બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Are heart attacks really occurring after taking Corona vaccine? New research made a big revelation

સંશોધન / શું ખરેખર કોરોના વેક્સિન લીધા બાદ આવી રહ્યાં છે હાર્ટ એટેક? નવા રિસર્ચે કર્યો મોટો ખુલાસો

Megha

Last Updated: 02:56 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે કોરોના મહામારી સમયે આપવામાં આવેલ કોવિડ રસી હાર્ટ એટેકનું કારણ બની રહી છે. તે વિશે એક નવી રિસર્ચ સામે આવી છે.

  • દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં ઘણો વધારો થયો છે
  • કોવિડથી બચવાની વેક્સની હાર્ટ એટેકનું કારણ બની રહી છે?
  • કોરોના વેકસીનેશન અને વધતા જતા હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ ખરી?

છેલ્લા થોડા સમયથી દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં ઘણો વધારો થયો છે અને લોકો નાની ઉંમરે મૃત્યુ પામી રહ્યા છે. એવામાં કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે કોરોના મહામારી સમયે આપવામાં આવેલ કોવિડ રસી હાર્ટ એટેકનું કારણ બની રહી છે. સાથે જ ICMRએ આ અંગે એક સંશોધન કર્યું હતું જેમાં રસીથી હાર્ટ એટેક આવતો હોવાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. એવામાં હવે કોવિડ રસી અને હાર્ટ એટેક વચ્ચેના સંબંધને લઈને એક નવો અભ્યાસ બહાર આવ્યો છે. 

2021 ના પ્રારંભની સાથે લોકોને વેક્સિન આપવાનું શરૂ થયું હતું 
વર્ષ 2019 માં ચીનમાં કોરોનાના વાયરસે દસ્તક દીધા બાદ સમગ્ર વિશ્વમાં ધીમે ધીમે કોરોના વાયરસનો રાક્ષસી પંજો ફર્યો હતો. જેમાં અનેક લોકો કોરોના વાયરસની ઝપટે ચડયા બાદ મોતને શરણ થયા હતા. આવી સ્થિતિ વચ્ચે 2020 માં લોકડાઉન કરવાની પણ નોબત આવી પડી હતી. ત્યારબાદ વેક્સિન બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં અંતે નિષ્ણાંતોને સફળતા મળી હતી અને વેક્સિનની શોધ થઈ હતી. ત્યારબાદ 2021 ના પ્રારંભની સાથે લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું જોકે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં અચાનક ચિંતાજનક રીતે વધારો નોંધાતા લોકો વેક્સિનને જવાબદાર ગણાવી અનેક સવાલો ઊભા કરી રહ્યા છે.

કોરોના વેકસીનેશન અને વધતા જતા હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ ખરી?
2021 માં કોરોના વાયરસે ખતરનાક રૂપ ધારણ કરી લેતા વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશમાં અનેક લોકોના મોત થયા હતા. જેમાં અમુક લોકોના હાર્ટ એટેકના પગલે મોત થયા હતા. તો અમુક લોકો કોરોના વાયરસને લઈને મોતના ખપ્પરમાં હોમાયા હતા. કોરોના વેક્સિનને લઈએ હાર્ટ એટેકનો ખતરો વધતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે આ મામલે ICMR દ્વારા સ્ટડી કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ બહાર આવ્યો છે. તેમાં ICMR દ્વારા યુવા વર્ગમાં કોરોના વેકસીનેશન અને વધતા જતા હાર્ટ એટેકના કિસ્સા વચ્ચેની કડી મામલે અભ્યાસ કરવા અંગે કોશિશ કરવામાં આવી છે. 

રિસર્ચમાં સામે આવ્યું છે કે કોવિડના રસીકરણને કારણે દર્દીઓમાં હૃદય સંબંધિત બિમારીઓ જોવા મળી નથી પણ ઊલટાનું વેક્સની દર્દીઓના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવામાં હાલ જે લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. આમાંના મોટાભાગના દર્દીઓ અન્ય ઘણા રોગોથી પીડિત હતા જેમ કે ડાયાબિટીસ, હાઈ બીપી. આ રોગોથી પીડિત લોકોને વધુ હાર્ટ અટેક આવી રહ્યા છે જેમાં વેક્સની કોઈ ભૂમિકા ભજવી રહી નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ