બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / at Google IO 2023 event Google new ai features for android and search announced

Google I/O 2023 / Google એ એક બાદ એક કર્યા અનેક મોટા એલાન : AI ના કારણે બદલાઈ જશે એક્સપિરિયન્સ, આ રીતે કામ કરશે BARD

Arohi

Last Updated: 12:00 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google I/O 2023: થોડા સમય પહેલા ગુગલના સીઈઓએ એઆઈ પર ચિંતા જાહેર કરી હતી પરંતુ હવે ગુગલ ઈન્વેટમાં કંપનીએ પોતાના ઘણા એપ્સ અને સર્વિસમાં એઆઈને ઈન્ટીગ્રેટ કરવાની જાણકારી આપી છે.

  • AI ના કારણે બદલાઈ જશે એક્સપિરિયન્સ
  • Google એ કર્યા અનેક મોટા એલાન
  • જાણો કઈ રીતે કામ કરશે BARD

Googleના CEO સુંદર પીચાઈએ થોડા સમય પહેલા જ એઆઈને લઈને ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ હવે Google IO Event 2023માં આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગુગલના હવે ઘણા પ્રોડક્ટ્સમાં તમને AIનો સપોર્ટ જોવા મળશે. 

AI snapshots
ગુગલ સર્ચનો ઉપયોગ તો આપણે બધા દરરોજ કંઈકને કંઈક સર્ચ કરવા માટે કરીએ છીએ પરંતુ હવે ગુગલ સર્ચને મોટુ અપડેટ મળવાનું છે જેને એઆઈ સ્નેપશોર્ટ કહેવામાં આવ્યું છે. આ નવા ફિચરને સર્ચ જનરેટિવ એક્સપીરિયન્સ નામ આપવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી તમને સર્ચ રિજલ્ટના ઉપર એઆઈ પાવર્ડ આંસર જોવા મળશે. 

તમારા લોકોની જાણકારી માટે જણાવી દઈએ કે એઆઈ સ્નેપશોર્ટ ગુગલના લેંગ્વેજ મોડલનું અપડેટેડ વર્જન છે. જણાવી દઈએ કે આ નવું મોડલ ગુગલની 25 સર્વિસમાં મળશે જેમાં કપનીનું એઆઈ ચેટબોટ Bard પણ શામેલ છે. 

ગુગલનું AI બોટ થયું દરેક માટે ઉપલબ્ધ 
AI ચેટબોટને લઈને ગુગલે જાહેરાત કરી છે કે હવે આ ચેટબોટ દરેક માટે ઉપલબ્ધ છે. પછી તમે વેટલિસ્ટમાં શામેલ હોય કે નહીં. તે ઉપરાંત તમને નવો ડાર્ક મોડ અને વિઝુઅલ સર્ચ ફિચર મળશે. 

એન્ડ્રોયડમાં મળશે AI પાવર્ડ કસ્ટમાઈઝ ઓપ્શન 
ફક્ત ગુગલ સર્ચમાં જ એઆઈને એન્ટીગ્રેટ નથી કરવામાં આવી રહ્યું પરંતુ ગુગલે આ વાતની પણ જાહેરાત કરી છે કે કંપની એન્ડ્રોયડ યુઝર્સ માટે પણ નવા એઆઈ પાવર્ડ ફીચર્સને લઈને આવી રહી છે. તેમાંથી એક ફીચર હશે મેજીક કંપોઝ. તે ઉપરાંત તમે એઆઈની મદદથી પોતાનું વોલપેપર ક્રિએટ કરી શકશો. 

Workspace Appsમાં આવશે Duet AI ફિચર 
ગુગલ ઈવેન્ટમાં કંપનીએ પોતાના ઘણા ગુગલ વર્કસ્પેસ પ્રોડક્ટ્સ જેવા કે જીમેલ, ડોક્સ વગેરે માટે Duet AI ફિચરને લઈને આવવાની જાહેરાત કરી છે. તમે પણ જો મોબાઈલમાં જીમેલનો ઉપયોગ કરો છો તો ડુએટ એઆઈ ફિચર તમારા ઈમેલને એન્હાંસ કરવાનું કામ કરશે. 

આ ફિચર તમારા પ્રોફેશનલ રિપ્લાય તૈયાર કરવામાં મદદ કરશે. તેની સાથે જ ગુગલે એ પણ જણાવ્યું છે કે કંપની આવા ફિચર્સ પર કામ કરી રહી છે જેની મદદથી અમુક સિંપલ કમાન્ડ દ્વારા પુરા ઈમેલને લખી શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ