બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Article 370 was a stigma, I wanted to erase it PM Modi's article after Supreme Court's historic judgment

Article 370 / ધારા 370 કલંક હતી , હું મિટાવવા માંગતો હતો...: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદીનો લેખ

Megha

Last Updated: 11:31 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર લેખ લખ્યો, કહ્યું 'અમે 370, 35Aના કલંકને ભૂંસી નાખવા માંગીએ છીએ કારણ કે જમ્મુ-કાશ્મીરની પ્રગતિના માર્ગમાં આ અવરોધો હતા'

  • પીએમ મોદીએ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો
  • સુપ્રીમ કોર્ટે કલમ 370 અને 35 (A) નાબૂદ કરવા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો
  • મારી માટે જમ્મુ અને કાશ્મીર માત્ર રાજકીય મુદ્દો નથી - પીએમ મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર્ટે કલમ 370 અને 35 (A) નાબૂદ કરવા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો. સર્વોચ્ચ અદાલતે આ ઔતિહાસિક ચુકાદા સાથે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને સમર્થન આપ્યું છે, જેનો દરેક ભારતીય આદર કરે છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ લેવાયેલો નિર્ણય બંધારણીય એકીકરણને વધારવા માટે હતો. અમે 370, 35Aના કલંકને ભૂંસી નાખવા માંગીએ છીએ કારણ કે જમ્મુ-કાશ્મીરની પ્રગતિના માર્ગમાં આ અવરોધો હતા, જેને અમે દૂર કર્યા છે.' 

પીએમ મોદીએ લખ્યું કે, ' જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ એવી જગ્યાઓ છે જે દરેક લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. આ જગ્યા પર હિમાલય આભ સુધી પંહોચતુ દેખાય છે અને અહીંના નદી અને ઝરણાંઓનું પ્રાચીન પાણી સ્વર્ગને પ્રતિબિંબિત કરે છે. પરંતુ અહીં છેલ્લા સાત દાયકાઓથી હિંસા અને અસ્થિરતાનું સૌથી ખરાબ રૂપ જોવા મળ્યું છે અને અંહી રહેતા લોકો આવી હિંસાના હકદાર નથી. 

પીએમ મોદીએ આગળ લખ્યું, 'આઝાદીના સમયે આપણી પાસે રાષ્ટ્રીય એકતા માટે નવી શરૂઆત કરવાનો વિકલ્પ હતો. તેના બદલે આપણે મૂંઝવણભર્યો અભિગમ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. મને મારા જીવનકાળની શરૂઆતથી જ જમ્મુ-કાશ્મીર ચળવળ સાથે જોડાયેલા રહેવાની તક મળી. મારી માટે જમ્મુ અને કાશ્મીર માત્ર રાજકીય મુદ્દો નથી. મને હંમેશાથી મનમાં હતું કે જમ્મુ-કાશ્મીરમાં જે પણ થયું તે આપણા દેશ અને ત્યાં રહેતા લોકો સાથે મોટો વિશ્વાસઘાત છે. મારી ઈચ્છા હતી કે આ કલંક અને લોકો સાથે થયેલા આ અન્યાયને ભૂંસી નાખવા માટે મારાથી જે થતું હશે એ બધુ જ કરીશ.'  

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે 'હું હંમેશા જમ્મુ-કાશ્મીરના લોકોની તકલીફ ઘટાડવા માટે કામ કરવા માંગતો હતો. ખૂબ જ મૂળભૂત શબ્દોમાં, કલમ 370 અને 35(A) ભારે અવરોધો હતા અને તેના પરિણામે સૌથી વધુ પીડિત ગરીબ અને દલિત લોકો હતા. ઘણા લોકોએ એવું સુનિશ્ચિત કર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકોને ક્યારેય એવા અધિકારો અને વિકાસ ન મળે જેટલો તેમના બાકીના સાથી ભારતીયોએ કર્યો હતો. આ આર્ટીકલને કારણે એક જ રાષ્ટ્રના લોકો વચ્ચે અંતર સર્જાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ