બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / At night the terror of anti-social elements increased in Ahmedabad

તોડફોડ / અમદાવાદ પોલીસ સાંભળો! 20 લોકોની ગેંગે આવીને હોકી-તલવારથી તોડફોડ કરી અનેક લોકોને માર્યો માર

Kiran

Last Updated: 05:20 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નિર્ણયનગરમાં ધાક જમાવતા અસામાજિક તત્વો બાઇક પર તલવાર લઈને નીકળ્યા, અનેક વાહનોને તોડ્યા, 20થી વધુ વાહનને નુકશાન, સામાન્ય નાગરિકોને માર્યો માર

  • અમદાવાદમાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક
  • પાર્ક કરેલા વાહનોની સાથે ATMમાં પણ તોડફોડ
  • લાકડી, હોકી અને તલવારથી કરી વાહનોમાં તોડફોડ

અમદાવાદ શહેર હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ગત મોડી રાત્રે અસામાજિક તત્વોએ શહેરના નિર્ણય નગર વિસ્તારને જાણે બાનમાં લીધું હોય તેમ ખુલ્લેઆમ હાથમાં લાકડી, હોકી, તલવાર લઈને ફરી રહ્યા હતા. આ આવારા શખ્સો દ્વારા શહેરમાં તોડફોડ કરી આતંક મચાવવામાં આવ્યો હતો.  આ અસામાજિક તત્વોએ શહેરમાં પાર્ક કરેલા વાહનોની સાથે ATMમાં પણ તોડફોડ કરી હતી. સ્થાનિકોના મતે 20થી વધુ લોકો બાઈક ઉપર આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં શહેરમાં અનેક લોકોને માર પણ માર્યો જેથી કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 



નિર્ણયનગર વિસ્તારમાં રાત્રે અસામાજિક તત્વોની તોડફોડ

મહત્વનું છે શહેરમાં સબ સલામતનો દાવો કરતી પોલીસ સાવ નિષ્ક્રિય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે શહેરમાં સામાન્ય નાગરિકોનો જીવ અધ્ધર કરી દેનાર અસામાજિક તત્વો સામે કેમ પોલીસ કોઈ નક્કર પગલા ભરવામાં આવતા, કેમ કાયદો અને વ્યવસ્થાના સરેઆમ ધજાગડા ઉડાવવામાં આવી રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ધીમે ધીમે અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, અવાર નવાર હત્યા, અપહરણ, લૂંટ દુષ્કર્મ જેવા ગુનાઓ સામે આવે છે ત્યારે પોલીસ મૌન બનીને બેસી રહી હોય તેવું લાગી રહ્યું છે. 

લાકડી, હોકી અને તલવારથી કરી તોડફોડ

અમદાવાદના નારણપુરના નિર્ણયનગરમાં રવિવારે ધાક જમાવતા અસામાજિક તત્વો બાઇક પર તલવાર લઈને નીકળ્યા હતા અને આતંક મચાવ્યો હતો અને બાઇક પર નીકળેલા લોકો ચિચિયારીઓ પાડતા અનેક વાહનોની તોડફોડ કરી જે બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે વાડજ પોલીસે ગુનો નોંધી અજાણ્યા લોકોને પકડવા કવાયત હાથ ધરી છે. મોડી રાતે નિર્દોષ લોકોની મિલકતને નુકસાન કરવા તેમજા સામાન્ય લોકોને માર મારવો સહિતના ગુનો નોંધી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં આતંક મચાવતી ઘટના બની છે તેની પાછળ બેફામ રીતે દારૂનું વેચાણ અને સ્થાનિક પોલીસ જવાબદાર છે. જેના કારણે સ્થાનિક લોકોને આગામી દિવસોમાં મુસીબતનો સામનો કરવો પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ