બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Are you drinking too much coffee on a daily basis alert you will become a victim of this disease

હેલ્થ / શું તમે પણ રોજબરોજ વધારે માત્રામાં કૉફી પી રહ્યાં છો? તો એલર્ટ! નહીં તો બનશો આ બીમારીના ભોગ

Megha

Last Updated: 09:16 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે આખા દિવસમાં વધુ પડતી કોફી પીતા હોવ તો તે તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે એક દિવસમાં કેટલા કપ કોફી પીવી જોઈએ.

દરેક લોકોની સવારની શરૂઆત અલગ અલગ હોય છે, અનેક લોકો સવારે ચાલવા જાય છે અને ઘરે આવીને લીંબુ પાણી પીવે છે, તો અનેક લોકોને ઉઠતાવેંત ચા-કોફીની આદત હોય છે. એક વાર કોફી પીવાની જેમને આદત લાગી જાય તેઓને કોફી વિના ચાલતું નથી. કોફી પીવાથી શરીરમાં એનર્જી આવે છે. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત કોફી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે દિવસમાં કેટલી વાર કોફી પીવી જોઈએ? 

coffee disadvantages sleep expert has warned why you should never drink coffee within an hour of waking up

જો તમે આખા દિવસમાં વધુ પડતી કોફી પીતા હોવ તો તે તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.એટલું જ નહીં, વધુ પડતી કોફીનું સેવન કરવાથી તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ કે એક દિવસમાં કેટલા કપ કોફી પીવી જોઈએ.

દરરોજ કેટલા કપ પીવી જોઈએ કોફી? 
એક્સપર્ટ્સ અનુસાર એડલ્ટ્સને રોજ 400 મિલિગ્રામથી વધારે કેફીન ન લેવું જોઈએ. એક સરેરાશ કપ કોફીમાં લગભગ 95 મિલીગ્રામ કેફીન હોય છે. એવામાં જો તમે આખા દિવસમાં 4 કપ કોફી પીવો છો તો આ લિમિટ છે. તેનાથી વધારે કોફીનું સેવન તમારા માટે નુકસાનકારક સાહિત થઈ શકે છે. ત્યાં જ 4-6 વર્ષના બાળકો માટે 45 મિલીગ્રામ, 7-12 વર્ષના બાળકો માટે આ પ્રમાણ 70 મિલીગ્રામ છે. કિશોરો માટે બે કપ કોફી એટલે કે 100થી 200 મિલીગ્રામ કોફીનું સેવન જ કરવું જોઈએ. 

do not drink coffee on an empty stomach in the morning can have these 5 disadvantages

વધારે કોફી પીવાથી થઈ શકે છે  આ સમસ્યાઓ 
હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે વધારે કોફી પીવી ખતરનાક સાબિત થઈ શકે છે. કોફી બ્લડ પ્રેશર કાઉન્ટને વધારે છે. સાથે જ કોફીથી તમને તરત એનર્જી તો મળે છે પરંતુ તેના વધારે પડતા સેવનથી પેટ સંબંધી સમસ્યાઓ પણ વધી શકે છે. ગેસ, એસિડિટી અને ડાયેરિયા જેવી સમસ્યા થઈ શકે છે.

વધુ વાંચો: જમતા સમયે વાત કરતાં હોય તો થઈ જશો અરોફૈઝિયાના શિકાર, લક્ષણો દર્દ અને હવાવાળા

કોફી પીવાનો યોગ્ય સમય
સવારે ઉઠીને તરત જ કોફી ના પીવી જોઈએ. સવારે ઉઠીએ ત્યારે કોર્ટિસોલ લેવલ હાઈ હોય છે. કોર્ટિસોલ પહેલેથી જ હાઈ હોય તો કેફીનનું સેવન કરવાથી તે કોર્ટિસોલની વિરુદ્ધમાં કામ કરી શકે છે. તેથી ઉઠીને એક કલાક સુધી કેફીનનું સેવન ના કરવું જોઈએ. કેફીનનું વધુ સેવન ના કરવું જોઈએ, નહીંતર ઊંઘમાં તકલીફ થઈ શકે છે. બપોરે 2 વાગ્યા પછી કોફીનું સેવન કરવું જોઈએ. કોફીનું સેવન કર્યા પછી તે 5-7 કલાક સુધી શરીરમાં રહે છે. આ કારણોસર તમને સૂવામાં તકલીફ થતી હોય તો બપોરે 2 વાગ્યાની આસપાસ કોફી પીવી જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ