બ્રેકિંગ ન્યુઝ
VTV / Arrival of 208 Gujaratis at Ahmedabad Airport under Operation Kaveri
Priyakant
Last Updated: 01:10 PM, 2 May 2023
ADVERTISEMENT
આફ્રિકાના સુદાનમાં અરાજકતાના માહોલ વચ્ચે ઓપરેશન કાવેરીથી ભારતીયો પરત આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુદાનથી સ્પેશિયલ ફ્લાઇટ અમદાવાદ પહોંચી છે. આ તરફ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સુદાનથી આવેલા લોકોનું સ્કેનિંગ કરાયું છે. આ સાથે હવે કોરોના પોઝિટિવ આવનાર લોકોને ક્વોરન્ટાઈ માટે હોટલ બુક કરાઈ છે.
ADVERTISEMENT
સુદાનમાં ઑપરેશન કાવેરી અંતર્ગત રેસ્ક્યૂ કરી ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે આજે 208 લોકોને લઈ એક પ્લેનનું અમદાવાદમાં આગમન થયું છે. આ તરફ હવે આ લોકોને અમદાવાદથી વતન પહોંચાડવા બસની વ્યવસ્થા કરાઈ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા. આ સાથે સાવચેતીનાં ભાગરૂપે સુદાનથી પરત આવેલ ભારતીયોનું સ્કેનિંગ પણ શરૂ કરાયું છે.
શું કહ્યું હર્ષ સંઘવીએ ?
સુદાનથી ઑપરેશન કાવેરી અંતર્ગત અમદાવાદ આવેલ ફ્લાઇટમાં 208 ગુજરાતીઓનું આગમન થયું છે. જેને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ એટપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સુદાનમાં ફસાયેલા તમામ ભારતીય ને પરત લાવવા પ્રયાસ ચાલુ છે. ટેકનોલોજીના ઉપયોગથી પરત લાવી રહ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, અમદાવાદમાં 231 ભારતીયો આવ્યા છે. કેન્દ્રના સંકલનમાં રહી તમામ વ્યવસ્થા કરાઈ છે. આ સાથે એરફોર્સની મદદથી આવા લોકોને પરત લાવી રહ્યા હોવાનું હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સેનાનાં જવાનોની કામગીરી પર ગર્વ અનુભવું છું.
Another #OperationKaveri flight lands in Ahmedabad.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 2, 2023
231 more passengers have reached home safely. pic.twitter.com/iGEZzeWtIr
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT