બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / At what age women take the experience of sex, who like to enjoy company? government survey

SEX SURVEY / મહિલાઓ કઈ ઉંમરમાં લઈ લે છે શરીર સુખનો અનુભવ, કોનો સાથ માણવો ગમે? સરકારી સર્વેમાં થયા ખુલાસા

Hiralal

Last Updated: 04:05 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ભારતીય પુરુષો અને મહિલાઓની સેક્સ લાઈફને લઈને મહત્વના ખુલાસા થયા છે.

  • ભારતીયોની સેક્સ લાઈફને લઈને મહત્વના ખુલાસા
  • નેશનલ ફેમિલી હેલ્થ સર્વે સામે આવી વિગતો
  • 58 ટકા મહિલાઓએ 20 વર્ષની ઉંમરે પહેલી વખત સેક્સ માણ્યું 

ઈન્ડિયન નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના લેટેસ્ટ ડેટા પરથી જાણવા મળે છે કે ભારતમાં લોકો નાની ઉંમરમાં જ સેક્સ કરી રહ્યા છે. 39 ટકાથી વધુ ભારતીય મહિલાઓએ 18 વર્ષની ઉંમર પહેલાં સેક્સ માણ્યું છે.25-49 વર્ષની વયજૂથમાં 10 ટકા લોકોએ કહ્યું હતું કે તેમણે 15 વર્ષની ઉંમર પહેલાં જાતીય સંબંધો બાંધ્યા હતા. 

20 વર્ષની ઉંમરે પહેલી વખત સેક્સ
સર્વે મુજબ ભારતીય મહિલાઓએ 18 વર્ષની ઉંમર પહેલા પહેલીવાર સેક્સ માણ્યું હતું. 58 ટકા મહિલાઓએ 20 વર્ષની ઉંમરે પહેલી વખત સેક્સ માણ્યું હતું. તેની સામે પુરુષોએ સરેરાશ 24 વર્ષની ઉંમરે પહેલીવાર સેક્સ માણ્યું હતું, જે મહિલાઓ કરતા પાંચ વર્ષ મોડું છે. એક ટકા પુરુષોએ 15 વર્ષની ઉંમર પહેલા પહેલી વખત સેક્સ માણ્યું હતું અને 7 ટકા પુરુષોએ 18 વર્ષની ઉંમર પહેલા સેક્સ માણ્યું હતું.

સ્ત્રીઓની સેક્સ લાઈફ આવી સામે 
15 થી 19 વર્ષની 1.2 ટકા મહિલાઓએ 15 વર્ષની ઉંમરે સેક્સ માણવાની કબૂલાત કરી છે. 20 થી 24 વર્ષની 3.4 ટકા મહિલાઓએ 15 વર્ષની વયે  30 થી 34 વર્ષની 9.7 ટકા મહિલાઓએ 15 વર્ષની ઉંમરે, 35 થી 39 વર્ષની 3 ટકા મહિલાઓએ 15 વર્ષની ઉંમરે પ્રથમ સંભોગ કર્યો હોવાની કબૂલાત કરી હતી. 

નાની ઉંમરે સેક્સ કરવાનું કારણ 
ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચેના જાતીય સંબંધોમાં બહુ મોટો તફાવત જોવા મળ્યો હતો. આ તફાવતનું સૌથી મોટું કારણ લગ્નની ઉંમર છે. આંકડા દર્શાવે છે કે મહિલાઓ નાની ઉંમરમાં જ લગ્ન કરી લે છે, તેથી મહિલાઓ નાની ઉંમરમાં જ સેક્સ કરે છે. ઈન્ડિયન નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશના મોટા ભાગમાં હજુ પણ લગ્ન પહેલા સેક્સ પર પ્રતિબંધ છે. એટલે પુરુષો પણ લગ્ન પહેલાં સંબંધ બાંધવામાં અચકાય છે. જુદા જુદા રાજ્યોના આંકડા નીચે મુજબ છે.

ઉત્તર ભારતીયો જાતીય રીતે વધુ સક્રિય 
ડેટા બતાવે છે કે દક્ષિણ ભારતીયો કરતા ઉત્તર ભારતીયો વધુ સક્રિય જાતીય જીવન જીવે છે. હરિયાણા, પંજાબ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં 55 ટકાથી વધુ પુરુષો અને મહિલાઓએ સર્વેના ચાર અઠવાડિયામાં સેક્સ માણ્યું હોવાનું જણાવ્યું હતું. અન્ય રાજ્યો કે જ્યાં મોટાભાગના લોકોએ સક્રિય લૈંગિક જીવનની જાણ કરી હતી તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન હતા.

પુરુષો કરતાં સ્ત્રીઓ સેક્સ્યુઅલી વધુ એક્ટિવ 
ઈન્ડિયન નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય સ્તરે 47 ટકા પુરુષો અને 48 ટકા મહિલાઓએ છેલ્લા ચાર સપ્તાહમાં સેક્સ માણવાની વાત સ્વીકારી હતી. આ આંકડા સંપૂર્ણપણે વાતચીત પર આધારિત હતા.સેક્સ્યુઅલી એક્ટિવ હોવાની કબૂલાત કરનારા સિંગલ પુરુષોનું પ્રમાણ 3 ટકા હતું. જેણે 4 અઠવાડિયા પહેલા સેક્સ કરવાની વાત સ્વીકારી હતી. સિંગલ મહિલાઓમાં આ આંકડો 1 ટકાથી પણ ઓછો છે. પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં સેક્સ્યુઅલી એક્ટિવ પુરુષોનું પ્રમાણ પ્રમાણમાં 5 ટકાથી વધુ છે. જે અન્ય રાજ્યો કરતા વધારે છે.

મહિલાઓ-પુરુષોને કોની કોની સાથે સેક્સ માણવાનું ગમે 
સેક્સ માણનારા 12 ટકા સિંગલ પુરુષોએ પરિચિતો સાથે સેક્સ માણ્યું હોવાનો અહેવાલ આપ્યો હતો. જ્યારે આવા 6 ટકા પુરુષોએ સેક્સ વર્કર સાથે સંબંધ હોવાનો અહેવાલ આપ્યો હતો. સિંગલ મહિલાઓમાં આવા આંકડા ઓછા જોવા મળ્યા હતા. મહિલાઓના એક વર્ગે સ્વીકાર્યું કે તેઓ તેમના પરિચિતો સાથે સંભોગ કરે છે.નેશનલ હેલ્થ સર્વેમાં એવું પણ જણાવાયું છે કે ગ્રામીણ મહિલાઓની તુલનામાં  શહેરી મહિલાઓ લગભગ બે વર્ષ મોડી સેક્સ કરે છે. શહેરી મહિલાઓએ સરેરાશ 20 વર્ષની ઉંમરે પ્રથમ સંબંધ બાંધ્યો હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓએ 18 વર્ષની વયે સેક્સ માણ્યું હતું. શિક્ષિત મહિલાઓએ અશિક્ષિત મહિલાઓની તુલનામાં પહેલીવાર લેટ સેક્સ કર્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં છોકરીઓ 12મા પછી લગ્ન કરી લે છે અને સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ