બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Are you having car accident dreams too? So find out, it gives some kind of indication

સ્વપ્ન શાસ્ત્ર / શું તમને પણ આવી રહ્યાં છે કાર અકસ્માતના સપના? તો જાણી લેજો, આપે છે કંઇક આવાં સંકેત

Megha

Last Updated: 09:39 AM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car accident dream meaning: સામાન્ય રીતે દરેક વ્યક્તિ સપના જોઈ છે પણ સપનામાં અકસ્માત જોવાનો અર્થ શું છે? આ સ્વપ્ન શુભ છે કે અશુભ. સ્વપ્ન શાસ્ત્રમાં આવા સપનાનો સાચો અર્થ સમજાવવામાં આવ્યો છે. જાણો

  • સૂતી વખતે સામાન્ય રીતે દરેક વ્યક્તિ સપના જોતા હોય
  • કેટલાક સપના આપણને ચિંતા કરાવી જાય તેવા હોય
  • સ્વપ્નમાં અકસ્માત જોવાનો અર્થ શું છે? આ સ્વપ્ન શુભ છે કે અશુભ?

Car accident dream meaning: રાત્રે સૂતી વખતે સામાન્ય રીતે દરેક વ્યક્તિ સપના જોતા હોય છે. કેટલાક સપના આપણને ચિંતા કરાવી જાય તેવા હોય છે પણ સપનામાં તમે જે જોયું હોય તેવું જ જીવનમાં પણ બનશે તે જરુરી નથી. સપના તો જાતજાતના હોય છે એવામાં ઘણી વખત એવું બને કે લોકોને રાત્રે એક્સિડન્ટ થવાના પણ સપના આવતા હોય છે. 

એક્સિડન્ટ એટલો ખતરનાક શબ્દ છે કે જેને સાંભળીને સારા લોકો પણ ચોંકી જાય છે. ભગવાન ના કરે કે આવી દુર્ઘટના ક્યારેય કોઈની સાથે થાય પણ ઘણી વખત સૂતી વખતે આપણે આવા ખતરનાક સપના જોતા હોઈએ છીએ જે આપણને ડરાવે છે. સ્વપ્નમાં અકસ્માત જોવાનો અર્થ શું છે? આ સ્વપ્ન શુભ છે કે અશુભ. સ્વપ્ન શાસ્ત્રમાં સપનાનો સાચો અર્થ સમજાવવામાં આવ્યો છે. તો આવો જાણીએ કે કયા પ્રકારના સ્વપ્નમાંથી તમારે શું અર્થ કાઢવો જોઈએ. 

ટ્રેન અકસ્માત 
જો તમે સપનામાં ટ્રેનનો અકસ્માત જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને મોટું આર્થિક નુકસાન થવાનું છે. તમારી આવકના પ્રવાહમાં આંચકો આવવાનો છે. જો તમે કોઈને ઉધાર આપ્યું હોય તો તમે ભૂલી જાવ કે તે પૈસા ક્યારેય પાછા નહીં આવે. આ સ્વપ્નને વેપારમાં નુકસાનનો સંકેત પણ માનવામાં આવે છે. 

બાઇક એક્સિડન્ટ 
જો તમને સપનામાં ક્યારેય બાઇક સાથે અકસ્માત થતો દેખાય તો સમજી લેવું કે તમે લડાઈમાં સામેલ થવાના છો. આ સ્વપ્ન તમને સાવધાન રહેવાનો સંકેત આપે છે કારણ કે આના કારણે તમને જેલ કે સજા જેવો યોગ બનવાના સંકેત મળે છે. 

કાર અકસ્માત 
સ્વપ્નમાં કાર અકસ્માત જોવો એ ખરાબ સ્વાસ્થ્ય સૂચવે છે. જો તમને આવુ સપનુ આવી રહ્યુ છે તો કયા દિવસે તમને આવુ સપનુ આવી રહ્યુ છે તે મુજબના ઉપાય કરીને તમે આ સપનાના ખરાબ પ્રભાવથી બચી શકો છો. જો આવા સ્વપ્ન આવે છે, તો તમારે તમારા ડૉક્ટર પાસે સારી રીતે ચેકઅપ કરાવવું પડે અને તમારા સ્વાસ્થ્યની સારી કાળજી લેવી જોઈએ. 

સપનામાં બીજાનો અકસ્માત થતાં જોવો 
જો તમે તમારા સપનામાં કોઈ બીજાનો અકસ્માત જોઈ રહ્યા છો તો તે ખૂબ જ અશુભ છે. કોઈ નવું કામ શરૂ ન કરવું. સ્વપ્ન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે આવા સપના જોયા છે તો એ સૂચવે છે કે તમને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ