બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Another video of Nabira driving a reckless car in Surat goes viral

આ નહીં સુધરે! / આટલી ડ્રાઈવ છતાં નબીરાઓને કાબૂમાં રાખવામાં પોલીસ નિષ્ફળ: ઓવરસ્પીડિંગ સાથે જોખમી સ્ટંટ કરનારનો વીડિયો વાયરલ

Malay

Last Updated: 01:47 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Viral Video News: સુરતમાં વધુ એક નબીરાનો બેફામ કાર ચલાવતો વીડિયો વાયરલ, નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી જોખમી રીતે રિક્ષાને કરી ઓવરટેક.

  • વધુ એક નબીરાનો વીડિયો વાયરલ
  • ઓવરસ્પીડિંગ કરતા નબીરાનો વીડિયો વાયરલ
  • જોખમી રીતે રિક્ષાને કરી ઓવરટેક 
  • 100થી વધુની સ્પીડે કાર ચલાવનારાનો વીડિયો

Surat News: અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. ફૂલ સ્પીડમાં ગાડીઓ ચાલવવાના શોખીનો અકસ્માતના બનાવો પરથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યાં હોય તેવા અવાર નવાર વીડિયો સામે આવી રહ્યા છે.  ત્યારે આવો વધુ એક વીડિયો સુરતથી સામે આવ્યો છે. પૂરઝડપે કાર ચલાવતા નબીરાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, વાયરલ વીડિયો ક્યાં વિસ્તારનો છે તે અંગે પુષ્ટિ થઈ નથી. 

100થી વધુ સ્પીડે કાર ચલાવી
ક્રીશ પોલારા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓવરસ્પીડિંગ કરતા નબીરાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કારચાલક પૂરપાટ ઝડપે જોખમી કાર ચલાવી રહ્યો છે. કાર ચાલક 100થી વધુની સ્પીડે રિક્ષાને ઓવરટેક કરતો જોવા મળી રહ્યો છે. કારમાં સવાર કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયો વાયરલ થતાં સુરત પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ થઈ રહ્યા છે. 

નબીરા સામે કાર્યવાહીની માગ
ગુજરાતમાં નબીરાઓને પોલીસનો જરાય ડર ન હોય તેવી રીતે વાહન ચલાવતા હોય તેવા વીડિયો સામે આવી રહ્યાં છે. આવા નબીરાઓ સામે કાર્યવાહીની લોકો માંગ પણ કરી રહ્યાં છે. ખાસવાત એ છે કે, થોડા દિવસ અગાઉ ભયાનક અકસ્માત અકસ્માત સર્જાયા બાદ પણ સ્ટંટબાજો બેખોફ બન્યા છે.

સળગતા સવાલ
- રસ્તા પર આટલી ઓવરસ્પીડમાં કાર ચલાવવી કેટલી યોગ્ય?
- ફૂલ સ્પીડમાં કાર ચલાવતી વખતે કોઈ અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર?
- સ્ટંટની મજામાં લોકોના જીવ સાથે ચેડા કેમ કરો છો?
- પોલીસે આવા નબીરાને પાઠ ક્યારે ભણાવશે?
- ઓવરસ્પીડિંગ કરતા નબીરાનું લાયસન્સ રદ કેમ નથી કરતાં?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ