બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another recruitment scam! Allegation of illegal recruitment of water supply board in Morbi

ઘટસ્ફોટ / વધુ એક ભરતી કૌભાંડ! મોરબીમાં પાણી પૂરવઠા બોર્ડની ભરતી ગેરકાયદે થઇ હોવાનો આક્ષેપ, RTI કરતા ચોંકાવનારો ખુલાસો

Malay

Last Updated: 02:57 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા કરાતા ખળભળાટ, વિજયસિંહ ઝાલાએ કહ્યું, RTIમાં મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેરકાયદે ભરતી થઈ હોવાનું સામે આવ્યું છે.

 

  • વધુ એક ભરતીમાં કૌભાંડનો આક્ષેપ
  • પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ થયું?
  • કૌભાંડ કરનારાને ક્યારે મળશે સજા?

ગુજરાતમાં વધુ એક ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોરબી પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા પાણી પુરવઠા વિભાગની ભરતીને લઈને કરવામાં આવેલી RTIમાં મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેરકાયદે ભરતી થઈ હોવાનું સામે આવ્યું છે. 

અગ્રણી બિલ્ડર વિજયસિંહ ઝાલાનો આક્ષેપ
રાજકોટના અગ્રણી બિલ્ડર વિજયસિંહ ઝાલાએ ભરતીમાં કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં કૌભાંડ અંગે બિલ્ડર વિજયસિંહ ઝાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મારી ઓફિસમાં એક પત્ર આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગમાં  બે વ્યક્તિની જૂનિયર આસિસટન્ટ તરીકે નિમણૂક થયેલ છે. આ માટે મેં મોરબીની ડિવિઝન કચેરીમાં RTI કરીને માહિતી માંગી હતી. 

વિજયસિંહ ઝાલા (રાજકોટના અગ્રણી બિલ્ડર)

માહિતી અધિકાર હેઠળ મને મળી માહિતીઃ વિજયસિંહ
વિજયસિંહ ઝાલાએ જણાવ્યું કે, RTI બાદ  માહિતી અધિકાર હેઠળ મને માહિતી મળેલ છે, તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 14/06/2021 અને 22/07/2021ના રોજ પાર્થ રાઠોડ અને જયદિપ પોપટ નામના બે વ્યક્તિની ભરતી કરવામાં આવી હતી. જે બાદ 13/09/2021ના રોજ મનસુખ પરમાર નામની વ્યક્તિ રાજકોટ કચેરીમાં એક સરનામા વગરનો પત્ર લખે છે, તેના દ્વારા તપાસ કરવામાં આવે છે. જે બાદ 30/09/2021ના રોજ વી.ડી દેરાસરી નામના કર્મચારી પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કબૂલાત નામું લે છે કે આ કૌભાંડ મેં આર્થિક લાભ માટે કરેલું છે. 

બે લોકોની ખોટી રીતે ભરતી કરાઈઃ વિજયસિંહ ઝાલા 
તેઓએ જણાવ્યું કે, મને જે માહિતી મળેલી છે તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે વી.ડી દેરાસરી આજની તારીખે પણ  રોજમદાર તરીકે લીલાપુરમાં ફરજ બજાવે છે. તો આના માટે એને બચાવવાવાળા અધિકારીઓ છે, તેઓ વી.ડી દેરાસરી વહીવટદાર હોય એવું મને લાગી રહ્યું છે. જે બે લોકોની ખોટી રીતે ભરતી કરવામાં આવી હતી, તેઓ હજુ પણ નોકરી કરી રહ્યા છે કે નહીં તે અંગેની માહિતી મને આપવામાં આવી નથી. મારી પાસે એ માહિતી ઉપલબ્ધ નથી. 

યોગ્ય તપાસની કરી માંગ
બિલ્ડર વિજયસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું કે, સૌથી મહત્વની વાત તો એ છે કે ગાંધીનગર સુધી મુખ્ય વહીવટી અધિકારીને પણ આ કૌભાંડની જાણ છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલા રૂપિયાનો વહીવટ થયો હતો અને એ વહીવટ ક્યાં અધિકારીઓને મળેલ છે સમગ્ર માહિતી બહાર આવે તેમ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ