બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / વડોદરા / As the festival is approaching, health department's warnings: Raid in Farsan shops in Ahmedabad, Surat and Vadodara, panic among traders.

કાર્યવાહી / તહેવાર નજીક આવતા આરોગ્ય વિભાગનો સપાટો: અમદાવાદ સુરત અને વડોદરામાં ફરસાણની દુકાનોમાં રેડ, વેપારીઓમાં ફફડાટ

Vishal Khamar

Last Updated: 09:33 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવાર નજીક આવતા આરોગ્ય વિભાગ ફરસાણની દુકાનો પર ત્રાટકી હતી. અમદાવાદ સુરત અને વડોદરામાં ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે રેડ કરીને કેટલાક સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે ફરસાણની દુકાનોમાં એકના એક તેલના ઉપયોગને પણ અટકાવાની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

  • દશેરાનો તહેવાર નજીક આવતા વડોદરામાં આરોગ્ય વિભાગનાં દરોડા
  • તેલનાં વેપારીઓને ત્યાં ફ્રૂડ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું
  • સુરતમાં માવાના વેપારીઓના ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

લોકો ફાફડા જલેબી આરોગી જશે પછી આવશે સેમ્પલના રિપોર્ટ
દશેરાનો તહેવાર નજીક આવતા વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા બનાવવા વાપરવામાં આવતા તેલની તપાસ હાથ ધરી છે.  ફરસાણનાં વેપારીઓ પાસે તેલ પહોંચે તે પહેલા તેલનાં સેમ્પલ લેવામાં આવ્યા છે.  વડોદરામાં હાથીખાના, ચોખંડી અને બરાનપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા તેલનાં હોલસેલ વેપારીઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા. જેનો સેમ્પલનો રિપોર્ટ એક અઠવાડીયા પછી આવશે. લોકો ફાફડા જલેબી આરોગી જશે તે બાદ સેમ્પલનો રિપોર્ટ આવશે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દિવાળી સુધી કામગીરી કરવામાં આવશે. 

માવાના વેપારીઓના ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા
સુરતમાં માવાનાં વેપારીઓનાં ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ભાગળ સહિતનાં વિસ્તારોમાં આવેલા માવાનાં વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ચંડી પડવાનાં પર્વને લઈ આરોગ્ય અને ફ્રૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા માવાનાં વેપારીઓમાં દોડાદોડી થઈ જવા પામી હતી.  ત્યારે ઘારીમાં વપરાતા હલકી કક્ષાનાં માવાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદનાં પગલે આરોગ્ય વિભાગ તેમજ ફ્રૂડ વિભાગ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી છે.  માવાનાં વેપારીઓને ત્યાંથી સેમ્પલો લઈ તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાશે. અને જો લેબ ટેસ્ટિંગ સેમ્પલ પેલ જણાશે તો કસુરવાર વેપારીઓ સામે કાર્યવાહી થશે. ફ્રૂડ વિભાગ દ્વારા જણાવ્યું હતું. 

એક જ તેલમાંથી વારંવાર ફરસાણ તળતા વેપારીને ત્યાંથી સેમ્પલ લીધા
અમદાવાદમાં તહેવાર દરમ્યાન ફ્રૂડ વિભાગ દ્વારા આકસ્મિક શહેરમાં વિવિધ વિસ્તારમાં ફરસાણ-મીઠાઈનાં વિક્રેતાઓે ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું. સરખેજમાં આવેલી ફરસાણ બનાવતી કંપનીને ત્યાં દરોડા પડ્યા હતા. ફ્રૂડ વિભાગે ફરસાણ ખાદ્ય પદાર્થનાં વેપારીઓ જેઓ એક જ તેલમાં વારંવાર ફરસાણ બનાવતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ