બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A.R. of Jamnagar. Rehman: You will be amazed at the talent of the 11-year-old child artist, you will see the artistry and say it is amazing.

ફેમસ / જામનગરનો એ.આર. રહેમાન : 11 વર્ષીય બાળકલાકારની પ્રતિભા પર ઓવારી જશો, કળાની કારિગીરી જોઈ કહેશો અદભૂત

Vishal Khamar

Last Updated: 11:43 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે સંગીતની મદદથી જ ભગવાન સુધી પહોંચી શકાય છે. એટલું જ઼ નહીં જીવનમાં કોઈપણ એક વાદ્ય વગાડતાં તો આવડવું જ઼ જોઈએ. સંગીતને ભગવાનનો આર્શિવાદ માનવામાં આવે છે.

  • સંગીતને ભગવાનના આર્શિવાદ માનવામાં આવે છે
  • જામનગરમાં રહેતો 13 વર્ષનો ભવ્ય પણ છોટે એ.આર. રહેમાન તરીકે ફેમસ
  • પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને સંગીત પ્રત્યે લગાવ થઇ ગયો

કહેવાય છે કે સંગીતની મદદથી જ ભગવાન સુધી પહોંચી શકાય છે. એટલું જ઼ નહીં જીવનમાં કોઈપણ એક વાદ્ય વગાડતાં તો આવડવું જ઼ જોઈએ. સંગીતને ભગવાનનો આર્શિવાદ માનવામાં આવે છે. આપણા દેશમાં મ્યુઝિક કમ્પોઝરની વાત આવે એટલે સૌથી ઉપર એ.આર. રહેમાનનું નામ આવે છે.  પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જામનગરમાં રહેતો 13 વર્ષનો ભવ્ય પણ છોટે એ.આર. રહેમાન તરીકે ફેમસ છે. 

પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને સંગીત પ્રત્યે લગાવ થઇ ગયો
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈ એક કે બે સંગીત વાદ્ય વગાડી શકે છે પરંતુ ભવ્ય અલગ અલગ સાત પ્રકારના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે. અલગ અલગ સાત પ્રકારના સંગીતના વાધ્યો વગાડનાર ભવ્ય જામનગરની ભાગોળે આવેલી સંસ્કારધામ સોસાયટીમાં રહે છે.  ભવ્યનું કહેવું છે કે જયારે તે પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને સંગીત પ્રત્યે લગાવ થઇ ગયો હતો. ભવ્યના પિતા રાજભાઈ કુબાવત જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર કે જ્યાં 24 કલાક અખંડ રામધૂન ચાલે છે ત્યાં ઢોલક વગાડે છે. ભવ્ય બાળપણથી જ પિતાની સાથે મંદિરે જતો. પિતાને ઢોલક વગાડતાં જોઈ તેને ઢોલક વગાડવાનું શરુ કર્યું, ત્યારબાદ પિતાને થયું કે ભવ્યને સંગીત પ્રત્યે લગાવ વધુ છે ત્યારે તેઓએ વિવિધ સંગીતના વાધ્યો વગાડતાં ગુરુઓ પાસે તાલીમ અપાવવાનું શરુ કર્યું. ધીમે ધીમે કરીને ભવ્ય ઢોલ, ઢોલક, તબલા, મૃદન્ક, ઓકટોપેડ, ડ્રમ સહીત સાત વધ્યો વગાડવા નિપુર્ણ થઇ ગયો.

ભવિષ્યમાં ભવ્ય સારો મ્યુઝીક કંપોઝર બનશેઃમાતા-પિતા
ભવ્યના માતા ભારતીબેન એક શિક્ષક છે, અને પિતા ST વિભાગમાં નોકરી કરે છે. ભાવની માતાનું કહેવું છે કે ભાવનો સંગીત પ્રત્યેનો લગાવ જોઈને અમે તેને બનતી તમામ મદદ કરી રહ્યા છીએ, આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા પાછળ અત્યારસુધીમાં અમે અંદાજે પાંચ લાખ સુધીનો ખર્ચ કર્યો છે. એટલું જ઼ નહીં વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટની તાલીમ માટે દર મહિને 8થી 9 હજાર રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છીએ. જો કે ભવ્યનો મ્યુઝિક પાછળનો લગાવ જોઈને અમને સારુ લાગે છે અને ભવિષ્યમાં સારો મ્યુઝિક કંપોઝર બનશે એવો અમને વિશ્વાસ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ