બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / astrology personality by zodiac sign people who made mistakes

એસ્ટ્રોલોજી / ભૂલો કરવામાં નંબર વન હોય છે આ રાશિના જાતકો, રિલેશનશીપમાં પણ હોય છે અસ્થિર, પોતે જ કરાવે છે પોતાનું નુકસાન

Manisha Jogi

Last Updated: 04:24 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અન્ય લોકોની ભૂલમાંથી પણ સબક શીખો અને સફળ બનો. અમીર અને સફળ વ્યક્તિઓ ભૂલમાંથી શીખે છે તથા અન્ય વ્યક્તિની ભૂલમાંથી પણ શીખે છે જેથી નુકસાન થતું નથી.

  • ભૂલમાંથી સબક શીખો અને સફળ બનો
  • આ રાશિના જાતકો વારંવાર ભૂલ કરે છે
  • પોતાનું જ નુકસાન કરી બેસે છે

આચાર્ય ચાણક્ય જણાવે છે કે, ભૂલો કરીને શીખવા માટે જીવન ખૂબ જ નાનું છે. અન્ય લોકોની ભૂલમાંથી પણ સબક શીખો અને સફળ બનો. અમીર અને સફળ વ્યક્તિઓ ભૂલમાંથી શીખે છે તથા અન્ય વ્યક્તિની ભૂલમાંથી પણ શીખે છે જેથી નુકસાન થતું નથી. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેઓ વારંવાર ભૂલ કરે છે, પરંતુ તેમાંથી સબક લેતા નથી. આ કારણોસર પોતાનું જ નુકસાન કરી બેસે છે. 

પોતાના જ દુશ્મન બનતા રાશિના જાતકો
મેષ (Aries):
 
આ રાશિના જાતકો કામ કરતા અથવા બોલતા પહેલા વિચારતા નથી. આ કારણોસર મુસીબતમાં ફસાઈ જાય છે. ભૂલ થયા પછી વર્તન પણ એવું હોય છે કે, કંઈ થયું નથી. વારંવાર ભૂલ કરે છે અને તેનું પરિણામ પણ ભોગવે છે. 

મિથુન (Gemini): 
 આ રાશિના જાતકો હંમેશા મુશ્કેલીમાં રહે છે. જેના કારણે અનેક વસ્તુઓમાં હાથ અજમાવે છે. આ કારણોસર એક જગ્યાએ ટકીને કામ કરતા નથી અને પોતાનું જ નુકસાન કરે છે. સંબંધ બાબતે તેમનો વ્યવહાર પણ અસ્થિર રહે છે. 

કર્ક (Cancer): 
આ રાશિના જાતકો ખૂબ જ અનુશાસિત હોય છે, પરંતુ લોકોને ઓળખવામાં ભૂલ કરી શકે છે અને પોતાનું જ નુકસાન કરાવે છે. આ વ્યક્તિઓ કોઈપણ પણ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. જેના કારણે છેતરપિંડી થયા બાદ પણ બદલાતા નથી. 

કુંભ (Aquarius): 
કુંભ રાશિના જાતકો  ખૂબ જ જિદ્દી હોય છે અને કોઈની પણ વાત માનતા નથી. જેથી તેઓ સારી સલાહ પણ નજરઅંદાજ કરે છે, જે તેમના પણ ફાયદાકારક હોય છે. ઈગોને કારણે પોતાના મનનું ધાર્યું જ કરે છે અને પછી નુકસાન ભોગવવું પડે છે. 

મીન (Pisces): 
આ રાશિના જાતકો દિલના મામલે ખૂબ જ ગરબડ કરી શકે છે. લવ લાઈફ અને મેરિડ લાઈફમાં અનેક મુશ્કેલીઓ આવે છે. પ્રેમના મામલે તેમના વર્તનને કારણે જ તેમને નુકસાન થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ