બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Are you also using these 2 browsers you can become a victim of hacking, government alerted

વોર્નિંગ / શું તમે પણ આ 2 બ્રાઉઝર યુઝ કરી રહ્યાં છો? તો થઇ શકો છો હેકિંગના શિકાર, સરકારે કર્યા એલર્ટ!

Megha

Last Updated: 12:40 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CERT-In એ Google Chrome અને Microsoft Edge બ્રાઉઝર્સમાં બગ વિશે ચેતવણી જારી કરી છે, જેના કારણે યુઝર્સના સેન્સિટિવ ડેટા ચોરી કરી થઈ શકે છે.

  • CERT-Inએ આ બ્રાઉઝરના યુઝર્સ માટે એક વોર્નિંગ બહાર પાડી 
  • ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર્સમાં બગ વિશે ચેતવણી જારી કરી 
  • આ કારણે યુઝર્સના સેન્સિટિવ ડેટા ચોરી કરી થઈ શકે છે

સ્માર્ટફોનનો ઉપયોગ ફક્ત ફોન કે મેસેજ કરવા માટે નહીં પરંતુ બીજા ઘણા કામો માટે પણ થઈ રહ્યો છે.  ફોન આપણા જીવનનો એક ખાસ હિસ્સો બની ગયો છે અને આ કારણે હેકર્સની નજર પણ તેના પર રહે છે. એવામાં હાલ CERT-In એટલે કે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે Google Chrome અને Microsoft Edge યુઝર્સ માટે એક વોર્નિંગ બહાર પાડી છે. 

Google Chrome યુઝર્સ સાવધાન! જાણો હેકર્સ કઇ રીતે તમને કરી શકે છે ટાર્ગેટ,  બચવા માટે તુરંત કરો આ કામ | google chrome users of high level threat cert in  warned update your

તાજેતરમાં CERT-In એ સેમસંગના યુઝર્સ માટે ચેતવણી જારી કરી હતી, જેના થોડા દિવસો પછી હવે CERT-In એ ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર્સમાં બગ વિશે ચેતવણી જારી કરી છે, જેના કારણે યુઝર્સના સેન્સિટિવ ડેટા ચોરી કરી થઈ શકે છે. 

એટલે જો તમે પણ Google Chrome અને Microsoft Edgeનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સરકારી એજન્સીની ચેતવણી તમારા માટે છે. CERT-In ઈન્ટરનેટ અને સાઇબર સિક્યોરીટીથી જોડાયેલ મુદ્દા પર સમયાંતરે વોર્નિંગ જારી કરતું રહે છે. CERT-In વેબસાઇટ અનુસાર, "હેકર્સ દ્વારા સંવેદનશીલ માહિતી મેળવવા અને તેના ટાર્ગેટ ડિવાઇસ પર તેનો કોડ ઇન્જેક્ટ કરવા માટે આનો ઉપયોગ કરી શકાય છે."

સરકારે જ સામેથી જ આપી વોર્નિંગ: આ યુઝર્સના ફોન પર છે હેક થવાનો ખતરો, જાણો  ડિટેલ્સ / CERT-In: Government agency issues warning, these users are at  risk of hackers on their phones,

આ વોર્નિંગ સાથે જ તરત જ અપડેટ રિલીઝ કરવાની સલાહ આપી છે. વોર્નિંગ અનુસાર Google Chrome વર્ઝન પર 120.0.6099.62/.63 કરતાં પહેલાંના વર્ઝનનો ઉપયોગ કરનાર લોકોના ડેટા માટે રિસ્ક છે. Microsoft Edge બ્રાઉઝર વર્ઝન 120.0.2210.61 કરતાં જૂના વર્ઝનનો ઉપયોગ કરનાર લોકોના ડેટા પણ જોખમમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ