બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / As case of heart attacks increased the Gujarat government became concerned and formed a committee of doctors

નિવેદન / હૃદયરોગના હુમલા વધતાં ગુજરાત સરકાર ચિંતિત: નિષ્ણાત તબીબોની કમિટીનું ગઠન, કેબિનેટમાં શું શું ચર્ચાયું

Mahadev Dave

Last Updated: 07:12 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એટેકના કેસ વધતા સરકાર ચિંતામાં છે. ત્યારે, મંત્રી કનુ દેસાઈએ કહ્યું 75 એટોપ્સી કરાઈ, વધુમાં હાર્ટએટેક માટે વેક્સિન જવાબદાર ન હોવાનો પણ તેઓએ દાવો કર્યો હતો.

  • રાજ્યમાં વધતા હાર્ટએટેકને લઇને સરકારના પ્રવક્તા મંત્રી કનુ દેસાઇનું નિવેદન
  • વેક્સિનને કારણે નથી આવી રહ્યાં હાર્ટએટેક-કનુ દેસાઇ
  • ICMRએ પણ આ બાબતે કરી છે સ્પષ્ટતા
  • સરકાર મહત્વની બેઠકો કરી રહી છે

રાજ્યમાં કોરોના બાદ હવે હાર્ટ એટેકના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ મોટાભાગના હાર્ટ એટેકના બનાવો યુવાનોમાં જોવા મળી રહ્યાં છે. કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધતા મોટાભાગના લોકોનું એવુ માનવુ છે કે કોરોનાની વેક્સીન લીધા બાદ ગુજરાતમાં હાર્ટે એટેકના કેસ વધ્યાં છે. ત્યારે સમગ્ર મામલે હવે સરકાર પર ચિંતામાં મુકાઈ છે. સરકારના પ્રવક્તા મંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે.. તેમને કહ્યું કે હાર્ટ એટેક માટે વેક્સિન જવાબદાર નથી. તેવું કહ્યું છે.

 એટોપ્સીનો અત્યારે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે
કનુ દેસાઈએ કહ્યું કે લોકોની જીવનશૈલી પણ જવાબદાર છે. હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસને લઈને સરકાર દ્વારા 75 એટોપ્સી કરવામાં આવી છે. જેથી ચોક્કસ તારણ નીકળી શકે.કનુ દેસાઈએ કહ્યું કે કોરોનાની વેક્સિનના લીધે હાર્ટ એટેક આવતા નથી. આઈસીએમઆર દ્વારા પણ આ બાબતે અગાઉ સ્પષ્ટતા થઈ હતી સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસને ળઈને સરકાર દ્વારા સતત બેઠક યોજવામાં આવી રહી છે.  અને 75 એટોપ્સી કરવામાં આવી છે અને આ એટોપ્સીનો અત્યારે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

હાર્ટ એટેક માટે જવાબદાર છે...

મોટાભાગના કેસમાં યુવાનો અને મિડ એજના લોકોમાં અત્યારે હાર્ટ એટેકના બનાવો જોવા મળી રહ્યાં છે. જો કે છેલ્લા ઘણા સમયથી યુવાનોની લાઈફ સ્ટાઈલમાં પણ ખુબ બદલાવ જોવા મળી રહ્યો છે. જેથી એક કારણ એ પણ જવાબદાર હોઈ શકે છે. આ સાથે જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ઓબેસિટી પણ હાર્ટ એટેક માટે જવાબદાર છે.


અગાઉ રાજ્ય સરકારે ચંતા વ્યક્ત કરી  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનાઓ આપી હતી.જેમાં હાર્ટ એટેક મામલે આગામી સમયમાં શું તકેદારી રાખવી સહિતની વિચાણા અંગે રાજ્ય સરકાર દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડિરેક્ટર, તથા અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેટ સહિતના તબીબો પણ હાજર રહ્યા હતા. 

પહેલા આનંદીબેન પટેલે કહ્યું હતું
આ પહેલા આનંદીબેન પટેલે પણ વધતા હાર્ટ  એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કોરોના રસીના કારણે નહીં પરંતુ કોરાના વાયરસના કરાણે કેસ વધી રહ્યા છે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ, અને વધતા હાર્ટ એટેકના કેસને  કેવી રીતી અટકાવી શકાય તેવી તે અંગે પણ સતરવરે વિચાણા કરવી જોઈએ. મહત્વનું છે કે ઉંમર નાની હોય કે મોટી, પરંતુ હાર્ટ એટેકની હોવાના કિસ્સાઓ વધુ સામે આવી રહ્યા છે. હાલ સુધી તો આ પ્રકારની ઘટના શાં માટે બની રહી છે તેના કોઈ ચોક્કસ કારણો તો જાણી શકાયા નથી, 
પાટણ તાલુકાનાં સંડેર ખાતે નિર્માણ થઈ રહેલ ખોડલધામનાં ખાતમુર્હૂત કાર્યક્રમમાં ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને  ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે  રાજ્યમાં યુવાનોનાં હાર્ટ એટેકથી મોતને લઈ આનંદીબેને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government Heart attack committee of doctors કનું દેસાઈ તબીબોની કમિટીનું ગઠન ભુપેન્દ્ર પટેલ હાર્ટ એટેક હૃદયરોગ heart attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ