બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / apple iphone 15 pro max failed in bend test but iphone 15 and iphone 15 plus survive

iPhone 15 Durability Test / 2 લાખ રૂપિયાના iPhone નો ગ્લાસ ટેસ્ટ શરૂ થતાં જ તૂટી ગયો, સસ્તા વાળા મોડલ પાસ, જાણો કંપનીએ શું કહ્યું

Malay

Last Updated: 09:10 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iPhone 15 Durability Test: એપલના લેટેસ્ટ ફોન એટલે કે iPhone 15 સિરીઝના તમામ મોડલ્સના ડ્યૂરેબિલિટી ટેસ્ટ થઈ ચૂક્યા છે. જોકે, તેના ટેસ્ટ કોઈ ઓથોરાઈઝ્ડ સંસ્થાએ નથી કર્યા, પરંતુ YouTubers આ ટેસ્ટ કર્યા છે.

  • ડ્યૂરેબિલિટી ટેસ્ટમાં ફેલ થયો iPhone 15 Pro Max
  • બેન્ડ ટેસ્ટમાં iPhone 15 Pro Max ફેલ થયો
  • iPhone 15 અને iPhone 15 Plus થયા પાસ

Apple iPhone 15 Pro Max તાજેતરમાં તેના ડ્યૂરેબિલિટી ટેસ્ટને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં ટાઇટેનિયમ ફ્રેમવાળો આ આઇફોન તેના ડ્યૂરેબિલિટી ટેસ્ટમાં ફેલ થયો હતો. આ ટેસ્ટમાં બેન્ડ ટેસ્ટ શરૂ થતાં iPhoneનો રિયર ગ્લાસ તૂટી ગયો. આવી સ્થિતિમાં લોકોના મનમાં ચિંતા છે કે તેના સ્ટાન્ડર્ડ વર્ઝનનું શું થશે. એટલે કે iPhone 15 સિરીઝનું શું થશે? જોકે, આ સિરીઝના ડ્યૂરેબિલિટી ટેસ્ટે લોકોને ચોંકાવી દીધા છે. એલ્યુમિનિયમ ફ્રેમવાળા iPhone 15 અને iPhone 15 Plus આ ટેસ્ટમાં પાસ થયા છે.

iPhone 15 ખરીદનાર લોકો માટે મોટા સમાચાર, કંપનીએ કર્યું આ એલાન, જાણો શું ખબર  આપી? / Transferring data from an old iPhone to an iPhone 15 is easy, it  just has to be done
ફાઈલ તસવીર

ફેલ થયો iPhone 15 Pro Max
એક યુટ્યુબરે પોતાના યુટ્યુબ વીડિયોમાં આ સિરીઝના તમામ ફોન્સના ડ્યૂરેબિલિટી ટેસ્ટ કર્યા છે. જ્યારે તેણે iPhone 15 Pro Maxને બેન્ડ કર્યો, ત્યારે તેનો રિયર ગ્લાસ તરત જ તૂટી ગયો. પરંતુ જ્યારે આ ટેસ્ટ iPhone 15 અને iPhone 15 Pro પર કરવામાં આવ્યા ત્યારે આ ફોન ન તૂટ્યા.

iPhone 15 Pro પાસ થયો
આ આખા વીડિયોની શરૂઆત સ્ક્રેચ ટેસ્ટથી થાય છે, જેમાં તમામ iPhone પાસ થઈ જાય છે. આઇફોનમાં ગોરિલા ગ્લાસને બદલે સિરામિક ગ્લાસ પ્રોટેક્શન મળે છે. આ પછી બેન્ડ ટેસ્ટ થાય છે, જેમાં iPhone 15 અને iPhone 15 Plus બંને પાસ થાય છે. જોકે, iPhone 15 Pro Max આ ટેસ્ટમાં ફેલ થયો, પરંતુ iPhone 15 Pro પાસ થયો હતો.

iPhone 15 ખરીદનાર લોકો માટે મોટા સમાચાર, કંપનીએ કર્યું આ એલાન, જાણો શું ખબર  આપી? / Transferring data from an old iPhone to an iPhone 15 is easy, it  just has to be done
ફાઈલ તસવીર

પ્રો વેરિઅન્ટમાં છે ટાઈટેનિયમ ફ્રેમ
એપલે તેના પ્રોડક્ટ પેજ પર દાવો કર્યો છે કે પ્રો લાઇન-અપને ટાઇટેનિયમની સ્ટ્રેંથ અને સ્માર્ટફોન્સમાં ઉપયોગમાં લેવાતા સૌથી મજબૂત ગ્લાસથી તૈયાર કરવામાં આવી છે, જેથી તે લાંબા સમય સુધી ટકી શકે. પ્રો વેરિઅન્ટમાં કંપનીએ ટાઇટેનિયમમાંથી ફ્રેમ બનાવી છે, જે પાછળના ગ્લાસ પેનલ (રિયર ગ્લાસ પેનલ) સાથે જોડાયેલ છે. એવું લાગે છે કે કંપનીથી આ ડિવાઈસના સ્ટ્રક્ચરમાં કેટલીક ખામી રહી ગઈ છે, જેના કારણે કાચ આ દબાણને સહન કરી શકતો નથી.

ગ્રાહકોના ખિસ્સા પર પડશે અસર
તે પણ શક્ય છે કે આવું ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમની વચ્ચે હાજર ઈલાસ્ટિસિટીના અંતરના કારણે થયું હોય. કારણ ગમે તે હોય તેની સીધી અસર ગ્રાહકના ખિસ્સા પર પડશે. જો તમારા iPhone 15 Pro Max નો કાચ તૂટી જાય છે, તો તમારે તેને બદલવા માટે 17 હજાર રૂપિયા ખર્ચવા પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ