બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Asia cup 2022 afghanistan vs bangladesh match afg win by 7 wickets

એશિયા કપ / AFG vs BAN: અફઘાનિસ્તાનનો જલવો, બાંગ્લાદેશને હરાવીને સુપર-4 માટે કર્યું ક્વૉલિફાઈ

Vishnu

Last Updated: 12:03 AM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાને અગાઉ શ્રીલંકાને હારાવ્યું હતું જે બાદ આજની મેચમાં બાંગ્લાદેશને કચડતા  સુપર-4 ક્વોલિફાયનો રસ્તો સાફ

  • બાંગ્લાદેશને હરાવીને સુપર-4 માટે કર્યું ક્વૉલિફાઈ
  • ગ્રુપ-બીમાં ટૉપ પર રહી અફઘાનિસ્તાન ટીમ
  • બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી

એશિયા કપ 2022માં અફઘાનિસ્તાનનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે. મંગળવારે શારજાહમાં રમાયેલા મુકાબલામાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી દીધું છે. 128 રનોના ટાર્ગેટને અફઘાનિસ્તાને સુપર-ચાર સ્ટેજ માટે ક્વોલિફાઈ કરનારી પહેલી ટીમ બની ગઇ છે.

અફઘાનિસ્તાનના સ્પિન બૉલર્સનો જલવો
અફઘાનિસ્તાનની જીતમાં તેના સ્પિન બૉલર્સની સાથ જ નઝીબુલ્લાહ જદરાજે મહત્વનો રોલ નિભાવ્યું. નજીબુલ્લાહે અંદાજિત 17 બૉલ પર 43 રન બનાવ્યા જેમાં 6 છગ્ગા અને એ ચોગ્ગો સામેલ હતો. આ સિવાય ઇબ્રાહિમ જદરાને 41 બોલનો સામનો કરતા અણનમ 42 રન બનાવ્યા. અંતે 5 ઓવર્સમાં અફઘાનિસ્તાને 52 રન બનાવ્યા હતા પરંતુ નજીબુલ્લાહે કોઈ મોકો ન આપ્યો.

ગ્રુપ-બીમાં ટૉપ પર રહી અફઘાનિસ્તાન ટીમ
અફઘાનિસ્તાને પોતાની પહેલી મેચમાં ઉલટફેર કરતા શ્રીલંકાને 8 વિકેટથી હાર આપી. ગ્રુપ-બીમાં પોતાની બન્ને મેચ જીતીને મોહમ્મદ નબીની આગેવાની વાળી અફઘાનિસ્તાનની ટીમ ટૉપ પર રહી. આ ગ્રુપથી સુપર-ચારમાં પહોંચનારી બીજી ટીમનો નિર્ણય બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે થનારી મેચથી થશે.

બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી
ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને તેમણે 13 રનના સ્કોર સુધી પોતાના બન્ને દિગ્ગજ બેટ્સમેન મોહમ્મદ નઇમ(06) અને અનામુલ હક(05)ની વિકેટ ગુમાવી દીધી. ઑફ સ્પિનર મુજીબે નઈમને કૈરમ બૉલ પર બોલ્ડ કરીને બાદમાં અનામુલને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો. પછી કેપ્ટન શાકિબ અલ હસન(11)ને નવી ઉલ હક પર સતત બે ચોગ્ગા માર્યા પરંતુ મુજીબે આગામી ઓવરમાં તેમણે બોલ્ડ કરી દીધી. બાંગ્લાદેશની ટીમ પાવર પ્લેમાં 3 વિકેટ પર 28 રન જ બનાવી શકી.

મોસાદેકે બનાવ્યા 48 રન
બાદમાં અફીફ હુસૈન(12) અને મહમુદૂલ્લાહ(25)એ મળીને બાંગ્લાદેશને 50 રનના સ્કોર સુધી પહોંચાડ્યા. રાશિદે અફીફને આઉટ કરીને 25 રનની ભાગીદારી તોડી. જ્યારે ટીમનો સ્કોર 89 રન હતો ત્યારે મહમુદુલ્લાહ પણ છઠ્ઠી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદ મેહદી હસન અને મોસાદેક હુસેને મળીને ટીમને 100 રનને પાર પહોંચાડી. મોસાદેક 31 બોલ પર 48 રન બનાવીને અણનમ રહ્યા. જેને લઇને બાંગ્લાદેશી ટીમે 7 વિકેટ પર 127 રનનો સ્કોર ઉભો કર્યો. મુજીમ ઉર રહમાન અને રાશિદ ખાને અફઘાનિસ્તાનને 3-3 વિકેટ ઝડપી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ