બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election dates of 5 states including MP, Rajasthan will be announced today

BIG BREAKING / આજે MP, રાજસ્થાન સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું વાગશે બ્યુગલ, 12 વાગ્યે કરાશે તારીખોનું એલાન

Malay

Last Updated: 08:30 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની કરશે જાહેરાત, નવેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના પહેલા સપ્તાહ વચ્ચે યોજાશે ચૂંટણીઓ

  • આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની થશે જાહેરાત
  • બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચ જાહેરાત કરશે
  • રાજસ્થાન, મધ્યપ્રદેશમાં યોજાશે ચૂંટણી
  • છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં યોજાશે ચૂંટણી

Assembly Election 2023: લોકસભા પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બપોરે 12 કલાકે 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. નવેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના પહેલા સપ્તાહની વચ્ચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. લોકસભા પહેલા યોજાનાર વિધાનસભા ચૂંટણી લોકસભાની હવાની દિશા નક્કી કરશે.

ચૂંટણી પંચે કરી લીધી તૈયારી
પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તૈયારીઓ કરી લીધી છે. જે મુજબ છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે. ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો છે. 

આ 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી 
વર્ષ 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા. મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો છે. અહીં લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો છે. અહીં લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો છે. રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. અહીં લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે. તો તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.

ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આજે મહત્વની બેઠક, 5 રાજ્યોમાં વિધાનસભા  ચૂંટણીને લઇને થઇ શકે છે મોટું એલાન | election commission to meet health  secretary ...

શુક્રવારે યોજાઈ હતી ચૂંટણી પંચની મહત્વની બેઠક
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે શુક્રવારે રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાના નિરીક્ષકોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 5 રાજ્યોના લગભગ 900 ચૂંટણી નિરીક્ષકો સામેલ થયા હતા. બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર અને સિક્યુરીટી ઓબ્ઝર્વર પણ હાજર રહ્યા હતા. બેઠક દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર અને બંને ચૂંટણી કમિશનર પણ હાજર રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ