બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / astro tips for lord shani upaay shani blessing for happiness and money

Shaniwar Upay / આજે શનિવારે ભૂલ્યા વગર કરી લેજો આ ખાસ કામ, સાડાસાતીના કષ્ટ અને શનિના પ્રકોપથી મળશે છુટકારો

Kishor

Last Updated: 07:13 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યાયના દેવતા અને કર્મના દંડ દેનાર શનિદેવની સાડાસાતીની પરેશાનીથી બચવા અને સમસ્યા દુર કરવા આટલા ઉપાય જરૂર અનુસરવા જોઈએ.

  • હિન્દુ ધર્મમાં શનિ ગ્રહને પૂજાય છે ન્યાયના દેવતા અને કર્મના દંડ દેનાર 
  • શનિદેવની કૃપા મેળવવા આટલું કરો
  • આ ઉપાયથી શનિદેવની ઉપાધિમાંથી ઉગરી શકશો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની માનવ જીવન પર ખૂબ જ અસર પડતી હોય છે. તેમાં પણ નવ ગ્રહોમાંથી શનિદેવની વાત આવે ત્યારે લોકોના મનમાં સનસનાટી મચી જાતી હોય છે. કારણ કે કુંડળીમાં તેની સાથે જોડાયેલા દોષને કારણે વ્યક્તિને અનેક પ્રકારની યાતનાનો સામનો કરવાની નોબત આવતી હોય છે. હિન્દુ ધર્મમાં શનિ ગ્રહને ન્યાયના દેવતા અને કર્મના દંડ દેનાર તરીકે પૂજવામાં આવે છે. રાજા હોય કે રંક હોય શનિદેવની સાડાસાતી તેમના પર જરૂર આવતી હોય છે. ત્યારે આજે શનિદેવના સાડાસાતીની  પરેશાની દૂર કરવાના ઉપાયો વિશે જાણીએ!

બીજો તબક્કો વધુ પીડાદાયક માનવામાં આવે છે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ વ્યક્તિને જીવનમાં અને જન્મકુંડળીમાં શનિ સંબંધી કોઈ સમસ્યા ઉદભવે છે. ત્યારે તેને આર્થિક, માનસિક અને શારીરિક એમ તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવતો હોય છે અને તે અઢી અને સાડા સાત વર્ષ સુધી ભોગવવી પડતી હોય છે. આ અધોગતિ ત્રણ તબક્કામાં આવતી હોવાનું પણ જ્યોતિષશાસ્ત્ર જણાવે છે. જેમાં પ્રથમ જમીન, મકાન કે મિલકત સંબંધી સમસ્યા જાગે છે. તો બીજો તબક્કો વધુ પીડાદાયક માનવામાં આવે છે અને તેમાં પૈસાની તંગી જોવા મળે છે તથા વગર કારણે વાદવિવાદ પણ ઉદભવે છે. એમ ત્રણ તબક્કા હોય છે. આ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા આટલું કરો.

 

  • દર શનિવારે શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ.
  • નજીકના શનિ મંદિરમાં સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો કરવો તથા લોખંડ, તેલ, કાળું કપડું અળદનું દાન કરવું.
  • શનિનીના કોપથી બચવા માટે સાતમુખી રુદ્રાક્ષ નિયમો અને નિયમો અનુસાર ધારણ કરવા.
  • શનિવારે પીપળના ઝાડને જળ અર્પણ કરો અને સાંજે ઝાડ નીચે દીવો કરવો જોઈએ.
  • હનુમાન ચાલીસાનો પાઠ કરો. તથા શનિવારના દિવસે દારૂ, માંસ, માછલી સેવન ન કરવું.
  • શનિદેવને પ્રસન્ન કરવા માટે સૂર્યદેવને દરરોજ જળ અર્પણ કરવું
  • વૃદ્ધ, ગરીબ, મજૂર અને લાચાર વ્યક્તિને મદદ કરવી તથા કીડીઓ અને માછલીઓને લોટ આપવો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ