બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / As much as 1 thousand 600 kg of suspicious cheese was caught from a metropolis like Rajkot

મહામંથન / ક્યાં સુધી પીરસાતું રહેશે લોકોની થાળીમાં ઝેર? ભેળસેળ સામે કડક પગલાં જરુરી, રાજકોટમાંથી ઝડપાયું 1600 કિલો સંદિગ્ધ પનીર

Dinesh

Last Updated: 09:44 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જેવા મહાનગરમાંથી 1 હજાર 600 કિલો જેટલું શંકાસ્પદ પનીર ઝડપાયું જે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં નિકાસ થતું હતું, આવું અખાદ્ય પનીર કેટલા વિસ્તારમાં પહોંચ્યું હશે તે બાબત ગંભીર

  • 1 હજાર 600 કિલો પનીર મળ્યા બાદ RMC એકશનમાં
  • શહેરની 17 હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ
  • 16 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ


અંગ્રેજો એવી કહેવત પ્રચલિત કરીને ગયા કે નો લંચ ઈઝ ફ્રી. કશુ નિશુલ્ક ન હોય તેની સામે વાંધો નથી પરંતુ રૂપિયા ખર્ચીને પણ ખાદ્ય ચીજવસ્તુઓની યોગ્ય ગુણવત્તા ન મળે તો શું કરવું. આવો જ સવાલ ફરી ફરીને ઉપસ્થિત થયો છે કારણ કે રાજકોટ જેવા મહાનગરમાંથી 1 હજાર 600 કિલો જેટલું શંકાસ્પદ પનીર ઝડપાયું જે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં નિકાસ થતું હતું. તાજેતરમાં ખેડામાં નકલી હળદરની ફેકટરીના મોટા રેકેટનો જે પર્દાફાશ થયો તે સૌ માટે જાણીતો જ છે. વેપારની નિતિમત્તા એવુ કહે છે કે 1 રૂપિયા લગાવો અને સવા રૂપિયો કમાઓ. એટલા માટે જ વેપારીઓ હિસાબ શરૂ કરતા પહેલા ચોપડામાં શ્રી સવા લખતા હોય છે. પરંતુ હવે કદાચ આ શ્રી સવા માત્ર લખવા પૂરતુ જ મર્યાદિત રહી ગયુ છે. કારણ કે નફો મેળવવાની લાલચમાં નાગરિકોના આરોગ્યનું જે થવું હોય એ થાય એવી જ વૃતિ વેપારીઓના મનમાં ઘર કરી ગઈ હોય તેવું ચિત્ર ઉભુ થયું છે. આજે શંકાસ્પદ પનીર ઝડપાયું એ કોઈ ભેળસેળયુક્ત ચીજવસ્તુ ઝડપાઈ એવી પહેલી ઘટના નથી. જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓમાં ભેળસેળ જાણે કે હવે રુટિન થઈ ગયું છે અને લોકોએ પણ લાચારીવશ તેને સ્વીકારી લીધું છે. જેનું મોટુ કારણ એ છે કે અસલી-નકલીની પરખ જાતે થઈ શકે એ માટે કોઈ ચોક્કસ મિકેનિઝમ સામાન્ય માણસ સમજી શકે એવી કોઈ વ્યવસ્થા જ નથી બની અથવા તો જીવનની આપાધાપીમાં સામાન્ય માણસ એટલો વ્યસ્ત છે કે આવી પરખ કરવાનો તેની પાસે સમય નથી. ત્યારે ગંભીર સવાલ એ છે કે નાગરિકોની થાળીમાં ઝેર પીરસાતું કેમ અટકાવવું. 

નાગરિકોની થાળી આરોગ્યની દ્રષ્ટિએ કેટલી શુદ્ધ?
રાજકોટમાંથી 1 હજાર 600 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે, મહુવાના મેસવાડ ગામથી પનીરનો ભેળસેળયુક્ત જથ્થો આવ્યો હતો, સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય વિસ્તારમાં પનીરનું વેચાણ થતું હતું. આરોગ્ય વિભાગે જથ્થો સીઝ કર્યો છે. પનીરના જથ્થાને વડોદરાની લેબોરેટરીમાં મોકલાયો છે. આવું અખાદ્ય પનીર કેટલા વિસ્તારમાં પહોંચ્યું હશે તે બાબત ગંભીર છે. નાગરિકોની થાળી આરોગ્યની દ્રષ્ટિએ કેટલી શુદ્ધ તે મહત્વનો સવાલ છે.

અખાદ્ય પદાર્થ શા માટે આરોગવો?
1 હજાર 600 કિલો પનીર મળ્યા બાદ RMC એકશનમાં આવી છે અને શહેરની 17 હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું છે. 16 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરાયો છે. 2 વેપારીને સ્ટોરેજ અને સ્વચ્છતા જાળવવા નોટિસ ફટકારી છે. મોટેભાગે ચટણી, બાફેલા શાકભાજી, ગ્રેવી બગડેલી હાલતમાં હતા. કાપેલા શાકભાજી, પીઝા બેઝ પણ અખાદ્ય સ્થિતિમાં હતા.

આ પદાર્થોમાં ભેળસેળ છે સામાન્ય?
દૂધ
દૂધની બનાવટ
અનાજ-કઠોળ
મધ
મસાલા
ફળ

કેમ કરવી શુદ્ધતાની પરખ?
દૂધ
ચીકણી લાકડી કે પથ્થર ઉપર દૂધના ટીપા નાંખો ત્યારે દૂધ વહેતાની સાથે નીચે તરફ જાય તો દૂધ શુદ્ધ છે તેમજ દૂધને કાચની બોટલમાં ભરીને હલાવતા રહેવું અને જો ફીણ વધુ સમય સુધી રહે તો દૂધમાં ભેળસેળ છે તેમજ નકલી દૂધ સ્વાદમાં સહેજ કડવું લાગે છે.
ઘઉં
પાણી ભરેલા ગ્લાસમાં ઘઉં નાંખો અને સપાટી ઉપર ભૂંસુ તરવા લાગે તો ઘઉં અશુદ્ધ છે
ચોખા
ચોખા ઉપર ભીના ચૂનાનો છંટકાવ કરવો જો ચોખા અશુદ્ધ હશે તો તેનો રંગ લાલ થઈ જશે
મરી
ભેળસેળયુક્ત મરી પાણીની સપાટી પર તરતી રહે છે
હળદર
હળદરના પાઉડરને હાથમાં લઈ એક-બે ટીપા પાણી નાંખો ત્યારબાદ હાથને મસળીને સાબુથી ધોઈ નાંખવા,  જો હાથમાં પીળાશ રહી ગઈ હોય તો હળદર પ્રમાણમાં શુદ્ધ છે
મરચુ
પાણી ભરેલા ગ્લાસમાં મરચાની ભૂકી નાંખો તેમજ ઉપર તરફનો રંગ લાલ થાય તો કલરની ભેળસેળ થયેલી છે
મધ
એક વાટકી પાણીમાં મધના ટીપા નાંખવા જો પાણીમાં મધ ટકી રહે તો શુદ્ધ અને જો મધ પ્રસરી જાય તો મધ અશુદ્ધ છે. રૂની દિવેટને મધમાં ડુબાડીને સળગાવો જો દિવેટ સળગતી રહે તો મધ શુદ્ધ છે

તાજેતરનો મામલો પણ ચોંકાવનારો
ખેડામાં નકલી હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી, દેવ સ્પાયસીસ નામની કંપનીનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક અને વિદેશી માર્કેટમાં પણ હળદરની નિકાસ થતી હતી. બજાર કરતા અત્યંત ઓછા ખર્ચે હળદર તૈયાર થતી હતી. 50 રૂપિયા કરતા પણ ઓછો ખર્ચ થતો હતો તેમજ હળદરના પ્રોસેસિંગ માટે ચાઈનીઝ કેમિકલ વપરાતું હતું.  નકલી હળદર ખેડા, આણંદ, અમદાવાદમાં પહોંચાડાતી હતી

ગુણવત્તાની ચકાસણી કોણ કરશે?
ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં મહત્વની જગ્યાઓ ખાલી છે. ફૂડ એન્ડ ડ્રગ અને તોલમાપ વિભાગમાં 51% જગ્યા ખાલી છે. અમદાવાદ મહાપાલિકામાં 13 જ ફૂડ સેફ્ટી ઓફિસર છે. ફૂડ એન્ડ ડ્રગની 1 હજાર 464 માંથી 753 જગ્યાઓ હજુ ખાલી છે. ફૂડ સેફ્ટી ઓફિસરની 173માંથી 59 જગ્યા ખાલી છે તેમજ  ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વર્ગ-1ની 80% જગ્યા ખાલી છે જ્યારે વર્ગ-2ની 37% જગ્યા ખાલી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ