બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another round of rain has been predicted in Gujarat by the Meteorological Department

હવામાન / ગુજરાતમાં ફરી 5 દિવસ વરસાદની આગાહી: રાજકોટ, અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં ક્યાં પડશે વરસાદ

Malay

Last Updated: 07:58 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy Rain Forecast: ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

 

  • ફરી એકવાર ગુજરાતને ધમરોળશે મેઘરાજા!
  • ગુજરાતમાં આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી
  • આજે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
  • 18 જુલાઇથી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં અત્યારે ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 18 જુલાઇથી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આજે આ વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. જ્યારે આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. 

17 જુલાઈએ તાપીથી લઈને સુરેન્દ્રનગર સુધી વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 17 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડામાં વરસાદની આગાહી છે. તો  17 જૂલાઈએ આણંદ, અમદાવાદ, ભાવનગર,  અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગરમાં વરસાદની શક્યતા છે.

ગુજરાત માટે આગામી 3 કલાક અતિભારે: ઉત્તરમાં રેડ તો મધ્યમાં ઓરેન્જ એલર્ટ  જાહેર, 61 કિમીની ઝડપે પવન ફૂંકાશે | Heavy next 3 hours for Gujarat: Red in  North, Orange alert in ...

18 અને 19 જૂલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 જૂલાઈએ ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા,  મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ,  સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત 19 જૂલાઈએ બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડામાં ભારે વરસાદ વરસી શકે છે.  આ ઉપરાંત આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં પણ 19 જૂલાઈએ વરસાદની શક્યતા છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  

ગુજરાતમાં ફરીવાર જામશે ચોમાસું! રાજ્યમાં આ 5 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી,  જાણો આજે ક્યાં ખાબકશે | light to heavy rain forecast in Gujarat from  September 8 to 12

20 જૂલાઈએ ક્યાં જિલ્લાઓમાં કરાઈ છે આગાહી?
20 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદમાં વરસાદની આગાહી છે. સાથે જ સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદ આશંકા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ