બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / asia cup virat kohli reveals he will play vs sri lanka also praises kl rahul indvspak

ક્રિકેટ / હવે 35નો થઈ રહ્યો છું...: શું શ્રીલંકા સામેની મેચ નહીં રમે વિરાટ કોહલી, ખુદ આપ્યો જવાબ

Manisha Jogi

Last Updated: 02:30 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ કે.એલ.રાહુલ સાથે ભાગીદારીનાં સારા રન કર્યા છે. કોહલી અને રાહુલે બંને મેચમાં સદી ફટકારી છે. કોહલી 122 રન સાથે અણનમ રહ્યો છે અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદગી કરવામાં આવી છે.

  • ભારતે પાકિસ્તાનને 228 રનથી હાર આપી
  • વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર બેટીંગ કરી
  • ‘હું આ વર્ષે 35 વર્ષનો થઈ જઈશ, તો...’

ભારતે પાકિસ્તાનને 228 રનથી હાર આપી છે. વિરાટ કોહલીએ એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર બેટીંગ કરી છે. વિરાટ કોહલીએ કે.એલ.રાહુલ સાથે ભાગીદારીનાં સારા રન કર્યા છે. કોહલી અને રાહુલે બંને મેચમાં સદી ફટકારી છે. કોહલી 122 રન સાથે અણનમ રહ્યો છે અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ કારણોસર વિરાટ કોહલી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. 

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચમાં બે દિવસ બેટિંગ કરી. 10 તારીખના રોજ વરસાદના કારણે મેચ રોકવામાં આવી અને 11 તારીખના રોજ મેચ રમવામાં આવી. વિરાટ કોહલી સતત ત્રીજા દિવસે આજે શ્રીલંકા સાથે બેટિંગ કરવાની રહેશે.

મેચ પછી વિરાટ કોહલીએ સંજય માંજરેકર સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘અમે તમામ ટેસ્ટ ક્રિકેટર છીએ. મેં 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. મને ખબર છે કે, બીજા દિવસે મેદાન પર તેવી રીતે ઉતરવું. હું આ વર્ષે નવેમ્બરમાં 35 વર્ષનો થઈ જઈશ, તો મારે તે બાબતે પણ ધ્યાન રાખવાનું રહેશે. હું ટીમને હંમેશા અલગ અલગ રીતે મદદ કરવા માટે તૈયાર રહુ છું. રાહુલે સારી શરૂઆત કરી અને મારું કામ માત્ર સ્ટ્રાઈક રોટેટ કરવાનું હતું. હું અને કે.એલ.રાહુલ કન્વેન્શનલ ક્રિકેટર્સ છીએ અને ફેન્સી વસ્તુ કરતા નથી, પરંતુ અમે સારા ક્રિકેટિંગ શોટ રમીને રન ફટકારીએ છીએ. ભારતીય ક્રિકેટ માટે સારી પાર્ટનરશીપ ખૂબ જ સારો સંકેત છે. તેમણે જે પ્રકારે વન ડે ક્રિકેટમાં વાપસી કરી, તે બાબતે હું ખૂબ જ ખુશ છું.’

વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે ત્રીજી વિકેટ માટે 233 રનની અણનમ ઈનિંગ રમી છે. એશિયા કપમાં આ સૌથી વધુ ભાગીદારી છે. કોહલીએ માત્ર 94 બોલ પર 122 રન ફટકાર્યા હતા. રાહુલે 106 બોલ પર 111 રનની ઈનિંગ રમી હતી. જેની મદદથી ભારતીય ટીમે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રન ફટકાર્યા છે અને ભારતીય બોલર્સે પાકિસ્તાનને 128 રન પર જ આઉટ કરી દીધું હતું. 

ખૂબ જ ઝડપથી 13 હજાર રન ફટકાર્યા
આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં 13 હજાર રનનો આંકડો પાર કરી લીધો હતો. કોહલીએ ખૂબ જ ઓછી મેચમાં આટલા રન ફટકાર્યા છે. વિરાટ કોહલીએ 267 ઈનિંગમાં 13 હજાર રન ફટકાર્યા છે, ત્યારપછી સચિન તેંડુલકરનું નામ આવે છે. સચિન તેંડુલકરે 32મી ઈનિંગ દરમિયાન આટલા રન ફટકાર્યા હતા. રિકી પોંટિંગે 341 ઈનિંગમાં 13 હજાર રન ફટકાર્યા હતા, કુમાર સંગકારાએ 363 ઈનિંગમાં અને સનથ જયસૂર્યાએ 416 ઈનિંગમાં 13 હજારથી વધુ રન કર્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ