બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Application case in High Court regarding 9 missing Gujaratis going to America

ઝાટકણી / વિદેશના વિઝાના ચક્કરમાં 9 ગુજરાતીઓ ગુમ: વિદેશમંત્રાલયે કહ્યું કોઈ સંપર્ક નથી થતો, નારાજ હાઇકોર્ટે કહ્યું- આ કોઈ જોક છે?

Malay

Last Updated: 10:29 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમેરિકા જતા ગુમ થયેલા 9 ગુજરાતીઓ અંગે હાઈકોર્ટમાં અરજીનો મામલો, સોગંદનામાને લઇ હાઈકોર્ટે કાઢી વિદેશ મંત્રાલયની ઝાટકણી

  • અમેરિકા જતા ગુમ થયા 9 ગુજરાતીઓ
  • પરિવારજનો ન્યાય માટે પહોંચ્યા હાઈકોર્ટમાં
  • ભારતીય દૂતાવાસ તમને જ જવાબ નથી આપતા: હાઈકોર્ટ

ડોમિનિકાથી એન્ટિગુઆ જતા 9 ગુજરાતીઓ લાપતા થઈ ગયા છે. તેઓનો કોઈ અત્તપત્તો ન મળતા તેમના પરિવારજનો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે આ મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેના પર ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે વિદેશ મંત્રાલયની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી તથા સોગંદનામાને લઇ હાઈકોર્ટે વિદેશ મંત્રાલયની ઝાટકણી કાઢી હતી.

વિદેશ મંત્રાલયે રજૂ કર્યું હતું સોગંદનામું
જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે ગુમ થયેલા લોકોની હજુ સુધી કોઇ માહિતી મળી નથી. કેરેબિયન રિજનમાં તમામ પ્રયાસો છતાં કોઈ માહિતી મળી નથી. આ સોગંદનામાને લઈને હાઈકોર્ટે વિદેશ મંત્રાલયની ઝાટકણી કાઢી હતી.

'આ રીતે તમે કોર્ટની મશ્કરી કરી રહ્યા છો?'
સોગંદનામા પર હાઈકોર્ટે કહ્યું કે, આ કોઇ મજાક ચાલી રહી છે? તમે શું પ્રયત્નો કર્યા? તમે માત્ર જે તે દેશમાં પત્રો જ લખ્યા કરો છો, ગેરકાયદે પ્રવેશતા લોકોને જ્યાં રખાય છે ત્યાં કોઇ તપાસ કરી?, તેઓ કોઇ જેલમાં બંધ છે અથવા તેમને અટકમાં લેવાયા છે તેની તપાસ કરવા અંગેની કોઇ તજવીજ હાથ ધરી છે?, કોઇ પણ વિગતો વિનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ કેમ રજૂ કરો છો?’

રિપોર્ટમાં કોઈ સ્પષ્ટ કોમ્યુનિકેશન્સ નથીઃ HC
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે સુનાવણી દરમિયાન નોંધ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચોક્કસ જવાબ સાથેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરાયો નથી. આ રિપોર્ટમાં કોઇ સ્પષ્ટ કોમ્યુનિકેશન્સ નથી, તે ઉપરાંત તેમણે જે પત્રાચાર કર્યો છે એમાં શું જવાબ મળ્યા એ પણ જણાવ્યું નથી. આ સાથે જ ખંડપીઠે સરકારને સુધારો કરવા માટે છેલ્લી તક આપી હતી, આ મામલે વધુ સુનાવણી હવે 29 નવેમ્બરે હાથ ધરાશે. 

અમેરિકા જતા રસ્તામાં 9 ગુજરાતીઓ લાપતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા 9 લોકો ગાયબ થઈ ગયા છે. તેઓ ગુજરાતથી ડોમિનિકા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ એન્ટિગુઆ માટે નીકળ્યા હતા. એન્ટિગુઆની એક બોટમાં તેમને ડોમિનિકાથી બેસાડીને લઇ જવાયા હતા. જોકે, હવે તેઓનો કોઈ અત્તોપત્તો જ નથી. જેથી આ મામલે 9 ગુજરાતીઓના પરિવારજનોએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓની પાસે માન્ય વિઝા છે, નવ વ્યક્તિના જીવ જોખમમાં છે અને સરકાર કોઇ પણ પ્રકારની મદદ કરી રહી નથી.

આ નવ લોકો થઈ ગયા છે લાપતા
- અંકિતકુમાર પટેલ
- કિરણકુમાર પટેલ
- અવનીબેન પટેલ
- સુધીરકુમાર પટેલ
- પ્રતિકભાઇ પટેલ
- નિખિલકુમાર પટેલ
- ભરતભાઇ રબારી
- ચંપાબેન વસાવા 
- ધ્રુવરાજસિંહ વાઘેલા 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ