બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Anupam Kher cryptic note after the The Kashmir Files dont win filmfare

મનોરંજન / 'ઇજ્જત એક મોંઘી ગિફ્ટ, તેની આશા...', The Kashmir Filesને એકપણ ફિલ્મફેર એવોર્ડ ન મળતા અનુપમ ખેરનો કટાક્ષ

Arohi

Last Updated: 07:12 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anupam Kher: ફિલ્મફેર અવોર્ડ્સમાં અનુપમ ખેરની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. તેના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે તે કોઈ અવોર્ડ નહીં લે. હવે વિનર્સની જાહેરાત થઈ ચુકી છે અને ફિલ્મ કોઈ પણ એવોર્ડ પોતાના નામે કરવામાં નિષ્ફળ સાબિત થઈ. એક્ટર અનુપમ ખેરે તેને પર અજીબ પોસ્ટ શેર કરી છે.

  • ફિલ્મફેરમાં 7 કેટેગરીમાં નોમિનેટ થઈ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'
  • ફિલ્મ કોઈ પણ એવોર્ડ પોતાના નામે કરવામાં નિષ્ફળ 
  • એક્ટર અનુપમ ખેરે તેને પર શેર કરી પોસ્ટ

68માં ફિલ્મફેર અવોર્ડ્સનું આયોજન 27 એપ્રિલીની સાંજે થયું હતું. તેમાં આલિયા ભટ્ટ અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ' અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'બધાઈ દે'ને મોટી જીત મળી છે. 

આ અવોર્ડ શોમાં અનુપમ ખેરની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. તેના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને બેસ્ટ ડાયરેક્ટરની કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. પરંતુ આ ફિલ્મ કોઈ પણ અવોર્ડ પોતાના નામે કરવામાં નિષ્ફળ રહી છે. હવે એક્ટર અનુપમ ખેરે એક અજીબ પોસ્ટ શેર કરી છે. 

અનુપમ ખેરે કર્યું ટ્વીટ 
ફિલ્મફેરમાં નોમિનેશન્સની લિસ્ટ સામે આવ્યા બાદ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી દીધી છે કે તે એક પણ અવોર્ડ નહીં લે. તેમને આ અનૈતિક અને ભ્રષ્ટ અવોર્ડ સાથે પોતાનો સંબંધ નથી જોડવો. 

હવે જ્યારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને એક પણ અવોર્ડ નથી મળ્યો તો અનુપમ ખેરે મોટી વાત કહી દીધી છે. તેમણે ટ્વીટર પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. અનુપમ ખેરે લખ્યું, "સન્માન એક મોંઘી ભેટ છે. તેની આશા સસ્તા લોકો પાસે ન રાખો."

ફિલ્મફેર તરફ હતો અનુપમનો ઈશારો? 
માનવામાં આવી રહ્યું છે કે અનુપમ ખેરનો ઈશારો ફિલ્મફેર અવોર્ડની તરફ છે. તેમના ટ્વીટ પર ઘણા યુઝર્સે પોતાનું રિએક્શન આપ્યું છે. ઘણાનું કહેવું છે કે તેમની વાત એકદમ સાચી છે. તો ઘણા એવા પણ છે જે તેમની ફિલ્મને ખરાબ ગણાવી રહ્યા છે. 

એક યુઝરે લખ્યું, "તમે અવોર્ડ્સથી ઉપર છો. ધ કાશ્મીર ફાઈલ્સમાં તમારી એક્ટિંગને ઓસ્કર મળવો જોઈએ. ફિલ્મફેર જુબાં કેસરી વાળા લોકો માટે છે." અન્ય એક યુઝરે લખ્યું, "ફિલ્મફેર એક કિમતી અવોર્ડ છે. ઘટિયા ફિલ્મ તેને જીતવાની આશા ન રાખે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ