બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / asia cup will be starting from today

Asia Cup 2022 / ચાર વર્ષ પછી આજથી શરૂ થશે એશિયા કપનો મહાસંગ્રામ, સૌથી વધારે વખત ભારત બન્યું છે ચેમ્પિયન

Khevna

Last Updated: 09:34 AM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી એશિયા કપની શરૂઆત થઈ રહી છે. પહેલી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. 28 ઓગસ્ટનાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.

  • આજથી એશિયા કપની શરૂઆત 
  • 28 ઓગસ્ટનાં રોજ ભારત-પાકિસ્તાનની મેચ 
  • સૌની નજર રહેશે વિરાટ કોહલી પર 

આજથી એશિયા કપની શરૂઆત

એશિયા કપ ક્રિકેટની શનિવારથી શરૂઆત થવા જઈ રહી છે. પહેલો મુકાબલો શનિવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ગ્રુપ બીમાં રમવામાં આવશે. અફઘાનિસ્તાને પોતાની ગઈ પાંચ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી ત્રણમાં જીત મેળવી હતી. બીજી બાજુ શ્રીલંકાને પોતાની ગઈ પાંચ મેચોમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

28 ઓગસ્ટનાં રોજ ભારત-પાકિસ્તાનની મેચ 

જો ક્વોલિફાયર હોંગકોંગને છોડી દઈએ તો બાકી પાંચ ટીમો સાત વારની ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પ્રતિસ્પર્ધી ટીમને માત આપવામાં સક્ષમ છે. છ વર્ષ બાદ આ ટૂર્નામેન્ટ ટી 20 ફોર્મેટમાં થઈ રહી છે. તેનું પહેલું આયોજન શ્રીલંકામાં થવાનું હતું પણ આર્થિક સંકટને કારણે ત્યાં આયોજન થઈ શક્યું નહીં. 

ભારતીય ટીમનો પહેલો મુકાબલો 28 ઓગસ્ટના રોજ પાકિસ્તાન સામે હશે. સૌની નજર વિરાટ કોહલી પર રહેશે, જે ફોરમમાં પાછા ફરવા આતુર હશે. કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલનાં પ્રદર્શન પર પણ ફોકસ રહેશે. આ ટૂર્નામેન્ટમાં ફાસ્ટ બોલર જસપરીત બૂમરાહની ભારતીય ટીમમાં ખોટ વર્તાઇ શકે છે. 

પાકિસ્તાન દસ વર્ષથી નથી જીત્યું ખિતાબ 
ગયા 12 મહિનાઓમાં પાકિસ્તાને એક ટીમના રૂપમાં સારું પ્રદર્શન કર્યું છે. ટીમે છેલ્લે ખિતાબ દસ વર્ષ પહેલા જીત્યો હતો, જ્યારે આ વન ડે ફોર્મેટમાં રમવામાં આવ્યો હતો. ટીમને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની ખોટ પણ વર્તાઇ શકે છે જે ઇજાને કારણે હિસ્સો નહીં લઈ શકે. ટીમનાં કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પર ફોકસ રહેશે. મધ્યક્રમમાં અનુભવની અછત છે. 

અફઘાનિસ્તાનની ટીમ 

અફઘાનિસ્તાનની કપ્તાની મોહમ્મદ નબી કરી રહ્યા છે. ટીમમાં પોતાના સારા પોતાના કરતાં સારા રેન્કિંગની ટીમોને હરાવવાનું હુન્નર છે. સ્પિનર રાશિદ ખાન બીજી ટીમો માટે ખતરો સાબિત થઈ શકે છે. બેટિંગમાં અફઘાનિસ્તાને મહેનત કરવાની જરૂર છે. 

શ્રીલંકાની ટીમ 
શ્રીલંકાની  ટીમ પોતાના નવા કોચ ક્રિસ સિલ્વરવૂડનાં માર્ગદર્શનમાં ઉતરશે. ટીમમાં પ્રતિભાઓની ખોટ નથી. તેમની પાસે તક છે, જે આર્થિક સંકટમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, પોતાના દેશનાં લોકોનાં ચહેરા પર તેઓ હાસ્ય પાછું લાવી શકે છે.

બાંગ્લાદેશની ટીમ 

બાંગ્લાદેશની ટીમ સૌથી નાના ફોર્મેટમાં વિશ્વકપ બાદથી જ સંઘર્ષ કરી રહી છે. ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનાં રૂપમાં ટીમ માટે મોટો પડકાર છે. ભારતનાં પૂર્વ ક્રિકેટર એસ શ્રીરામ તેમના તકનીકી સલાહકાર બન્યા છે, જેમણે ઓસ્ટ્રેલીયાની ટીમ સાથે સ્પિન કોચનો અનુભવ પણ લીધો છે.

​​​​​​​

હોંગકોંગ 

ક્વોલિફાયર ટીમ હોંગકોંગ ચોથી વાર એશિયા કપમાં ભાગ લઈ રહી છે. ઓમાનમાં થયેલા ક્વોલિફાયરમાં તેણે સંયુક્ત આરબ અમીરાતને હરાવીને ટિકિટ મેળવી હતી. આ ટીમને ભારત અને પાકિસ્તાનનાં મુશ્કેલ ગ્રૂપમાં રાખવામાં આવી છે. 

ગ્રુપ એ: ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ 
ગ્રુપ બી: શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ