બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / As soon as RARKPK was released, Kangana remembered 'Nepo Gang', asked 'Why so quiet?'

કટાક્ષ / RARKPK રિલીઝ થતા જ કંગનાને યાદ આવી 'નેપો ગેંગ', પૂછ્યું 'આટલો સન્નાટો કેમ?'

Megha

Last Updated: 04:45 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌતે  ઇન્સ્ટા સ્ટોરી પર 'નેપો (નેપોટિઝમ) ગેંગ' માટે એક લાંબી પોસ્ટ લખી છે જે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની રિલીઝના દિવસે શેર કરી છે.

  • કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
  • ઇન્સ્ટા સ્ટોરી પર 'નેપો (નેપોટિઝમ) ગેંગ' માટે એક લાંબી પોસ્ટ લખી
  • આ પોસ્ટ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની રિલીઝના દિવસે શેર કરી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે એવાં આહલ તેને ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જે વાયરલ થઈ છે. એ વાત રો નોંધનીય છે કે અગાઉના દિવસે અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર 'નેપો (નેપોટિઝમ) ગેંગ' માટે એક લાંબી પોસ્ટ લખી હતી. એવી જ એક પોસ્ટ તેને ફરી લખી છે પણ આ પોસ્ટને કરણ જોહર સાથે જોડવામાં આવી રહી છે. જોકે કંગનાએ પોતાની પોસ્ટમાં કોઈનું નામ નથી લીધું પરંતુ,  કંગનાએ આ પોસ્ટ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની રિલીઝના દિવસે શેર કરી છે. 

શું છે કંગના રનૌતની ઇન્સ્ટા સ્ટોરી
કંગના રનૌતે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે, 'સવારથી મારા વિશે એક પણ પાયાવિહોણા નેગેટિવ સમાચાર આવ્યા નથી, મારા ફેક ક્વોટ્સ પણ મીડિયાને સામૂહિક રીતે મેઇલ કરવામાં આવ્યા નથી, અથવા નકારાત્મક અને નુકસાનકારક અફવાઓ નથી કે મને કોઈ પણ રીતે સેક્સ્યુઅલાઈઝ કરીને હેરાન કરવામાં નથી આવી રહી. ઇતના સન્નટા કયુ હૈ?શું લંકામાં આગ લાગી છે?કોઈ શોધે કે નેપો ગેંગ આજે ક્યાં વ્યસ્ત છે?'

ઈમરજન્સીમાં જોવા મળશે
નોંધપાત્ર વાત એ છે કે આ પહેલીવાર નથી જ્યારે કંગના રનૌતે સ્ટાર કિડ્સ કે કરણ જોહર પર કટાક્ષ કર્યો હોય. કંગના રનૌતે નામ લીધા વગર અનેકવાર અને ઘણી વખત નામ લીધા વગર હુમલો કર્યો છે. કંગના રનૌત ઘણીવાર સ્ટાર કિડ્સને પણ ટોણો મારતી હોય છે.તમને જણાવી દઈએ કે કંગના રનૌતની આગામી ફિલ્મ ઈમરજન્સી છે, આ ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે અને ફિલ્મનું નિર્દેશન પણ કરી રહી છે.

કંગનાની પોસ્ટને કરણ જોહર સાથે કેવી રીતે જોડવામાં આવી?
કંગના અને કરણ જોહરે છેલ્લા કેટલાક વર્ષોમાં એકબીજા પર ઘણી ટિપ્પણીઓ કરી છે. આ બધું કોફી વિથ કરણ પર શરૂ થયું, જ્યાં કંગનાએ કરણને નેપોટીઝમ માટે દોષી ઠેરવ્યો. આ પછી જ કંગના અને કરણ વચ્ચે ક્યારેય ન સમાપ્ત થવાનો ઝઘડો શરૂ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ