બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / another 5 crore worth of jewelery was found during the IT raid on Chiripal

સર્ચ ઓપરેશન / ચિરિપાલ ગ્રુપ પર IT વિભાગના દરોડા યથાવત, વધુ 5 કરોડની જ્વેલરી મળી આવતા કુલ આંક 50 કરોડને પાર

Dhruv

Last Updated: 08:38 AM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ ચિરીપાલ ગ્રુપ પર IT વિભાગના દરોડા હજુ યથાવત. દરોડામાં વધુ 5 કરોડની જ્વેલરી મળી આવી.

  • ચિરિપાલ ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડા યથાવત
  • દરોડામાં વધુ 5 કરોડની જ્વેલરી મળી આવી
  • કુલ જ્વેલરીનો આંક વધીને રૂ. 50 કરોડને પાર

અમદાવાદમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ-ઓપરેશન હાથ ધરીને ચિરિપાલ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 35થી 40 જગ્યા પર દરોડા પાડીને IT વિભાગે તપાસ હાથ ધરી હતી. આ મેઘા સર્ચ-ઓપરેશનમાં કુલ 150 અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. ત્યારે હવે આ તપાસમાં વધુ 5 કરોડની જ્વેલરી મળી આવી છે. જેથી કુલ જ્વેલરીનો આંક વધીને રૂપિયા 50 કરોડને પાર થઇ ગયો છે.

રૂ. 800 કરોડના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા

આ સાથે રૂ. 800 કરોડના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે. રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે કુલ 39 લોકર જપ્ત કર્યા હતા. જેમાંથી 38 લોકરની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે એક લોકરની તપાસ હજુ પણ બાકી છે.

અગાઉ પણ ચિરિપાલ ગ્રુપ અનેકવાર ચર્ચામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ચિરિપાલ ગ્રુપ અનેકવાર ચર્ચામાં આવ્યું છે. થોડા મહિના પહેલાં જ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આરોપી અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરતા હતા.

ચિરિપાલ ગ્રુપ ટેક્સટાઈલ અને કેમિકલ સેક્ટરમાં છે સક્રિય

વધુમાં અગાઉ IT વિભાગના દરોડામાં ચિરીપાલ ગ્રુપના કુલ 1 હજાર કરોડના બિનહિસાબી વહેવારો ઝડપાયા હતા. આ દરોડામાં 24 કરોડની બિનહિસાબી રોકડ મળી આવી હતી અને દરોડામાં કુલ 20 કરોડના દાગીના મળી આવ્યા હતા. અત્રે જણાવી દઇએ કે, ચિરિપાલ ગ્રુપ એ ટેક્સટાઈલ અને કેમિકલ સેક્ટરમાં સક્રિય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ