બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Apple iPhone 15: End of anticipation! Apple Watch 9 series and iPhone 15 launched with new features and powerful look

આકર્ષક / Apple iPhone 15: આતુરતાનો અંત.! નવા ફીચર અને દમદાર લૂક સાથે એપલ Watch 9 સીરિઝ અને આઈફોન 15 થયો લોન્ચ

Pravin Joshi

Last Updated: 12:08 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં iPhone 15નું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. નવા આઇફોનનું ઉત્પાદન તમિલનાડુ સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. અહીંથી iPhone 15ને પહેલા સ્થાનિક ડીલરોને સપ્લાય કરવામાં આવશે.

  • Apple Watch Series 9 લોન્ચ 
  • Apple એ iPhone 15 કર્યો લોન્ચ
  • શાનદાર લૂક અને દમદાર ફિચર્સ 

Appleએ iPhone 15 લોન્ચ કર્યો છે. તેમાં યુએસબી ટાઈપ સી પોર્ટ માટે સપોર્ટ હશે. કંપનીએ iPhone 15 Plus પણ લોન્ચ કર્યો છે. આ સિવાય Apple Watch Series 9 અને Watch Ultra 2 સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે. iPhone 15 સિરીઝ હેઠળ ચાર મોડલ લોન્ચ થયા છે. જેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Ultra સામેલ છે. Apple ઇવેન્ટ 2023 પૂર્ણ થઈ ગઈ છે. આ ઇવેન્ટમાં કંપનીએ તેની નવી સિરીઝ iPhones અને Apple Watch લોન્ચ કરી છે. ગયા વખતની જેમ આ વખતે પણ કંપનીએ ઇવેન્ટમાં ચાર નવા iPhone લોન્ચ કર્યા છે. કંપનીએ ત્રણ નવી Apple Watches લોન્ચ કરી છે, જે આકર્ષક ફીચર્સ સાથે આવે છે.

સૌ પ્રથમ, જો આપણે iPhone 15 સિરીઝની વાત કરીએ તો ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપનીએ ચાર મોડલ- iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max લૉન્ચ કર્યા છે. આ iPhones પાવરફુલ ફીચર્સ સાથે પણ આવે છે. નોન-પ્રો વેરિઅન્ટમાં, કંપનીએ A16 Bionic ચિપસેટ પ્રદાન કર્યું છે. જેનો ઉપયોગ છેલ્લે iPhone 14 Pro શ્રેણીમાં કરવામાં આવ્યો હતો. તેની સાથે કંપનીએ આ વખતે કેમેરાને પણ અપડેટ કર્યા છે. નોન-પ્રો વેરિઅન્ટમાં યુઝર્સને 48MPનો મુખ્ય લેન્સ આપવામાં આવ્યો છે. આ વખતે કંપનીએ પ્રો વેરિએન્ટમાં A17 Bionic ચિપસેટ આપી છે. આ સાથે કેમેરા પરફોર્મન્સ પણ પહેલા કરતા વધુ સારું બનાવવામાં આવ્યું છે. કંપનીએ પ્રો વેરિઅન્ટમાં એક એક્શન બટન આપ્યું છે, જેની મદદથી તમે એક ક્લિકમાં અનેક ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. તમને ચારેય iPhonesમાં Type-C ચાર્જિંગ પોર્ટ મળશે.

iPhone 15 Pro શ્રેણીની કિંમત કેટલી છે?

iPhone 15 Pro સિરીઝમાં યુઝર્સને 3D વીડિયો રેકોર્ડ કરવાનો વિકલ્પ મળશે. તેની કિંમત $999 થી શરૂ થશે. જ્યારે પ્રો મેક્સ વેરિઅન્ટની કિંમત $1199 થી શરૂ થશે. આ કિંમત 256GB વેરિઅન્ટની છે. તમે 15 સપ્ટેમ્બરથી આ તમામ મોડલ પ્રી-ઓર્ડર કરી શકશો.

iPhone 15 Proમાં પાવરફુલ કેમેરા ઉપલબ્ધ 

48MP પ્રાથમિક લેન્સ સાથે કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. આમાં તમને ઓછા પ્રકાશમાં વધુ સારા ફોટા ક્લિક કરવાની સુવિધા મળશે. આમાં તમને 3X ટેલિફોટો લેન્સ મળશે. મેક્સ વેરિઅન્ટમાં 5X ઓપ્ટિકલ ઝૂમ ફીચર હશે. કંપનીએ તેમાં 12MPનો ટેલિફોટો લેન્સ આપ્યો છે. આ સાથે યુઝર્સને એક ઉત્તમ મેક્રો કેમેરા મળશે.

 

નવા iPhones લોન્ચ થયા પહેલા જ તેમના વિશે ઘણી વિગતો લીક થઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, iPhone 15 સિરીઝમાં 48-મેગાપિક્સલનો કેમેરા હશે અને ચાર્જિંગ માટે ટાઈપ સી પોર્ટ આપવામાં આવશે.


જાણો iPhone 15 Plus ના ફીચર્સ

Fide My of iPhone 15 Plus 14 દેશોમાં કામ કરશે અને તે સેલ્યુલર સર્વિસ વિના કામ કરી શકશે. તેમાં યુએસબીસી પોર્ટ હશે જે તમને ચાર્જિંગ સાથે ડેટા, ઓડિયો અને વીડિયો ટ્રાન્સફર કરવામાં સક્ષમ બનાવશે. આની મદદથી તમે એરપોડ્સ અને વોચ પણ ચાર્જ કરી શકો છો.

 

Apple Watch Series 9 લોન્ચ

એપલે સૌપ્રથમ એપલ વોચ સીરીઝ 9 લોન્ચ કરી છે. આ સ્માર્ટવોચ S9 ચિપસેટના પાવર સાથે આવશે. આ ઉપરાંત તમે તેની સાથે સિરીનો આનંદ પણ લઈ શકશો. આ માટે તમારે ક્લાઉડ પર જવાની જરૂર નહીં પડે. તે નેમ ડ્રોપ ફીચરને સપોર્ટ કરે છે, જેની જાહેરાત એપલ દ્વારા કરવામાં આવી હતી.

 

આઇફોન 15નું ઉત્પાદન ભારતમાં શરૂ થયું

ભારતમાં iPhone 15નું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. નવા આઇફોનનું ઉત્પાદન તમિલનાડુ સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. અહીંથી iPhone 15ને પહેલા સ્થાનિક ડીલરોને સપ્લાય કરવામાં આવશે. આ પછી ડિસેમ્બરના મધ્યમાં તેને યુરોપ અને અમેરિકામાં નિકાસ કરી શકાય છે.

નવા iPhones ક્યારે ઉપલબ્ધ થશે?

સામાન્ય રીતે Apple નવી iPhone સિરીઝના લોન્ચ પછી શુક્રવારથી પ્રી-ઓર્ડર શરૂ કરે છે. આનો અર્થ એ છે કે તમારા મનપસંદ iPhone 15 સ્માર્ટફોનનો પ્રી-ઓર્ડર 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. તેના શિપિંગ માટે તમારે થોડા દિવસો રાહ જોવી પડી શકે છે.

 

2022 ની Apple ઇવેન્ટમાં શું હતું ખાસ?

ગયા વર્ષે Apple એ iPhone 14 શ્રેણી સહિત ઘણા ઉત્પાદનોનું અનાવરણ કર્યું હતું. ચાર નવા iPhones ઉપરાંત કંપનીએ બે સ્માર્ટવોચ અને એરપોડ્સ રજૂ કર્યા હતા. Apple Watch Series 8, Apple Watch SE 2022 અને AirPods Pro 2 2022 Apple ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ