બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Anushka Sharma's Baby Bump Spotted During India-Pak Match? Virat Was Seen Taking Extra Care Of Her

અમદાવાદ / VIDEO : તો વિરાટ કોહલી ફરી પપ્પા બનવાનો છે એ નક્કી એમને ! વાયરલ વીડિયોથી થયું કન્ફર્મ

Hiralal

Last Updated: 08:57 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વાયરલ વીડિયોથી કન્ફર્મ થયું છે કે ક્રિકેટર વિરાટ કોહલીની એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા પ્રેગનન્ટ છે.

  • વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ગર્ભવતી હોવાની ફરી ચર્ચા ઉપડી
  • અમદાવાદ મેચમાં બેબી બંપ છુપાવતી જોવા મળી
  • કોહલી તેની સંભાળ લેતો પણ જોવા મળ્યો

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આ દિવસોમાં તેની બીજી પ્રેગ્નન્સીના સમાચારને લઈને ચર્ચામાં છે. શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં અનુષ્કા પણ તેના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલીને સપોર્ટ કરવા આવી હતી. મેચ ખતમ થયા બાદ વિરાટ કોહલી સાથે અનુષ્કાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેત્રીનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો.

સફેદ ડ્રેસમાં બેબી બંપ છુપાવતી જોવા મળી 
અનુષ્કા શર્મા શનિવારે અમદાવાદમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ જોવા આવી હતી. મેચ દરમિયાન અભિનેત્રી સફેદ ડ્રેસમાં જોવા મળી હતી. મેચ પુરી થયા બાદ અભિનેત્રી તેના પતિ સાથે હોટલ પહોંચી જ્યાં સમગ્ર ભારતીય ટીમ રોકાઈ હતી. આ હોટલમાંથી અભિનેત્રીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા કોઈની સાથે વાત કરતી જોવા મળી રહી છે. તેણે પોતાના બેબી બમ્પને છુપાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ ઘણી ઈચ્છા હોવા છતાં પણ તે બેબી બંપ છુપાવી શકી નહોતી અને તે દેખાઈ ગયો હતો. તેણે ખૂબ મોટો ડ્રેસ પહેર્યો હતો જેને લઈને ચર્ચા ઉપડી હતીી કે અનુષ્કા શર્મા ફરી મા બનવાની છે. 

કોહલી-અનુષ્કાએ બીજી પ્રેગનન્સીને લઈને કંઈ કહ્યું નથી 
વિડિયોમાં વિરાટ અનુષ્કાનો હાથ પકડીને લોબીમાંથી પસાર થતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે બીજી પ્રેગ્નેન્સી બાદ કપલે હજુ સુધી કોઈ ઓફિશિયલ અપડેટ નથી આપ્યું અને ન તો કપલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે.

અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચાર ક્યારે આવ્યાં 
અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તે એક ક્લિનિકની બહાર જોવા મળી હતી. આ સમય દરમિયાન, તેનો ફોટો ક્લિક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી. 2021માં અનુષ્કા શર્માએ તેની પહેલી દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ