બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Asia's biggest 'Aero Show' will be held in Bengaluru

Aero India 2023 / આજે સમગ્ર વિશ્વ જોશે ભારતની તાકાત: બેંગલુરૂમાં યોજાશે એશિયાનો સૌથી મોટો ‘Aero Show’, PM મોદીના હસ્તે ઉદ્ઘાટન

Priyakant

Last Updated: 08:35 AM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ, 5 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમમાં ભારતની સંરક્ષણ ક્ષમતાને આગવી રીતે દર્શાવવામાં આવશે

  • બેંગલુરૂમાં આજે એશિયાનો સૌથી મોટો Air Show
  • વડાપ્રધાન મોદી આ કાર્યક્રમને ફ્લેગ ઓફ કરાવશે 
  • કાર્યક્રમમાં 29 દેશોના એર ચીફ, 73 CEO હાજરી આપશે 

એશિયાનો સૌથી મોટો એરો શો (Aero Show) કર્ણાટકમાં શરૂ થવા જઈ રહ્યો છે. વિગતો મુજબ વડાપ્રધાન મોદી આ કાર્યક્રમને ફ્લેગ ઓફ કરવાના છે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભારતની સંરક્ષણ ક્ષમતાને આગવી રીતે દર્શાવવામાં આવશે. નોંધનીય છે કે, કુલ 29 દેશોના એર ચીફ, 73 સીઈઓ પણ હાજરી આપવાના છે.

File Photo 

કર્ણાટકમાં એશિયાના સૌથી મોટા એરો શોને લઈ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એરો ઈન્ડિયાનો આ કાર્યક્રમ ભારતની સંરક્ષણ ક્ષમતાને મુખ્ય રીતે દર્શાવવા જઈ રહ્યો છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ કાર્યક્રમ દ્વારા ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ પણ કરવામાં આવશે. 

સૌથી મોટો એરો શો 
આ તરફ એવી માહિતી આપવામાં આવી છે કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો એરો શો બનવા જઈ રહ્યો છે. અહીં પણ આવતીકાલથી 15 ફેબ્રુઆરી સુધી સમગ્ર કાર્યક્રમ માત્ર બિઝનેસ પૂરતો જ સીમિત રહેશે, પરંતુ તે પછી 16 થી 17 ફેબ્રુઆરી સુધી સામાન્ય લોકો પણ અહીં આવીને કાર્યક્રમ નિહાળી શકશે.

File Photo 

કાર્યક્રમનું આયોજન ક્યાં ? 
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમનું આયોજન યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કુલ 98 દેશો ભાગ લેવાના છે, 32 દેશોના સંરક્ષણ મંત્રીઓ પણ હાજર રહેશે. આ સિવાય 809 ડિફેન્સ કંપનીઓ પણ આ પ્રોગ્રામમાં આવવાની છે, મોટી વાત એ છે કે, ઘણી સ્ટાર્ટ અપ કંપનીઓ પણ લોકોને નવી ટેક્નોલોજીથી માહિતગાર કરવા જઈ રહી છે.

File Photo 

નોંધનીય છે કે, આ કાર્યક્રમને લઈ ખાસ વાત એ પણ હશે કે, આ વખતે કાર્યક્રમમાં UAV સેક્ટરની વૃદ્ધિ, ભવિષ્યની અદ્ભુત ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવશે. એલસીએ તેજસ, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને પણ પ્રમોટ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ