બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / asian games india breaks his own record with 71 medals in hangzhou

રેકોર્ડ બ્રેક / એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, ખેલાડીઓએ 71 મેડલ જીતી લેતા તૂટી ગયો આ મહારેકોર્ડ

Arohi

Last Updated: 12:17 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asian Games 2023: ભારતે એશિયન ગેમ્સમાં સૌથી વધારે મેડલ જીતવાના મામલામાં પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતે જકાર્તામાં થયેલા એશિયન ગેમ્સ 2018માં 70 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતે પોતાનો જ રેકોર્ડ તોડતા 71 મેડલ જીતી લીધા છે.

  • એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ 
  • 71 મેડલ જીતી લેતા તૂટી ગયો આ મહારેકોર્ડ
  • ભારતે 71 મેડલ જીતી પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો 

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. હાંગઝોઉમાં ચાલતા એશિયન ગેમમાં ભારતે અત્યાર સુધી કુલ 71 મેડલ પોતાના નામે કરી લીધા છે. જેમાં 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 29 બ્રાન્ઝ મેડલ શામેલ છે.

એશિયન ગેમ્સમાં ભારતે રચી દિધો ઈતિહાસ
ભારતે એશિયન ગેમ્સમાં સૌથી વધારે મેડલ જીતવાના મામલામાં પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતે જકાર્તામાં થયેલા એશિયન ગેમ્સ 2018માં 70 મેડલ જીત્યા. આ વખતે ભારતે પોતાનો જ રેકોર્ડ તોડતા 71 મેડલ જીતી લીધા છે.

ભારતે 2018માં જકાર્તામાં થયેલા એશિયન ગેમ્સમાં કુલ 71 જીત્યા હતા. જકાર્તા એશિન ગેમ્સમાં ભારતે 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા. 

ભારતીય પુરૂષોનો કબડ્ડીમાં દબદબો
7 વખત ચેમ્પિયન ભારતે બુધવારે અહીં એશિયન ગેમની પુરૂષ કબડ્ડી મેચના ગ્રુપ એમાં થાઈલેન્ડના સામે 63-36થી જીત મેળવી હતી. જકાર્તામાં 2018માં બ્રોન્સ મેડલ જીતનાર ભારતીય ટીમની નજર એક વખત ફરી એશિયન ગેમના સિલ્વર મેડલ પર છે.

ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરતા મધ્યાંત સુધી 37-9ની બઢત બનાવી. ભારતને મેચની શરૂઆતમાં અમુક મિનિટોમાં જ થાઈલેન્ડની ટીમને પહેલી વખત ઓલ આઉટ કરી દીધી. ભારતે થોડા જ સમયમાં થાઈલેન્ડની ટીમને ઓલ આઉટ કરી દીધી. 

સંકળાયેલા મુદ્દાઓ

Hangzhou India asian games 2023 medals એશિયન ગેમ્સ 2023 asian games 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ