બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ભારત / another picture of another ramlala idol surfaces likely to placed at first floor of the ayodhya ram temple

અયોધ્યા / રામલલાની બીજી મૂર્તિની તસવીર સામે આવી, ક્યાં રખાશે? ત્રીજી મૂર્તિ તૈયાર પણ જાહેર નથી કરાઈ

Hiralal

Last Updated: 06:02 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્ય મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા બાદ હવે રામલલાની બીજી મૂર્તિની તસવીર સામે આવી છે જે સફેદ રંગની છે.

  • રામલલાની બીજી મૂર્તિની તસવીર સામે આવી
  • સફેદ રંગની છે, પહેલા માળે સ્થાપિત કરવામાં આવી શકે
  • ત્રીજી મૂર્તિ તૈયાર પણ હજુ જાહેર નથી કરાઈ 

અયોધ્યાના નવા રામ મંદિરમાં પહેલી મૂર્તિ સ્થાપિત થયા બાદ રામલલાની બીજી તસવીર સામે આવી છે. પ્રખ્યાત મૂર્તિકાર સત્ય નારાયણ પાંડે દ્વારા આ બીજી મૂર્તિ બનાવાઈ છે જેને પહેલા માળે રામદરબારમાં રાખવામાં આવી શકે છે. ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી. શાસ્ત્રોમાં તેનું વર્ણન નિલંબુજમ શ્યામમ કોમલાગમ તરીકે કરવામાં આવ્યું છે... તેથી કાળા રંગની શ્રી રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે બાાકીની બે મૂર્તિઓને મંદિરમાં જ સમાવવામાં આવશે. 

બીજી મૂર્તિ સફેદ રંગની, આસપાસમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની આકૃતિઓ 
બીજી મૂર્તિની તસવીરમાં સફેદ રંગની હોવાનું જોવા મળે છે. આમાં હનુમાનજી પણ ભગવાન રામના ચરણોમાં બિરાજમાન છે, તો ચારે બાજુ ભગવાન વિષ્ણુના અવતારો બનાવવામાં આવ્યા છે. આમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની આકૃતિઓ 1- મત્સ્ય, 2- કુર્મા, 3-વારાહ, 4- નરસિંહ, 5- વામન, 6- પરશુરામ, 7- રામ, 8- કૃષ્ણ, 9- બુદ્ધ અને 10માં કલ્કિ અવતારની આકૃતિઓ બનાવાઈ છે. 

ત્રીજી પ્રતિમાની તસવીર હજુ સુધી સામે નથી આવી 
રામલલાની ત્રણ મૂર્તિઓમાંની છેલ્લી એક કર્ણાટકના ગણેશ ભટ્ટે બનાવી છે, ત્રીજી મૂર્તિ તૈયાર છે પરંતુ હજુ સુધી તેની તસવીર જાહેર કરાઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે તેને રામ મંદિરમાં જ સ્થાપિત પણ કરવામાં આવશે.

મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ રાખવાનું શું કારણ
રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત પ્રતિમાની ઊંચાઈ 51 ઈંચ છે. સામાન્ય રીતે ભારતમાં 5 વર્ષના બાળકની ઊંચાઈ 51 ઈંચની આસપાસ હોય છે. તે ઉપરાંત 51ને શુભ અંક માનવામાં આવે છે આ જ કારણે ગર્ભગૃહમાં સ્થપાયેલી મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ રાખવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ