બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Astounding work of chudi, women get free benefits by wearing it

બંગડીના બેનિફિટ / ચૂડીનું ચકિત થઈ જવાય તેવું કામ, પહેરવાથી મહિલાઓને મફતમાં મળી જાય છે આવા લાભ, ચોંકી જવાશે

Hiralal

Last Updated: 05:22 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂડી કે બંગડીઓ પહેરવાથી પણ મહિલાઓને ધાર્મિક અને શરીરના ઘણા લાભ મળે છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ બંગડીઓ પહેરવાનું ખૂબ મહત્વ છે.

  • હિન્દુ પુરાણ અને ધર્મગ્રંથોમાં મહિલાઓ માટે 16 શ્રંગારની વાત
  • હાથમાં ચૂડી કે બંગડીઓ પહેરવાથી ધાર્મિક અને શરીરના લાભ
  • બંગડીઓ પહેરવાથી લગ્ન જીવન સુખી રહે છે, પતિ-પત્ની વચ્ચે વધારે છે પ્રેમ 
  • બંગડીઓમાંથી નીકળતો અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે
  • બંગડીઓ પહેરવાથી ઘણા રોગો દૂર થાય છે 

હિન્દુ પુરાણ અને ધર્મગ્રંથોમાં મહિલાઓ માટે 16 શ્રંગારની વાત કરાઈ છે જેમાં સિંદૂર, મંગળસૂત્ર અને બંગડીઓનો સમાવેશ થાય છે. ભલે સમય બદલાયો હોય અને લોકોના કપડાં અને સ્ટાઈલ બદલાઈ ગઈ હોય, પરંતુ બંગડીઓનો ટ્રેન્ડ ગાયબ નથી થયો. બંગડીઓ પહેરવાને હજી પણ ધાર્મિક રિવાજોનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર લગ્ન બાદ મહિલાઓએ પોતાના હાથ ખાલી ન રાખવા જોઈએ. એટલે કે તેમણે હાથમાં બંગડીઓ પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ લગ્ન જીવનને ખુશ રાખે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારે છે.

 બંગડીઓમાંથી નીકળતો અવાજ ઘરમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે
જો વિવાહિત મહિલાઓ હાથમાં બંગડીઓ પહેરે છે તો તેમના પતિની ઉંમર વધી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં બંગડીઓ પહેરવાના ઘણા ફાયદા છે. એવું માનવામાં આવે છે કે બંગડીઓમાંથી નીકળતો અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ઘરમાં સુખ-શાંતિ વધારે છે. હિન્દુ પરંપરા અનુસાર જે ઘરમાં મહિલાઓ બંગડીઓ પહેરે છે ત્યાં કોઈ પણ વસ્તુની કમી નથી. આર્થિક તંગીથી પણ છૂટકારો મળે છે. 

હાથમાં ચૂડી કે બંગડીઓ પહેરવાના વૈજ્ઞાનિક લાભ પણ છે.
હાથમાં ચૂડી કે બંગડીઓ પહેરવાના બીજા પણ કેટલાક લાભ છે.  નિષ્ણાતો કહે છે કે બંગડીઓ પહેરવાથી સ્ત્રીઓમાં હૃદય અને શ્વસન રોગ ઓછો થાય છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કાંડાની નીચે 6 ઈંચ સુધીના એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે, જેને એક સાથે દબાવવામાં આવે તો શરીરના ઘણા રોગો દૂર થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે બંગડીઓ પહેરવાથી ત્વચા અને તેમની વચ્ચે ઘર્ષણ થાય છે. તેનાથી એનર્જી મળે છે. આ ઉર્જા બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલમાં રાખે છે. તેથી બંગડીઓ પહેર્યા બાદ મહિલાઓ વધુ એનર્જી અનુભવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ