બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / attempt to over turn rajdhani express train by placing cement pole on railway track near atul railway station in valsad

હોનારત ટળી / વલસાડમાં પાટાં પર સિમેન્ટનો થાંભલો મૂકી અગસ્તક્રાંતિ એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું, ટ્રેન અથડાઇ પછી...

ParthB

Last Updated: 08:40 AM, 15 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે કેટલાક ટિકળખોરોએ  સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક ઉપર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો.

  • વલસાડ અને અતુલ વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના ટળી  
  • ટિકળખોરોએ રેલવે ટ્રેક ઉપર સિમેન્ટનો થાંભલો મુક્યો 
  • અગસ્તક્રાંતિ એક્સપ્રેસ થાંભલા ઉપરથી પસાર થઈ  

બનાવની જાણ થતા જ સુરત રેન્જ DG સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો  

વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે  કેટલાક ટિકળખોરોએ  સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક ઉપર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારી, સુરત રેન્જ DG સહિત વલસાડ પોલીસ અને રેલવેની GRP અને RPF સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનને 5 મિનિટ લેટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ટ્રેન સહિત તમામ યાત્રિકો સુરક્ષિત છે.

ટિકળખોરોએ રેલવે ટ્રેક ઉપર સિમેન્ટનો થાંભલો મુક્યો  

શુક્રવારે વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી.અતુલ રેલ્વે સ્ટેશન નજીક કેટલાક ટિકળખોરોએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટ નો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી. દરમિયાન આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા દુર ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલક એ તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પોહચ્યા હતા.ઘટના સ્થળનું નીરક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડ ને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઘટના બાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી 

આ ઘટના બાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. તેમજ રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈ ને પિલર ફેંકાઈ ગયો હતો.પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખુબજ મોટી દુર્ઘટના બનવાની પુરે પુરી શક્યતા હતી. ત્યારે હાલ તંત્ર અને પોલીસ અધિકારીઓ પિલર મૂકનાર ને શોધવા માટે તડામાર પ્રયત્નો કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ