખત ફાઇનલમાં પંહોચ્યું ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ વખત ડબલ્યુટીસીની ફાઇનલમાં પહોંચી છે જ્યારે ભારતીય ટીમ પ્રથમ વખત ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે પરાજય પામી હતી. આ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ ઈજાના કારણે બહાર છે જ્યારે આ પહેલા જસપ્રીત બુમરાહ પણ બહાર થઈ ચૂક્યા છે. આ સાથે જ ઝડપી બોલર જયદેવ ઉનડકટ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે.