બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / AUS Vs AFG: Sachin Gives Afghanistan Guru Mantra Of Victory, Watch Video

AUS Vs AFG / સચિન તેંડુલકરે અફઘાનિસ્તાનને આપ્યો વિજયનો ગુરુ મંત્ર, બગાડી શકે છે ઓસ્ટ્રેલિયાનું સમીકરણ, જુઓ વીડિયો

Megha

Last Updated: 10:24 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલીયા અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે અફઘાનિસ્તાનને જીત માટે ગુરુ મંત્ર આપ્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

  • સચિન તેંડુલકરે અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાથે મુલાકાત કરી 
  • સચિન તેંડુલકરે અફઘાનિસ્તાનની જીત માટે ગુરુ મંત્ર આપ્યો 
  • રાશિદ ખાને કહ્યું કે 'આ દરેક માટે ખાસ ક્ષણ છે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ગ્લોબલ એમ્બેસેડર સચિન તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની આગામી વર્લ્ડ કપ 2023 મેચ પહેલા અફઘાનિસ્તાન ટીમ સાથે મુલાકાત કરી હતી. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને અત્યાર સુધીમાં અનેક અપસેટ સર્જ્યા છે અને સેમિફાઇનલમાં પહોંચવા માટે પોતાને પ્રબળ દાવેદાર પણ છે. 

સચિન તેંડુલકરે અફઘાનિસ્તાનને જીત માટે ગુરુ મંત્ર આપ્યો
સાથે જ ઓસ્ટ્રેલીયા અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે અફઘાનિસ્તાનને જીત માટે ગુરુ મંત્ર આપ્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચના એક દિવસ પહેલા સચિન ટ્રેનિંગ સેશન દરમિયાન અફઘાનિસ્તાન પહોંચ્યો હતો અને ઘણા અફઘાન ખેલાડીઓ સાથે વાત કરી હતી. સૌથી પહેલા તો સચિને આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે અફઘાનિસ્તાનના તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા છે, ત્યારબાદ સચિને આગામી મેચ માટે પણ શુભેચ્છા પાઠવી હતી.

રાશિદે કહ્યું કે આ એક સપના જેવું છે
અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કહ્યું કે 'આ દરેક માટે ખાસ ક્ષણ છે. તેને (સચિન તેંડુલકર)ને અહીં વાનખેડે ખાતે ખૂબ જ ખાસ પ્રસંગે મળવું, મને લાગે છે કે તે એક અલગ જ અનુભૂતિ છે. અલબત્ત તેનાથી ટીમના લોકોને ઘણી સકારાત્મક ઉર્જા મળી છે. ઘણા ખેલાડીઓ માટે, તેને મળવું એક સપનું હોય છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે સચિન તેંડુલકર અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાથે વાત કરી રહ્યો છે. આ દરમિયાન સ્પિન ઇકોનોમિક બોલર રાશિદ ખાન સિવાય પણ ઘણા ખેલાડીઓ હાજર છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓના ટ્રેનિંગ સેશન દરમિયાન આવ્યા હતા અને વર્લ્ડ કપમાં અત્યાર સુધી મળેલી સફળતા માટે અમને અભિનંદન આપ્યા હતા.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ