બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ASIA CUP 2023 During the match against Bangladesh, King Kohli ran on the field with drinksVIDEO viral

ASIA CUP 2023 / બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ડ્રિંક્સ લઈને મજેદાર અંદાજમાં દોડતો મેદાન પર આવ્યો કિંગ કોહલી, VIDEO વાયરલ

Megha

Last Updated: 04:27 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીને બાંગ્લાદેશ સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે બ્રેક દરમિયાન ડ્રિંક્સ લઈને મેદાન પર રમુજી અંદાજમાં દોડતો જોવા મળ્યો હતો

  • કોહલી મેદાન પર હોય કે બહાર, તેની હાજરી દરેકનું ધ્યાન ખેંચે 
  • કોહલી બ્રેક દરમિયાન ડ્રિંક્સ લઈને મેદાન પર આવ્યો 
  • વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્તમાન સમયના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક છે. મેદાન પર હોય કે બહાર, તેની હાજરી દરેકનું ધ્યાન ખેંચે છે. એશિયા કપ 2023ના સુપર 4ની છેલ્લી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલા બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી.ટીમે 6 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 

કોહલી બ્રેક દરમિયાન ડ્રિંક્સ લઈને મેદાન પર આવ્યો 
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને આ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. મેચ દરમિયાન વિરાટ કોહલીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જેમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે બ્રેક દરમિયાન ડ્રિંક્સ લઈને મેદાન પર રમુજી અંદાજમાં દોડતો જોવા મળ્યો હતો. કોહલીની ફની સ્ટાઈલનો આ વિડીયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ
બાંગ્લાદેશની ઈનિંગની શરૂઆતમાં વિકેટો પડ્યા બાદ વિરાટ કોહલી વોટર બોય બનીને મેદાનમાં આવ્યો હતો. તેની સાથે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ પણ જોવા મળ્યા હતા.વિરાટ કોહલી હાથમાં બેગ લઈને જોવા મળે છે અને તે ખૂબ જ તોફાની રીતે ખેલાડીઓને ડ્રિંક આપવા માટે ડગઆઉટમાંથી બહાર આવતો જોવા મળે છે. વિરાટ કોહલીની આ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

બાંગ્લાદેશ સામે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલી ભારતીય ટીમે આ મેચ માટે પાંચ ફેરફાર કર્યા છે. તિલક વર્મા ODI ટીમમાં ડેબ્યૂ કરશે, જ્યારે સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર પ્લેઇંગ ઇલેવનમાં પરત ફર્યા છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ