બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As many as 14 people were bitten by stray dogs in Ratanpur village of Idar taluk.

સાબરકાંઠા / ઈડર તાલુકાના રતનપુર ગામમાં રખડતા શ્વાનનો આંતક, 14 જેટલા લોકોને બચકાં ભરી લઈ લીધા લોચા, ભયનો માહોલ

Dinesh

Last Updated: 09:54 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha news : ઈડરના રતનપુરમાં રખડતા શ્વાનનો આંતક સામે આવ્યું છે, શ્વાન હડકાયું થતા 14 જેટલા લોકોને બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે

  • ઈડર તાલુકાના રતનપુર ગામમાં રખડતા શ્વાનનો આંતક
  • રખડતો શ્વાન હડકાયું થતા 14 જેટલા લોકોને બચકા ભર્યા
  • રખડતા શ્વાનને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

Sabarkantha news : ગુજરાતમાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રખડતા શ્વાન લોકોને પરેશાન કરી રહ્યા છે. હાલમાં સાબરકાંઠાના ઈડરના રતનપુરમાં રખડતા શ્વાનનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. રખડતો શ્વાન હડકાયું થતાં અનેક લોકોને બચકા ભરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. રખડતા શ્વાનના આતંકથી લોકો ઘરની બાહર જવાનું ડાળી રહ્યું છે

File Photo 

રતનપુર ગામ રખડતા શ્વાનનો આંતક
સાબરકાંઠાના ઈડર તાલુકાના રતનપુર ગામમાં રખડતા શ્વાનનો આંતક સામે આવ્યું છે. રતનપુરમાં શ્વાન હડકાયું થતા 14 જેટલા લોકોને બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. જે શ્વાનને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. એકસાથે 14 લોકોને બચકા ભરતા લોકો ચિંતામાં મુકાયા છે. તમામ ઈજાગ્રસ્તોએ સારવાર  અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઇજા પામેલા લોકો
પટેલ મંગુબેન બેચરભાઈ
પટેલ લીલાબેન ભીખાભાઈ
પટેલ પ્રેમીલાબેન હેમંતભાઈ
રાજીબેન હીરાભાઈ
પટેલ ભીખીબેન અમૃતભાઈ
વણકર રમીલાબેન
ખાનાભાઈ માધાભાઈ
તેમજ અન્ય 5થી વધુ લોકો ગંભીર ઇજાઓ પહોંચાડી

શ્વાન કરડે તો હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી
આપને જણાવી દઈએ કે, વેટરનરી સર્જનએ જણાવ્યું કે હડકવા ખૂબ જ ગંભીર રોગ છે. તેના પ્રિવેન્શન માટે જ શ્વાન કરડ્યા બાદ એન્ટી રેબિઝ ઇન્જેક્શન લેવાના હોય છે. જો તકેદારી નહીં લેવાય અને જો એકવાર હડકવા થાય તો પછી સારવાર શક્ય નથી. હડકવા વાઈરસ મગજમાં કેન્દ્રીય ચેતાતંત્રને ચેપ લગાડે છે અને મગજને અસર પહોંચાડે છે. એટલે શ્વાન કરડી જાય તો તાત્કાલિક હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી છે. આ રસી તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં સરળતાથી મળી રહે છે.

શ્વાન કરડે તો શું કરવું?
વેટરનરી તબીબ જણાવે છે કે, જો કોઈને કુતરુ કરડે છે, તો સૌથી પહેલા નળમાં પાણી ચાલુ કરો અને જ્યાં કૂતરુ કરડ્યું હોય તે જગ્યાને પાણીથી ધોઈ નાખો. તેનાથી લોહી બંધ થશે. કૂતરું કરડ્યા બાદ જે વાયરસ શરીરમાં પ્રવેશે છે તે પાણીને કારણે બહાર આવશે. થોડીવાર પછી એ જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ લો. લોહીને બહાર આવવા દો. આવું 15-20 મિનિટ કરો. સ્વચ્છ કપડાથી સાફ કરો અને કોઈપણ પ્રકારનું ક્રીમ ન લગાવો. જે બાદ નજીકના ડૉક્ટર અથવા આરોગ્ય કેન્દ્રની સીધી મુલાકાત લો. શ્વાન કરાડ્યા બાદ રસી લેવી ખૂબ જ જરૂરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ