બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Arshdeep Singh's bowling was expensive for BCCI, there is a loss of 20 lakh rupees!
Megha
Last Updated: 11:17 AM, 23 April 2023
ADVERTISEMENT
IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું અને એ મેચમાં પહેલા બેટિંગ કરતા પંજાબની ટીમે 8 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. એ ટાર્ગેટ મેળવવામાં મુંબઈની ટીમ 6 વિકેટ ગુમાવીને માત્ર 201 રન જ બનાવી શકી હતી. નોંધનીય છે કે પંજાબની જીતનો હીરો અર્શદીપ સિંહ રહ્યો હતો કારણ કે અર્શદીપે આ મેચમાં 4 વિકેટ લીધી હતી. જો કે આ સાથે જ અર્શદીપની શાનદાર બોલિંગ બીસીસીઆઈને ઘણી મોંઘી પડી.
Stump breaker,
— JioCinema (@JioCinema) April 22, 2023
Game changer!
Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x
ADVERTISEMENT
નોંધનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી અને એ સમયે પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને એ ઓવર અર્શદીપ સિંહને આપી હતી. એ છેલ્લી ઓવરમાં અર્શદીપે શાનદાર બોલિંગ કરી હતી. એ ઓવરની વાત કરી તો ટિમ ડેવિડે ઓવરના પહેલા બોલ પર સિંગલ લીધો તો બીજા બોલ પર કોઈ રન ન આપ્યો અને આ પછી તેણે ત્રીજા બોલ પર અર્શદીપે તિલક વર્માને એવો ક્લીન બોલ્ડ કર્યો કે મિડલ સ્ટમ્પ તોડી નાખી. આ સાથે જ ચોથા બોલ પર પણ તેણે સ્ટમ્પ તોડી નેહલ વાડેરાને ક્લીન બોલ્ડ કર્યો હતો.
હવે ગઇકાલની એ મેચમાં અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં 16 રન બચાવીને પંજાબની ટીમને ભલે જીત અપાવી હતી પણ તેની સામે બીસીસીઆઈને લગભગ 20 લાખ રૂપિયાનું નુકસાન કરાવ્યું હતું. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એ LED સ્ટમ્પ અને જિંગલ બેલના સેટની કિંમત લગભગ $40,000 એટલે કે લગભગ 30 લાખ રૂપિયા છે. એવામાં અર્શદીપે એક પછી એક બે વખત સ્ટમ્પ તોડી એટલે બીસીસીઆઈને લાખોનું નુકસાન વેઠવું પડ્યું.
Arshdeep Singh with the Purple cap and Broken stumps. pic.twitter.com/9YxPbxKiBf
— Johns. (@CricCrazyJohns) April 22, 2023
ગઇકાલની મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈની ટીમને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો પણ મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હાર મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.