બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Aryan Khan case: Deal was made for 18 crores, advance payment of 50 lakhs, big explosion in FIR against Wankhede

ઘટસ્ફોટ / આર્યન ખાન કેસ: 18 કરોડમાં થઇ હતી ડીલ, 50 લાખનું એડવાન્સ પેમેન્ટ, વાનખેડે વિરુધ્ધની FIRમાં મોટો ધડાકો

Priyakant

Last Updated: 03:00 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aryan Khan Case News: સમીર વાનખેડે પર અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવાના બદલામાં 25 કરોડની લાંચ માંગવાનો આરોપ

  • આર્યન ખાન કેસમાં પૂર્વ NCB ઓફિસર સમીર વાનખેડે મુશ્કેલી વધી
  • CBIએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર વિરુદ્ધ FIR નોંધી
  • શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ફસાવવાના બદલામાં 25 કરોડની લાંચ માંગવાનો આરોપ 
  • FIRની કોપી મુજબ વાનખેડેએ ગોસાવીને સોદા માટે પૈસાના મામલે સંપૂર્ણ છૂટ આપી

આર્યન ખાન કેસમાં પૂર્વ NCB ઓફિસર સમીર વાનખેડે મુશ્કેલી સતત વધી રહી છે. વાત જાણે એમ છે કે, CBIએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં સમીર વાનખેડે પર અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવાના બદલામાં 25 કરોડની લાંચ માંગવાનો આરોપ છે. 

FIRની કોપી અનુસાર સમીર વાનખેડેના કહેવા પર ગોસાવીએ આર્યન ખાન કેસમાં 25 કરોડની માંગણી કરી હતી. આ રકમના બદલામાં આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ તરફ એફઆઇઆરમાં અનેક મોટા ખુલાસા થતાં હડકંપ મચી ગયો છે. 

શું છે FIR કોપીમાં ? 
FIRની કોપી અનુસાર સમીર વાનખેડેએ ગોસાવીને સોદા માટે પૈસાના મામલે સંપૂર્ણ છૂટ આપી હતી. ગોસાવીએ 18 કરોડમાં ડીલની પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં ગોસાવીએ એડવાન્સ તરીકે 50 લાખ રૂપિયા પણ લીધા હતા. FIR અનુસાર તપાસમાં સમીર વાનખેડેએ પણ પોતાની વિદેશ યાત્રા વિશે સાચી માહિતી આપી ન હતી. તેણે તેની મોંઘી ઘડિયાળ અને કપડાં વિશે પણ સત્ય જણાવ્યું ન હતું. FIRમાં સમીર વાનખેડેની અપ્રમાણસર સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

CBIએ વાનખેડેના ઘરે પાડ્યા હતા દરોડા
12 મેના રોજ સમીર વાનખેડે વિરુદ્ધ એક મોટી કાર્યવાહીમાં CBI એ તેના પરિસરમાં દરોડા પાડ્યા હતા. CBIની ટીમે વાનખેડેની તેમના મુંબઈના ઘરે 13 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. CBIના અધિકારીઓ વાનખેડેના પિતા, સસરા અને બહેનના ઘરે પણ પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ