બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Artists hailed the education-study bill in Gujarati language

VTV વિશેષ / ગુજરાતમાં ગુજરાતી ફરજિયાત,દેર સે આયે દુરસ્ત આયે, સાંઈરામ દવે, પ્રતિક ગાંધી, મનોજ જોષીએ આ રીતે કાયદાને વધાવ્યો

Dinesh

Last Updated: 09:23 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયકમાં સુધારો સર્વાનુમતે પસાર થયો છે જેને ગુજરાતના જાણીતા કલાકારોએ તેમના શબ્દોમાં આવકાર્યો છે, પ્રતિક ગાંધીએ કહ્યું કે, હું પોતે ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું હજુ સુધી ક્યાય અટક્યો નથી

  • ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયકને કલાકારોએ વધાવ્યો
  • 50 વર્ષ પહેલા જ આ કાયદો બની જવો જોઈતો હતો: સાંઈરામ દવે
  • સરકારે લીધેલા આ નિર્ણય પછી મને લાગે છે કે હું સ્વર્ગમાં છું: હિતેનકુમાર


ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. સુધારા પ્રમાણે ધોરણ-1 અને 2માં વિધેયક લાગુ રહેશે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ. 2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે. જે બીલને ગુજરાતના જાણીતા કલાકારોએ આવકાર્યો છે. સાંઈરામ દવે જણાવ્યું કે, આ કાયદાની પહેલાથી જ જરૂર હતી. ચાલો જાણીએ કે, આ બીલને જાણીતા કલાકારોએ કઈ રીતે વધાવ્યો છે.

ગુજરાતી ભાષાને રાજ્યાશ્રય મળ્યો: સાંઈરામ દવે
ગુજરાતનાં પ્રખ્યાત લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ કહ્યું કે આ કાયદાની જરૂર પહેલાથી જ હતી, 50 વર્ષ પહેલા જ આ કાયદો બની જવો જોઈતો હતો. પણ હવે થયું છે તેનો મને આનંદ છે. તેમણે કહ્યું કે માતૃભાષાના કારણે લોકોની સર્જનશીલતા (ક્રિએટીવીટી) વધે છે, દક્ષિણ ભારતના લોકો વધારે ક્રિએટીવ છે તેનું મુખ્ય કારણ ભાષા જ છે. દક્ષિણના લોકો ગમે તે સ્થળે પોતાની સંસ્કૃતિ જાળવશે. ત્યાંનાં લોકો ધોતી પહેરે છે અને ચંદન લગાવે છે. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ દિલ્હીમાં પણ ધોતી પહેરીને જ આવતા હતા. 
ગુજરાતમાં ફ્રેંચ ભાષાના ક્લાસીસ છે, લોકો ચાઇનીઝ પણ શીખી રહ્યા છે. અંગ્રેજીને ભાષા તરીકે શીખી લેવાય પણ ક્યારેય તેને ભગવાન બનાવાય નહીં. આપણે સપના આપણી ભાષામાં જ જોઈએ છે, હાલરડાં આપણી ભાષામાં જ છે. આગામી 50 વર્ષમાં આ કાયદાની અસર જોવા મળશે, કારણે ઉદ્યોગપતિ હશે એ તો ગમે તે ભાષામાં કામ કરી લેશે, પણ ક્રિએટીવીટી તો માતૃભાષાથી જ આવશે. આ કાયદાથી ગુજરાતી ભાષાને રાજ્યાશ્રય મળ્યો છે. આટલું જ નહીં સાઈરામ દવેએ એમ પણ કહ્યું કે બાળકને પરાણે અંગ્રેજી ભાષામાં ભણવા બેસાડવા એ 'ભાષાકીય બળાત્કાર' છે. આજે બાળકોને એપ્રિલ મહિનામાં સ્નો ફોલ પર લખવાનું કહેવામાં આવે છે, ગુજરાતનાં બાળકે તો એપ્રિલમાં કેસૂડાંના ફૂલ જોયા હોય, બરફવર્ષા નહીં. 

સાંઈરામ દવે

સરકારના આ નિર્ણયથી ગુજરાતી ભાષા દિર્ઘાયુ થઈ ગઈ: હિતેનકુમાર
હેટ્સ ઓફ ગુજરાત તરીકે જાણીતા કલાકાર હિતેનકુમાર જણાવ્યું કે,  આ એવો તે જડબેસલાક નિર્ણય છે કે ખરેખર હું અત્યારે મારી ફીલિંગ્સ વર્ણવી નથી શકતો. ભાષા બચાવવા માટે ચાલનારા તમામ અભિયાનોથી ચાર ચાસણી ચડે એવો નિર્ણય લઈને ગુજરાત સરકારે પૂરવાર કર્યુ છે કે, એ માતૃભાષા માટે વિચારે છે અને ગંભીરતાપૂર્વક વિચારે છે. તેમણે ઉમેર્યું કે, હું કહીશ કે માત્ર ગુજરાતી ભાષા જ નહીં, દરેક સ્ટેટની રીજનલ લૅન્ગવેજ માટે આ પ્રકારનો નિર્ણય આવવો જ જોઈએ અને આ જ પ્રકારે દરેક સ્ટેટમાં ત્યાંની સ્થાનિક ભાષા માટે આવો જ ઓર્ડર પાસ થવો જોઈએ એવું મારું અંગત માનવું છે.
ગુજરાતી ભાષા ભણાવવાનું અને એ પણ એકથી આઠ ધોરણ સુધી, ખરેખર મારા કહેવું છે કે આ નિર્ણય લઈને ગુજરાત સરકારે એક સાથે અનેક ક્ષેત્રોને નવું આયુષ્ય આપી દીધું છે. હું અત્યારે સુરતમાં વેકેશન કરવા આવ્યો છું પણ તમે માનશો નહીં, સરકારે લીધેલા આ નિર્ણય પછી મને લાગે છે કે હું સ્વર્ગમાં છું. સરકારના આ નિર્ણયથી ગુજરાતી ભાષા દિર્ઘાયુ થઈ ગઈ.

હિતેન કુમાર

મનોજ જોષીએ કહ્યું આ નિર્ણય અદ્ભુત છે 
ગુજરાત સરકારે આ જે નિર્ણય લીધો છે એ એવો તે અદ્ભૂત છે કે ખરેખર સરકાર માટે માન થઈ રહ્યું છે. માતૃભાષા બચાવવા માટે ચલાવવામાં આવતાં અભિયાનો મને હંમેશા નિરર્થક લાગ્યા છે, કારણ કે એ કામ પાયાના સ્તરથી જ થવું જોઈએ પણ આજે ગુજરાત સરકારે આ જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખરા અર્થમાં સર્વોચ્ચ પરિણામ લાવનારો બનશે એની મને ખાતરી છે.

મનોજ જોષી

માતૃભાષાનું અસ્તિત્વ ત્યારે જ અકબંધ રહે જ્યારે એની સાથે સૌ કોઈ જોડાયેલા હોય. ગુજરાત સરકારે એકથી આઠ ધોરણ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરીને પૂરવાર કર્યુ છે કે માતૃભાષા પ્રત્યે એ સજાગ છે. એકથી આઠ ધોરણ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળો સપનાઓનો સમયગાળો છે, મહત્વકાંક્ષાઓનો સમયગાળો છે. આ પીરિયડમાં વ્યક્તિ જે ભાષા સાથે જોડાય એ ભાષાના જ તે સપનાઓ જૂએ. આવા તબક્કે ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો છે એ એવો તે નક્કર છે કે મારા જેવા તમામ ભાષાપ્રેમીઓએ આજના દિવસે ઘરે લાપસીના આંધણ મૂકશે.

કાયદો ઘણો મોડો આવ્યો: જગદીશ વ્યાસ
ગુજરાતીભાષાના પ્રેમી જગદીશ વ્યાસ જે એન આઇ આર છે તે દેશ વિદેશમા ગુજરાતી ભાષાનો પ્રચાર કરે છે એટલુ જ નહીં તે જ્ઞાન સાથે ગમ્મતને ધ્યાને લઇ લોકોને ગુજરાતી શિખવે પણ છે તેને એક સીડી બનાવી છે જે 20 થી 21 દેશોમા કુલ 93000 સીડી વહેંચી છે અને લોકોને હસતા રમતા ગુજરાતીભાષાથી પ્રભાવીત કર્યા છે અને શિખવી છે જેમા કવિતા ગ્રામર,ગેમ્સ પણ ઉદેશ ભાષા શિખવાનો છે આજના કાયદાને લઇ જગદીશભાઇએ જણાવ્યુંકે કાયદો ધણો મોડો આવ્યો છે વહેલો લાવવાની જરુર હતી આ કરવાથી જે માતા પિતાના સંતાનો અંગ્રેજી માધ્યમમા ભણે છે તેના સંતોનોને ગુજરાતી સમજતા હતા હવે તે લખશે અને સરખુ વાચી શકશે આવા વિઘાર્થીઓ વધુ કુશળ બનશે.,આ કાયદો આવ્યો તો આજે રાજ્યમા સેલિબ્રેશન થવુ જોઇએ.આમ તો દરેક રાજયમા સીબીએેસસી બોર્ડ છે ત્યા તે રાજયની ભાષા શિખવામા આવી જ છે.એક ગુજરાત થોડુ બાકાત હતુ પરંતુ કાયદો આવવાથી હવે એક વિઘાર્થીમાટે યુનિફોર્મ બની જશે જે અંગ્રેજી માઘ્યમના વિઘાર્થી માટે આર્શિવાદ રુપ બની જશે.

જગદીશ વ્યાસ

આ કાયદો ગુડ ચેન્જ: પ્રતિક ગાંધી 
ગુજરાતી કલાકાર સ્કેમમા ગુજરાતી વ્યકિતનુ પાત્ર નિભાવી ફેમસ થનાર પ્રતિક ગાંધીએ જણાવ્યું હતુ કે હું પોતે ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. હજુ સુધી ક્યાય અટક્યો નથી આગળ જતા બાળકને નોકરીમા કે દેશ વિદેશમા કંઇ તકલીફ ન પડે એટલે માતા પિતા અંગ્રેજી માઘ્યમનો આગ્રહ રાખતા હોય છે.  અમે ભણતા એ સમયે તો બઘા વિષય ગુજરાતીમાં જ ભણતા હવે માત્ર એકજ વિષય ગુજરાતીમાં આવશે પણ ખુબ સારો કાયદો છે.બાળક જો માતૃભાષા શિખશે તો ચોક્કસ વિચાર શકિત વઘશે જે ખુબજ સારી વાત છે.ખુબ જ સરસ નિર્ણય છે આવકારી જ શકાય ખુબજ સમૃદ્ધ ભાષા છે જેનો ગર્વ છે કાયદો લાવ્યા એને એટલુ જ કહીશ ગુડ ચેન્જ.

પ્રતિક ગાંધી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ