બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / at Harikota ISRO launched two satellites of Singapore

ગર્વ / અંતરિક્ષમાં ફરી ભારતનો દબદબો: ISROએ લોન્ચ કર્યા સિંગાપુરના બે સેટેલાઇટ, જાણો ખાસિયતો

Kishor

Last Updated: 04:24 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISROએ  વધુ એક સફળતા મેળવી હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી સિંગાપુરના બે સેટેલાઇટ લોન્ચ કર્યા છે.

  • ISROએ  વધુ એક સિદ્ધિ પોતાને નામ કરી
  • સિંગાપુરના બે સેટેલાઇટ લોન્ચ કરવામાં મેળવી સફળતા
  • હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યા ઉપગ્રહ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ  વધુ એક સિદ્ધિ પોતાને નામ કરી છે. આજે શનિવારે (22 એપ્રિલ)ના રોજ ઈસરોએ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) લોન્ચ કરવામાં સફળતા મેળવી છે. આ રોકેટે સિંગાપુરના બે મોટા ઉપગ્રહ અને ઇન હાઉસ પ્લેટફોર્મ સાથે ઉડાન ભરી હતી. મહત્વનું છે કે પીએસએલવી c55 મિશનને આંધ્રપ્રદેશમાં આવેલ શ્રી હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યુ હતું. જે બપોરે 2:19 કલાકે લોન્ચ થયું હતું. PSLV ની આ 57 મી ઉડાન છે અને PSLV કોર. અલોન કન્ફ્રીગરેશનના ઉપયોગ કરનારું આ 16મુ મિશન છે. જેને ઇસરો દ્વારા TLEOS -2 નામ અપાયું છે.


ઇસરોએ ટ્વિટર હેન્ડલ પર ઉપગ્રહોના લોન્ચિંગ મામલે આપી માહિતી

આ ગૌરવંતી સિદ્ધિને લઈને ઇસરો દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર સિંગાપુરના બે ઉપગ્રહોના લોન્ચિંગ મામલે માહિતી આપી હતી. જેમાં ઇસરો દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલ વિગત અનુસારશનિવારે શ્રી હરિકોટા ખાતેથી પીએસએલવી રોકેટ pslv c 55 સિંગાપુરના 741 કિલોના ઉપગ્રહ અને TeLEOS-2, lumilite-4 ને અંતરિક્ષમાં મોકલશે.

જાણો બને ઉપગ્રહની ખાસિયત

સિંગાપોરની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી દ્વારા TeLEOS-2 ને તૈયાર કરવામાં આવ્યો છે અને તે એક રડાર ઉપગ્રહ છે. જેમાં સિન્થેટિક એપર્ચર રડાર મોકલાશે.પરિણામે જેના મારફતે દિવસ-રાત હવામાનની ચોક્કસ માહિતી આપવામાં આવશે.જયારે લોન્ચ કરવામાં આવેલ અન્ય એક LUMELITE-4 એ 16 કિલો વજન ધરાવતો અદ્યતન ઉપગ્રહ છે. જેના મારફતે ઉચ્ચ આવૃત્તિ અને ડેટા વિનિમય પ્રણાલીને દર્શાવવા માટે બનાવાયો છે. આ ઉપગ્રહ સિંગાપોરની ઈ-નેવિગેશન સમુદ્રી સુરક્ષા સલામતીને પ્રોત્સાહન આપવા માટે બનાવાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ