બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Attempt to bring Shivaji Maharaj's sword 'Jagdamba' from Britain to India

કવાયત / શિવાજી મહારાજની તલવાર 'જગદંબા' બ્રિટનથી ભારત લાવવાના પ્રયાસ, મંત્રીએ આપ્યું મોટું નિવેદન

Priyakant

Last Updated: 12:21 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sword of Shivaji Maharaj News: મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન બ્રિટનની મુલાકાત લેશે અને ત્યાં 17મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવાયેલી તલવારને પરત મેળવવાનો પ્રયાસ કરશે

  • શિવાજી મહારાજની તલવાર 'જગદંબા' બ્રિટનથી ભારત લાવવાના પ્રયાસ શરૂ 
  • મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવાર બ્રિટનની મુલાકાત લેશે
  • શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવાયેલી તલવારને પરત મેળવવાનો પ્રયાસ કરશે

શિવાજી મહારાજની તલવાર 'જગદંબા' બ્રિટનથી ભારત લાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવાર જણાવ્યું હતું કે, તેઓ આવતા મહિને બ્રિટનની મુલાકાત લેશે. જ્યાં તેઓ 17મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવાયેલી તલવારને પરત મેળવવાનો પ્રયાસ કરશે. મુનગંટીવાર આ અંગે આવતા મહિને બ્રિટન જશે.

હારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે, તેઓ જૂનમાં યુકેની મુલાકાત લેશે અને એમઓયુને અંતિમ સ્વરૂપ આપવા અને આગળની કાર્યવાહી નક્કી કરવા મામલાને આગળ વધારવાનો પ્રયાસ કરશે.

યુકેના ડેપ્યુટી હાઈ કમિશનર સાથે ચર્ચા 
મંત્રી મુનગંટીવારે કહ્યું, મેં અગાઉ જગદંબા તલવાર અને બાગ નાખાને અહીં લાવવા અંગે બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર સાથે ચર્ચા કરી હતી. અમે આ સંબંધમાં એક MOU પર પણ હસ્તાક્ષર કરી રહ્યા છીએ. મંત્રીએ કહ્યું કે, અમે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ વર્ષે 2 જૂનથી શરૂ કરીને રાજ્યભરમાં 100 થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિવાજી મહારાજના વંશજો અને અન્ય લોકોને કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવશે. 

બાગ નાખા શસ્ત્ર શું છે ? 
બાગ નાખા એક એવું શસ્ત્ર છે જે આંગળીઓના નાકમાં બેસીને ચોકસાઈ મુજબ બનાવવામાં આવે છે. તેમાં ચાર-પાંચ લોખંડના નખ વાઘના નખ જેવા તીક્ષ્ણ હોય છે. શિવાજી મહારાજે આ હથિયારનો ઉપયોગ બીજાપુર સલ્તનતના આદિલ શાહી વંશના સેનાપતિ અફઝલ ખાનને મારવા માટે કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ